Advertisement
Author: નોબત સમાચાર

નગરના કાલાવડ નાકા પાસે થયેલી હત્યાના ગુન્હામાં છ આરોપીને મળ્યો શંકાનો લાભ

દસેક વર્ષ પહેલાં થઈ હતી હત્યાઃ

જામનગર તા.૬ : જામનગરના કાલાવડ નાકા પાસે દસેક વર્ષ પહેલાં થયેલી એક હત્યાના ગુન્હામાં જે તે વખતે પોલીસે છ આરોપીની ધરપકડ કરી હતી. તે કેસ ચાલી જતાં અદાલતે તમામ આરોપીને શંકાનો લાભ આપી છોડી મૂક્યા છે.

જામનગરના કાલાવડ નાકા વિસ્તારમાં આવેલા વેરશીવાડ ઢાળીયા પાસે ગઈ તા.૩૦-૪-૨૦૧૪ની રાત્રે ઈમ્તિયાઝ ઓસમાણ રફાઈ, ઈમરાન ઉમર સંધી નામના બે યુવાન બેઠા હતા ત્યારે ત્યાં ધસી આવેલા અસલમ ખીલજી, જુનેદ પટ્ટણી, અયાશ, કેયુમ, કાદર ચાલબાજ, ફકીરના બે છોકરા એ મુઠ, તલવાર, ધોકા, છરીથી હુમલો કરી બંનેને માર માર્યાે હતો. ગંભીર ઈજા પામેલા ઈમ્તિયાઝનું મૃત્યુ થયું હતું.

હત્યામાં પલટાયેલા આ બનાવની પોલીસમાં ફરિયાદ કરાતા પોલીસે ગુન્હો નોંધી શરૂ કરેલી તપાસમાં અસલમ ખીલજી બનાવના સમયે અજમેર ગયો હોવાનો પુરાવો સામે આવ્યો હતો. પોલીસે તેનો સીઆરપીસી ૧૬૯ હેઠળ રિપોર્ટ કર્યા પછી જુનેદ પટ્ટણી, કેયુમ ઉમર પંજા, મોહસીન કાદર શેખ, અસલમ કાદર શેખ તથા લતીફ હાજી શેખ ઉર્ફે બા૫ુડી, અયાઝ કરીમ પંજા સામે ગુન્હો નોંધ્યો હતો.

ઉપરોક્ત કેસ જામનગરની સેશન્સ કોર્ટમાં ચાલી જતાં અદાલતે બચાવપક્ષ તરફથી રોકાયેલા વકીલોની દલીલો ગ્રાહ્ય રાખી તમામ છ આરોપીનો છૂટકારો ફરમાવ્યો છે. આરોપી જુનેદ તથા અયાઝ તરફથી વકીલ મનોજ અનડકટ, રાજેશ અનડકટ, હસમુખ જેઠવા, નિર્મળસિંહ જાડેજા, હેત અનડકટ, જીત અનડકટ તેમજ આરોપી કેયુમ પંજા તરફથી વકીલ શશીકાંત ધ્રુવ, સમીર ધ્રુવ, આરોપી મોહસીન શેખ, અસલમ શેખ તરફથી વકીલ દિનેશભાઈ વિરાણી, મોહસીન ગોરી અને આરોપી લતીફ શેખ તરફથી વકીલ કેતન આશર, ભરતસિંહ જાડેજા રોકાયા હતા.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh