Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
પોલીસે છ આરોપીના માંગ્યા હતા ત્રણ દિવસના રિમાન્ડઃ
જામનગર તા.૬ : ભાણવડના એક એડવોકેટ તથા તેમના પિતા પર ત્રણેક દિવસ પહેલાં દસ્તાવેજની બાકી ફીના મામલે નવ શખ્સે પ્રાણઘાતક હુમલો કર્યાે હતો. તેમાંથી છ આરોપીની પોલીસે ધરપકડ કરી ત્રણ દિવસના રિમાન્ડની માંગ કરી હતી. તેની સામે આરોપીના વકીલે કરેલી દલીલો ગ્રાહ્ય રાખી અદાલતે પોલીસની રિમાન્ડની માગણી ઠુકરાવી છે.
દેવભૂમિ દ્વારકા જિલ્લાના ભાણવડ શહેરમાં રહેતા એડવોકેટ અનિલ રામભાઈ ઓડેદરાએ એક અસીલના કરી આપેલા જમીનના દસ્તાવેજ માટે ફી પેટે રૂ.૮ હજાર લેવાના બાકી હતા. તે રકમની ઉઘરાણીના મામલે ત્રણેક દિવસ પહેલાં લખન જેસાભાઈ કારાવદરા, જેસાભાઈ વિશાભાઈ કારાવદરા સહિતના નવ શખ્સે ઘરે આવી જીવલેણ હુમલો કરી અનિલભાઈ તથા તેમના પિતાને માર માર્યાે હતો.
આ બાબતે પોલીસમાં ફરિયાદ કરાતા બીએનએસની કલમ ૧૦૯ (૧), ૧૧૮ (ર) તેમજ અન્ય કલમો અને જીપી એક્ટની કલમ ૧૩૫ (૧) હેઠળ ગુન્હો નોંધી પોલીસે આરોપી પૈકીના લખન, જેસાભાઈ, વિરમ વિશાભાઈ, જયમલ રણમલ મોઢવાડીયા, રામ જેસા કારાવદરા, અજીત રણમલ ગોઢાણીયા નામના છની અટક કરી આરોપીઓને રિમાન્ડની માગણી સાથે રજૂ કર્યા હતા.
અદાલતમાં પોલીસે ત્રણ દિવસના રિમાન્ડ માંગી કારણ જણાવ્યું હતું કે લખન, રામ જેસા, અજીતને નાસતા ફરતા આરોપી અંગે પૂછપરછ કરવાની છે અને ગુન્હો કર્યા પછી આરોપીઓએ ક્યા આશરો મેળવ્યો હતો તેની તપાસ કરવાની છે. તે દલીલ સામે ઉપરોક્ત આરોપીઓના વકીલે દલીલ કરી હતી કે તપાસ માટે પોલીસને પૂરતો સમય મળી ચૂક્યો છે અને હવે આરોપીની પ્રત્યક્ષ હાજરીની જરૂર જણાતી નથી. અદાલતે તે દલીલ ગ્રાહ્ય રાખી આરોપીઓને રિમાન્ડ પર લેવાની પોલીસની અરજી નામંજૂર કરી છે. આરોપીઓ તરફથી વકીલ અશોક એચ. જોષી રોકાયા છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial