Advertisement
Author: નોબત સમાચાર

ટ્રાન્સફોર્મર પરથી કબૂતર લેવા ગયેલા યુવાનને વીજ આંચકોઃ કરૂણ મૃત્યુ

સલાયામાં અકળ કારણથી વિષપાન કરનાર યુવતીનું મોતઃ

જામનગર તા.૬ : જામનગરના શિવનગર પાસે એક કારખાના નજીક વીજ કંપનીના ટ્રાન્સફોર્મર પર બેસેલા કબૂતરને ઉતારવા ચઢેલા એક યુવાનને ટીસીમાંથી વીજ આંચકો લાગ્યો છે. આ યુવાનનું મૃત્યુ નિપજ્યું છે. જ્યારે સલાયામાં રહેતા એક યુવતીએ અકળ કારણથી વિષપાન કર્યા પછી તેણી પર કાળનો પંજો પડ્યો છે.

જામનગરના ગોકુલનગર નજીક શિવનગરમાં કોળી સમાજની વાડી પાસે વસવાસ કરતા મંગુબેન ભાણજીભાઈ ગુજરીયા નામના મહિલાનો પુત્ર સન્ની (ઉ.વ.રર) ગઈકાલે સાંજે ગોકુલનગર નજીક પટેલ એસ્ટેટમાં આવેલા ચાંમુડા મશીન ટુલ્સ નામના કારખાના પાસે હતો.

આ વેળાએ સન્નીએ કારખાના પાસે આવેલા વીજ કંપનીના ટ્રાન્સફોર્મર પર કબૂતર બેસેલુ જોઈ તેને લેવા માટે ટ્રાન્સફોર્મર પર ચઢવાનું શરૂ કર્યું હતું. આ વેળાએ તે યુવાનને જોરદાર વીજ આંચકો લાગતા તે નીચે પછડાયો હતો. સારવાર માટે ખસેડવાની કરાયેલી તજવીજ વચ્ચે આ યુવાનનું મૃત્યુ નિપજ્યું છે. મંગુબેને પોલીસને જાણ કરી છે.

ખંભાળિયા તાલુકાના સલાયાના માંંઢા રોડ પર રહેતા સોમૈયાબેન આમદભાઈ ગજણ (ઉ.વ.૧૯ નામના અપરિણીત યુવતીએ ગઈ તા.ર૮ની સવારે પોતાના ઘરે કોઈ અકળ કારણથી ઝેરી દવા પી લીધી હતી. તેની જાણ થતાં આ યુવતીને સારવાર માટે દવાખાને ખસેડવામાં આવ્યા હતા. સારવાર દરમિયાન તેણીનું ગઈકાલે મૃત્યુ નિપજ્યું છે. મૃતકના મોટાભાઈ ઈરફાન ગજણે પોલીસને જાણ કરી છે. સલાયા મરીન પોલીસે આત્મ હત્યાનું કારણ જાણવા તપાસ આરંભી છે.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh