Advertisement
Author: નોબત સમાચાર

ઉત્તર-પૂર્વ ભારત અને હિમાલયના રાજ્યોમાં વરસાદની આગાહીઃ કેટલાક સ્થળે ધૂમ્મસ છવાયો

રાજસ્થાનમાં વાદળીયુ વાતાવરણઃ હરિયાણા-પંજાબમાં માવઠું થશે

નવી દિલ્હી તા. ૩: ઉત્તર ભારત, પૂર્વ ભારત, હિમાલયના રાજ્યોમાં વરસાદની આગાહી થઈ છે. તે ઉપરાંત હરિયાણા અને પંજાબમાં પણ કમોસમી વરસાદ તથા રાજસ્થાનમાં વાદળીયા વાતાવરણની આગાહી કરવામાં આવી છે, તો કેટલાક સ્થળોએ ગાઢ ધૂમ્મસની શકયતા છે.

હવામાન વિભાગના જણાવ્યા અનુસાર તા. ૬ અને ૭ ફેબ્રુઆરીએ અરૂણાચલ પ્રદેશ અને ઉત્તરપૂર્વ આસામમાં વાવાઝોડા અને વીજળી સાથે હળવાથી મધ્યમ વરસાદની સંભાવના છે. જ્યારે ૭-ફેબ્રુઆરીએ અરૂણાચલ પ્રદેશમાં કેટલાક સ્થળોએ ભારે વરસાદની સંભાવના છે.

તા. ૮-ફેબ્રુઆરીએ પશ્ચિમ હિમાલય પ્રદેશ પર વધુ એક નવો પશ્ચિમી વિક્ષેપ આવવાની શક્યતા છે. પરિણામે ૮ થી ૧૧ ફેબ્રુઆરી દરમિયાન પશ્ચિમી હિમાલય પ્રદેશમાં છૂટાછવાયાથી હળવો વરસાદ અને હિમવર્ષાની સંભાવના છે.

ઉપરાંત હવામાન આગાહી એજન્સી સ્કાયમેટનું કહેવું છે કે, ગિલગિટ બાલ્ટિસ્તાન, લદ્દાખ, જમ્મુ અને કાશ્મીર, હિમાલય પ્રદેશ અને ઉત્તરાખંડમાં હળવાથી મધ્યમ વરસાદની શક્યતા છે. હિમવર્ષા પણ થઈ શકે છે. પંજાબ, હરિયાણા, દિલ્હી અને પશ્ચિમ ઉત્તરપ્રદેશમાં હળવા વરસાદની ચેતવણી આપવામાં આવી છે.

પશ્ચિમી વિક્ષોભને કારણે બિહારમાં ઠંડીની અસર ચાલુ છે. જો કે, તાપમાનમાં ધીમેધીમે વધારો થવાની આગાહી છે. પટના, દરભંગા, મધુબની, મુઝફફરપુર અને ગયા સહિત ઘણા જિલ્લાઓમાં આગામી થોડા દિવસો સુધી સવારે અને સાંજે ગાઢ ધુમ્મસ છવાયું રહેશે. પશ્ચિમી પવનોને કારણે ઠંડીની અસર રહેશે અને આગામી દિવસોમાં તાપમાનમાં વધઘટ પણ જોવા મળી શકે છે. બિહાર ઉપરાંત ઓડિશા અને હિમાચલ પ્રદેશમાં સવારે ગાઢ ધુમ્મસ છવાઈ જવાની શક્યતા છે.

પશ્ચિમી વિક્ષોભની અસરને કારણે આગામી ત્રણ દિવસ માટે હરિયાણા અને પંજાબમાં વરસાદ અંગે ચેતવણી આપવામાં આવી છે. ગુરૂગ્રામમાં છેલ્લા ર૪ કલાકમાં એર ક્વોલિટી ઈન્ડેક્સ ૩૦ર નોંધાયો હતો. જે 'નીચલી' શ્રેણીમાં આવે છે, જ્યારે ફરીદાબાદનો એર ક્વોલિટી ઈન્ડેક્સ ર૧૭ હતો.

રાજસ્થાનમાં પશ્ચિમી વિક્ષોભને કારણે જયપુર, અજમેર, ધોલપુર અને બિકાનેર સહિત ઘણા જિલ્લાઓમાં હળવો વરસાદ પડ્યો છે. અજમેરમાં ૩.૪ મીમી, ધોલપુરમાં ર.૦ મીમી અને જયપુરમાં ૧.૦ મીમી વરસાદ નોંધાયો છે. સંગારિયામાં લઘુત્તમ તાપમાન ૬.૭ ડીગ્રી અને જેસલમેરમાં ૮.૪ ડીગ્રી નોંધાયું હતું. હવામાન વિભાગે આગાહી કરી છે કે, આગામી દિવસોમાં વાદળોની ગતિવિધિ ચાલુ રહેશે.

ઉત્તર ભારતમાં વાતારવણ બદલાતું હોય, તેમ લાગી રહ્યું છે. કારણ કે, પશ્ચિમી વિક્ષોભને કારણે ઉત્તર પ્રદેશ, રાજસ્થાન અને બિહાર સહિત ઘણા રાજ્યોમાં ઠંડી વધી છે. છેલ્લા કેટલાક દિવસોમાં દિલ્હીમાં હળવો વરસાદ નોંધાયો છે. વરસાદ બાદ તાપમાનમાં પણ ઘટાડો નોંધાયો હતો. દિલ્હી-એનસીઆરમાં પશ્ચિમી પવનો ફૂંકાઈ રહ્યાં છે. જેના કારણે સવાર અને સાંજે ઠંડીમાં વધારો થયો છે.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh