Advertisement
Author: નોબત સમાચાર

આર્યસમાજ દ્વારા પ્રાર્થના પુસ્તકનું વિમોચન

મહાનુભાવોની ઉપસ્થિતિમાં યોજાયો કાર્યક્રમઃ

જામનગર તા. ૬: જામનગરના આર્ય સમાજ દ્વારા પ્રકાશિત પ્રાર્થના પુસ્તકનું વિમોચન કરવાનો કાર્યક્રમ યોજાયો હતો.

પુસ્તકનું વિમોચન સાર્વદેશિક આર્ય પ્રતિનિધિ સભા અને ગુજરાત પ્રાંતીય આર્ય પ્રતિનિધિ સભાના પ્રમુખ સુરેશચંદ્રજી આર્ય, ગુજરાત પ્રાંતીય આર્ય પ્રતિનિધિ સભાના મહામંત્રી અને બૃહદ સૌરાષ્ટ્ર આર્ય પ્રાદેશિક સભા અને આર્યસમાજ, જામનગરના પ્રમુખ દીપકભાઈ ઠક્કર, બૃહદ સૌરાષ્ટ્ર આર્ય પ્રાદેશિક સભા અને આર્યસમાજ, જામનગરના માનદ મંત્રી નરેન્દ્રભાઈ મહેતા, ઉપપ્રમુખ ઉર્વશીબેન રાઠોડ, ઉપમંત્રી ધવલભાઈ બરછા, કોષાધ્યક્ષ વિનોદભાઈ નાંઢા, પુસ્તકાધ્યક્ષ મનોજભાઈ નાંઢા, શ્રીમદ્ દયાનંદ કન્યા વિદ્યાલયના માધ્યમિક વિભાગ તથા ઉચ્ચત્તર માધ્યમિક વિભાગના આચાર્યા પ્રફુલ્લાબેન રૂપડીયા, શ્રીમદ્ દયાનંદ કન્યા વિદ્યાલયના પ્રાથમિક વિભાગના આચાર્યા સંગીતાબેન મોતીવરસ, આર્યસમાજ રાજકોટના પ્રમુખ નટવરસિંહ પરમાર અને માનદમંત્રી વિજયભાઈ બોરીયા, આર્યસમાજ - પોરબંદરના પ્રમુખ ધનજીભાઈ આર્ય અને માનદ્ મંત્રી કાંતિભાઈ જુંગીવાલા, દિલીપભાઈ જુંગીવાલા, આર્યસમાજ - નડીયાદના મેનેજિંગ ટ્રસ્ટી દિનેશચંદ્રજી આર્ય, પ્રણામી હાઈસ્કૂલ, જામનગર, રતનબાઈ કન્યા વિદ્યાલય - જામનગર, ગંગાજળા વિદ્યાપીઠ અલીયાબાડાના ટ્રસ્ટી દિલીપભાઈ આશર, જામનગર અને દેવભૂમિ દ્વારકા જિલ્લાના સાંસદ પૂનમબેન માડમના પ્રતિનિધિ મોદી, હરિદાસ જીવણદાસ લાલ (બાબુભાઈ લાલ) ચેરીટેબલ ટ્રસ્ટના ટ્રસ્ટી જીતુભાઈ લાલના પ્રતિનિધિ અજયભાઈ કોટેચા, ઉમિયા પરિવાર ટ્રસ્ટ ધ્રોલના બી.જી. કાનાણી તેમજ આર્યસમાજ ધાંગ્રધ્રાના નિરવભાઈ ધામેચા, ભરતભાઈ સોનગરા, આર્યસમાજ મોરબીના વિજયસિંહ સિસોદીયા, ઉદયભાઈ આર્ય, આર્યસમાજ વઢવાણના મનસુખભાઈ ખાંદલા, આર્યસમાજ જુનાગઢના દેવાયતભાઈ બારડ, દિલીપભાઈ કાંકરેચા, અશોકભાઈ ઉસદડીયાના હસ્તે કરવામાં આવ્યું હતું.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh