Advertisement
Author: નોબત સમાચાર

દિલ્હી વિધાનસભાની ચૂંટણીના એક્ઝીટ પોલ્સ

છેલ્લી ત્રણ એકઝીટ પોલ્સ અને વાસ્તવિક પરિણામો સાથે

નવી દિલ્હી તા. ૬: ગઈકાલે વિધાનસભા માટે મતદાન સંપન્ન થયુ, જે સરેરાશ ૬૦ ટકા જેવો થયું છે. ગઈકાલે સાંજે એક પછી એક એકઝીટ પોલ્સ સામે આવ્યા, અને તદૃન વિરોધાભાસી જણાયા, કેટલાક એકઝીટ પોલ્સમાં આમ આદમી પાર્ટીને પ્રચંડ બહુમતી જણાવાઈ, કેટલાકમાં ભાજપને ૪૦ની આસપાસ બેઠકો દેખાડાઈ તો એકાદ-બે એકઝીટ પોલ્સમાં કાંટેકી ટકકર પ્રદર્શિત થઈ. આ કન્ફ્યુઝનનો જવાબ તો હવે આઠમી ફેબ્રુઆરીના જ મળશે, પરંતુ ફાલોદીના સટ્ટાબજારે બે વખત અંદાજો બદલ્યા પછી છેલ્લે ભાજપ અને આમ આદમી પાર્ટી વચ્ચે કાંટેકી ટકકર જણાવાઈ રહી છે. આ વખતે ડઝનેક એકઝીટ પોલ્સ જાહેર થયા, તેમાં પોલ ઓફ ધ પોલ્સ એટલે કે સરેરાશ કાઢીએ તો ભાજપને ૩૯, આપને ૩૦ અને કોંગ્રેસને એક બેઠક મળવાની સરેરાશ તારણ નીકળે છે. આ પહેલાની ત્રણ ચૂંટણીઓમાં એકઝીટ પોલ્સ અને વાસ્તવિક પરિણામો અત્રે પ્રસ્તુત કર્યા છે. જેના પરથી આ વખતે એકઝીટ પોલ્સ કેટલા સાચા પડશે, તે વિચારવા જેવું ખરૃં !

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh