Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
'બંગબંધુ' શેખ મુજીબુર રહેમાનના નિવાસ સ્થાનને નિશાન બનાવાયુઃ પૂર્વ પી.એમ. શેખ હસીનાના પિતરાઈઓના ઘરો તોડી પડાયાઃ સુરક્ષાદળો લાચાર !!
ઢાકા તા. ૬: આજે શેખ હસીનાના સમર્થકોના દેશવ્યાપી વિરોધ પ્રદર્શનની જાહેરાત પછી સોશ્યલ મીડિયામાં 'બુલડોઝર રેલી' નું આહ્વાન વાયરસ થયુ હતુ અને હિંસક તોફાનો ફાટી નીકળ્યા હતા. તોફાનીઓએ શેખ હસીનાના સંબંધીઓના ઘરોની તોડફોડ કરી ઘણાં સ્થળે આગ લગાડી હતી. સુરક્ષાદળો લાચાર જણાયા હતા.
બાંગ્લાદેશના અનેક શહેરોમાં ગઈ મોડી રાત્રે અવામી લીગના પ્રસ્તાવિત રાષ્ટ્રવ્યાપી વિરોધ પહેલાં ફરી હિંસા ફાટી નીકળી હતી. ઢાકામાં ભૂતપૂર્વ વડાપ્રધાન શેખ હસીનાના પિતા અને બાંગ્લાદેશના સ્થાપક શેખ મુજીબુર રહેમાન 'બંગબંધુ'ના ધનમન્ડી-૩૨ નિવાસ સ્થાને વિરોધીઓએ હુમલો કર્યો અને તોડફોડ કરી હતી.
બીજી તરફ, ખુલનામાં, શેખ હસીનાના પિતરાઈ ભાઈઓ શેખ સોહેલ, શેખ જ્વેલનાં ઘરોને બે બુલડોઝરથી તોડી પાડવામાં આવ્યાં છે. સોશિયલ મીડિયા પર 'બુલડોઝર રેલી'ની જાહેરાત થયા બાદ હિંસા ફાટી નીકળી હતી. જ્યારે હુમલો થયો ત્યારે સુરક્ષા દળો પણ ત્યાં હાજર હતાં. ભીડને ત્યાંથી જવા માટે સમજાવવાનો પ્રયાસ કર્યો, પરંતુ બધા પ્રયાસો નિષ્ફળ ગયા.
કેટલાક તોફાનીઓ તો રહેઠાણો અને સંગ્રહાલયોમાં પણ ઘૂસી ગયા. બાલ્કની પર ચઢી ગયા અને તોડફોડ કરી. એવું કહેવામાં આવી રહૃાું છે કે ઘરને પણ આગ લગાવવામાં આવી હતી. તેના ઘણાં વીડિયો અને તસવીરો સોશિયલ મીડિયા પર વાઇરલ થઈ રહૃાા છે.
શેખ હસીનાની પાર્ટી આવામી લીગે તેના કાર્યકરો અને નેતાઓને ૬ ફેબ્રુઆરીએ રસ્તા પર ઊતરવાની અપીલ કરી હતી. પાર્ટીએ ભૂતપૂર્વ પીએમ હસીના વિરુદ્ધ કરાયેલા કથિત કેસ અને લઘુમતીઓ પરના હુમલાઓના વિરોધમાં રેલીનું આહ્વાન કર્યું હતું.
શેખ હસીનાને બાંગ્લાદેશ છોડ્યાને ગઈકાલે ૬ મહિના પૂર્ણ થયા. શેખ હસીના રાત્રે ૯ વાગ્યે તેમના સમર્થકોને ઓનલાઈન ભાષણ આપવાનાં હતાં. '૨૪ રિવોલ્યુશનરી સ્ટુડન્ટ-જનતા' નામના વિદ્યાર્થી સંગઠને આના વિરોધમાં રાત્રે ૯ વાગ્યે 'બુલડોઝર રેલી' કાઢવાની જાહેરાત કરી હતી. આ માટે સોશિયલ મીડિયા પર પ્રમોશન કરવામાં આવ્યું હતું. એવું કહેવામાં આવ્યું હતું કે શેખ હસીનાના પિતાનું ઘર તોડી પાડવામાં આવશે, પરંતુ વિરોધીઓ ૮ વાગ્યે શેખ મુજીબુર રહેમાનના ઘર ધનમંડી-૩૨ પર પહોંચ્યા અને તોડફોડ શરૂ કરી દીધી.
પ્રદર્શનકારીઓ શેખ હસીનાને ફાંસી આપોના નારા લગાવી રહ્યા હતા. તેઓ મુજીબુર રહેમાનના ઘરનો મુખ્ય દરવાજો તોડીને અંદર ઘૂસી ગયા. આ સમય દરમિયાન તેઓ તેને ફાંસી આપો, ફાંસી આપોની બૂમો પાડી રહ્યા હતા. શેખ હસીનાને ફાંસી આપો. અને આખા બંગાળ (બાંગ્લાદેશ)ને જાણ કરો, મુજીબુર રહેમાનની કબર ખોદો, અવામી લીગના લોકોને હરાવો, તેઓ બાંગ્લાદેશમાં નહીં રહે જેવા નારા લગાવી રહ્યા હતા.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial