Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
ગુજરાત ઈન્ટર મ્યુનિસિપલ કોર્પોરેશન ક્રિકેટ ટુર્નામેન્ટઃ
ગાંધીનગરમાં ગુજરાત ઈન્ટર મ્યુનિ. કોર્પોરેશન ક્રિકેટ ટુર્નામેન્ટનુ આયોજન કરવામાં આવ્યું છે. જેમાં જામનગર મ્યુનિ. કોર્પોરેશનની મેયર ઈલેવન તથા કમિશનર ઈલેવન ભાગ લઈ રહી છે. આ ટુર્નામેન્ટનું ઉદ્ઘાટન રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના હસ્તે કરવામાં આવ્યું હતું. જામનગર મેયર ઈલેવન તથા સુરત મેયર ઈલેવન વચ્ચે રમાયેલા મેચમાં જામનગર મેયર ઈલેવને ૧૭૪ રન કર્યા હતા. જેમાં વિપક્ષના નેતા ધવલ નંદાએ ૫૫ રન, કેતન નાખવાએ ૪૬ રન, જયરાજસિંહ જાડેજાએ ૧૩ રન તથા અલ્તાફ ખફીએ ૧૧ રન કર્યા હતા. જેના જવાબમાં સુરત મેયર ઈલેવન ૮૩ રનમાં ઓલઆઉટ થઈ જતાં જામનગર મેયર ઈલેવનનો ૯૧ રનથી જવલંત વિજય થયો હતો. જામનગર તરફથી જયરાજસિંહ જાડેજા તથા તપન પરમારે ૩-૩ વિકેટ, જીતેશ શીંગાળાએ-૨, ધારાસભ્ય અને મ્યુનિ. કોર્પોરેટર દિવ્યેશ અકબરી તથા આનંદ રાઠોડે ૧-૧ વિકેટો ઝડપી હતી. મેન ઓફ ધ મેચ તરીકે જયરાજસિંહ જાડેજાને જાહેર કરાયા હતા. આ વિજય સાથે જામનગર મેયર ઈલેવનના સેમીફાઈનલમાં પ્રવેશ થયો છે. આવતીકાલે અમદાવાદ મેયર ઈલેવન સામે સેમીફાઈનલ મેચ રમાશે. જામનગર મેયર ઈલેવનમાં મેયર વિનોદભાઈ ખીમસૂર્યા તથા ટીમના મેનેજર (ચેરમેન સ્ટે. કમિટી) નીલેશભાઈ કગથરાના માર્ગદર્શન હેઠળ કેતનભાઈ નાખવા (કેપ્ટન), આનંદભાઈ રાઠોડ (વાઈસ કેપ્ટન), ધારાસભ્ય દિવ્યેશભાઈ અકબરી, આશિષભાઈ જોષી, ગોપાલભાઈ સોરઠીયા, ધર્મરાજસિંહ જાડેજા, જયરાજસિંહ જાડેજા, મનીષભાઈ કટારીયા, જીતેશભાઈ શિંગાળા, તપનભાઈ પરમાર, પાર્થભાઈ કોટડીયા, પાર્થભાઈ જેઠવા, ધવલભાઈ નંદા, અલ્તાફભાઈ ખફી, રાહુલભાઈ બોરીચા વગેરે જામનગર મેયર ઈલેવન ટીમના પ્લેયર તરીકે જોડાયા છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial