Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
વર્લ્ડ ગોલ્ડ કાઉન્સિલના રિપોર્ટ મુજબ ભાવો વધવા છતાં ખરીદીના રેકોર્ડ તૂટ્યાઃ માંગ વધી!
મુંબઈ તા. ૬: આજે શુદ્ધ ર૪ કેરેટના સોનાનો ૧૦ ગ્રામનો ભાવ રૂ. ૮૬,રપ૦ પર પહોંચ્યો છે. ભારતીયોનો સોના પ્રત્યેનો પ્રેમ અભૂતપૂર્વ છે. ભાવો આકાશે આંબ્યા છતાં ર૦ર૪ માં ૮૦૩ ટન ગોલ્ડ ખરીદ્યું છે. રોકાણના બીજા વિકલ્પો ઝાંખા પડતા અને શેરબજારનો ફૂગ્ગો ફૂટી જતા રોકાણકારો સોના તરફ વળ્યું છે. સોનાની આયાત ૫ાંચ ટકા વધી ૮૦ર.૮ ટન થઈ ગઈ છે. ભાવો વધવા છતાં માંગ વધી રહી છે.
સોનાનો ભાવ દરરોજ નવો રેકોર્ડ બનાવી રહ્યો છે. એક દિવસ પહેલા બુધવારે સોનાનો ભાવ વધીને ૮૪,૬પ૭ રૂપિયા પ્રતિ ૧૦ ગ્રામ પર બંધ થયો હતો. કેટલાક શહેરોમાં તેનો દર ૮૬,૦૦૦ રૂપિયા સુધી પહોંચી ગયો. સોનાના ભાવમાં વધારો થવા છતાં તેની માંગમાં કોઈ ઘટાડો થયો નથી, બલ્કે વધી રહી છે.
વર્લ્ડ ગોલ્ડ કાઉન્સિલના તાજેતરના અહેવાલમાં જણાવાયું છે કે, ભારતમાં સોનાની આયાત ર૦ર૪ માં પ ટકા વધીને ૮૦ર.૮ ટન થઈ. માંગનું મુખ્ય કારણ રોકાણની વધતી માંગ અને આરબીઆઈ દ્વારા મોટા પાયે સોનાની ખરીદી હોવાનું માનવામાં આવે છે, જો કે સોનાના ઊંચા ભાવને કારણે ઝવેરાતની માંગ ર ટકા ઘટીને પ૬૩.૪ ટન થઈ ગઈ.
વર્ષ ર૦ર૪ માં કુલ રોકાણ માંગ ર૯ ટકા વધીને ર૩૯.૪ ટન થઈ. ખાસ કરીને ડિસેમ્બર ક્વાર્ટરમાં તેમાં ૧૪ ટકાનો વધારો જોવા મળ્યો, જે તેને ૭૬ ટન સુધી લઈ ગયો. રિપોર્ટ અનુસાર અન્ય રોકાણ વિકલ્પોના નબળા પ્રદર્શન અને સ્થાનિક શેરબજારમાં અસ્થિરતાને કારણે રોકાણકારો વધુને વધુ સોના તરફ વળ્યા. વર્ષના પ્રથમ છ મહિનામાં શેરબજારે નબળું પ્રદર્શન કર્યું હતું, જ્યારે સપ્ટેેેેેેેેેેેેેેેેેે ક્વાર્ટરમાં રેકોર્ડ સ્તરે પહોંચ્યા પછી તેમાં ઘટાડો થયો હતો.
વધતી કિંમતો વચ્ચે પણ સોનાનું વેંચાણ વધ્યું. સોનાના રેકોર્ડ ભાવને કારણે લોકોએ સોનું વેંચીને રોકડ કમાણી કરી. ડિસેમ્બર ક્વાર્ટરમાં સોનાનું રોકડ વેંચાણ ૧૬ ટકા વધીને ર૯.૬ ટન થયું. આ ઉપરાંત આરબીઆઈ એ વિદેશી હૂડિયામણ ભંડારમાં ૭૩ ટન સોનું ઉમેર્યું. આ વર્ષ ર૦ર૩ કરતા ૪.પ ગણું વધારે હતું. આ સાથે દેશના કુલ વિદેશી હૂડિયામણ ભંડારમાં હિસ્સો ૧૧ ટકાના રેકોર્ડ સ્તરે પહોંચી ગયો છે.
આજે એટલે કે ૬ ફેબ્રુઆરીના પણ સોનાના ભાવમાં વધારો જોવા મળી રહ્યો છે. અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પનો ટેરિફ નીતિઓને કારણે વેપાર યુદ્ધ શરૂ થયું છે. આવી સ્થિતિમાં ભવિષ્યમાં પણ સોનાના ભાવ ઊંચા રહેવાની ધારણા છે. જો આપણે ઈન્ડિયન બુલિયન જ્વેલર્સ એસોસિએશનના ડેટા પર નજર કરીએ તો ૩૧ જાન્યુઆરીથી અત્યાર સુધીમાં સોનું ખૂબ મોંઘુ થઈ ગયું છે. ૩૧ જાન્યુઆરીએ ૧૦ ગ્રામ ર૪ કેરેટ સોનું ૮ર,૦૮૬ રૂપિયામાં ઉપલબ્ધ હતું અને પ ફેબ્રુઆરીએ તેની કિંમત,૬પ૭ રૂપિયા પર પહોંચી ગઈ, જ્યારે ગુડ રિટર્ન્સના મતે આજે સોનાનો ભાવ ૮૬,રપ૦ રૂપિયા પર પહોંચી ગયો છે. સોનાની જેમ ચાંદીના ભાવ પણ વધી રહ્યા છે. ૬ ફેબ્રુઆરીએ ચાંદીનો ભાવ ૯૯,૬૦૦ રૂપિયા પ્રતિકિલોગ્રામ પર પહોંચી ગઈ છે.
ર૦ર૪ માં ઝવેરાતની માંગને રેકોર્ડ સ્તરે પહોંચેલા ભાવોના સંદર્ભમાં જોવી જોઈએ. આંતરરાષ્ટ્રીય બજારમાં સોનાનો હાજર ભાવ ર,૮૬૬ પ્રતિ ઔસ પર પહોંચી ગયો. મુંબઈના જથ્થાબંધ બજારમાં ૯૯પ શુદ્ધતાવાળા સોનાનો ભાવ ૧૦ ગ્રામ દીઠ ૮૩,૯૮પ રૂપિયા હતો, જ્યારે ૯૯૯ શુદ્ધતાવાળા સોનાનો ભાવ ૧૦ ગ્રામ દીઠ ૮૪,૩ર૩ રૂપિયા હતો. ચાંદીનો ભાવ ૯પ,૪ર૧ રૂપિયા પ્રતિકિલો નોંધાયો હતો.
તહેવારો અને લગ્નની મોસમની અસર ચોથા ક્વાર્ટરમાં ઝવેરાતની માંગ પ ટકા ઘટીને ૧૮૯.૮ ટન થઈ. જે ર૦ર૩ ના સમાન સમયગાળા કરતા ઓછી છે. આખા વર્ષની માંગ ર ટકા ઘટીને પ૬૩ ટન થઈ. રિપોર્ટ અનુસાર ચોથા ક્વાર્ટરમાં સોનાની માંગ મુખ્યત્વે ઓક્ટોબરના અંત (દિવાળીની ખરીદી દરમિયાન) અને નવેમબર (લગ્નની સીઝનની શરૂઆતમાં) પર કેન્દ્રિત હતી.
વર્લ્ડ ગોલ્ડ કાઉન્સિલના ઈન્ડિયા રિજનના સીઈઓ સચિન જૈને જણાવ્યું હતું કે, વર્ષ ર૦૧૩ પછી દેશમાં સોનામાં રોકાણની માંગ સૌથી વધુ હતી. મોટા શહેરોમાં ઈ-કોમર્સ પ્લેટફોર્મ દ્વારા નાના સોનાના સિક્કા અને બારની ડિલિવરીથી આમાં મદદ મળી. ર૦રપ માં સોનાની કુલ માંગ ૭૦૦-૮૦૦ ટન રહેવાની ધારણા છે. જો કિંમતો વર્તમાન સ્તરની આસપાસ રહે છે, તો લગ્ન સંબંધિત ખરીદીને કારણે ઘરેણાની માંગમાં સુધારો થઈ શકે છે. રિટેલ રોકાણકારો ગોલ્ડ ઈટીએફ, ડિજિટલ ગોલ્ડ અને સોનાના સિક્કા અને બારમા રસ રાખતા રહેશે.
ર૦ર૪ માં દેશની કુલ સોનાની આયાત ૪ ટકા ઘટીને ૭૧ર.૧ ટન થઈ. આયાત ડ્યુટીમાં મોટા પાયે ઘટાડો કરવા છતાં જુલાઈ ર૦ર૪ ના છેલ્લા અઠવાડિયામાં સોનાની આયાતમાં કોઈ નોંધપાત્ર વધારો જોવા મળ્યો નથી. ઓગસ્ટમાં માંગ અને આયાતમાં વધારો થયો હોવા છતાં આ વલણ લાંબો સમય ટકી શક્યું નહીં. રિપોર્ટ અનુસાર વૈશ્વિક કેન્દ્રિય બેંકોએ ર૦ર૪ માં ૧,૦૪પ ટન સોનું ખરીદ્યું. ચોથા ક્વાર્ટરમાં આ ખરીદી વધીને ૩૩૩ ટન થઈ ગઈ.
રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે ર૦૧ર પછી પહેલીવાર ભારતની સોનાની માંગ ચીન કરતા વધી ગઈ છે. ર૦ર૪ ના એપ્રિલ-જૂન ક્વાર્ટરથી ચીનમાં ઝવેરાતની માંગ ભારત કરતા ઓછી રહી છે. ચીનમાં આર્થિક મંદીને કારણે સોનાની ગ્રાહક માંગ પર અસર પડી હતી. છેલ્લા બે ત્રિમાસિક ગાળામાં ચીનની રોકાણ માંગ ભારત કરતા વધારે હોવા છતાં ભારતમાં એકંદર ગ્રાહકમાં માંગ (ઝવેરાત અને રોકાણ બન્ને સહિત) વધુ રહી છે. ડિસેમ્બર ર૦ર૪ ક્વાર્ટરમાં ચીનની કુલ ગ્રાહક માંગ ૧૮૯.૯ ટન હતી, જ્યારે ભારતની માંગ ર૬પ.૮ ટન હતી.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial