Advertisement
Author: નોબત સમાચાર

આઠ ઉમેદવારના ફોર્મ રદ કરવા સામે 'આપ'ની હાઈકોર્ટમાં ધાઃ આવતીકાલે થશે સુનાવણી

ભાણવડ નગરપાલિકાની ચૂંટણી માટે

ખંભાળિયા તા. ૬: દ્વારકા જિલ્લાના ભાણવડ નગરપાલિકામાં 'આપ' પાર્ટીના આઠ ઉમેદવારોના ફોર્મ રદ કરવા સામે આપ પાર્ટીએ હાઈકોર્ટમાં ધા નાખી છે, જેની કાલે સુનાવણી થશે.

દેવભૂમિ દ્વારકા જિલ્લામાં પાલિકાઓની ચૂંટણીઓમાં ભાજપને ચૂંટણી પહેલા જ જ્યાં અગાઉ કોંગ્રેસની નગરપાલિકા હતી તે ભાણવડ શહેરમાં આઠ બેઠકો બિનહરિફ મળી હોય, બાકીની ૧૬ બેઠકો પર ચૂંટણી છે ત્યારે તેમાંથી માત્ર પાંચ બેઠક મળે એટલે ભાજપની સત્તા આવે તેમ હોય, ભાજપ અહીંથી વિજેતા અત્યારથી મનાય છે ત્યારે આપના આઠ ઉમેદવારોના ઉમેદવારી પત્ર ચૂંટણી અધિકારી મામલતદાર દ્વારા રદ કરવામાં આવતા આપ પાર્ટીના રાજ્ય પ્રમુખ ઈશુદાન ગઢવીએ પત્રકાર પરિષદ પછી રાજ્ય ચૂંટણી પંચમાં ફરિયાદ કરી છે. પરાગ જયસુખ મીડિયા પીટીશનર છે તથા પુનીત જુનેજા એડવોકેટ દ્વારા હાઈકોર્ટમાં અરજી ભાણવડ ચૂંટણી અધિકારી વિરૂદ્ધ કરાઈ છે. આની સુનાવણી તા. ૭-ર-ર૦રપ ના થનાર છે.

કોંગ્રેસ સાથે આમ આદમી પાર્ટીની ગોઠવણી ભાજપને ફળી !

દ્વારકા જિલ્લાના ભાણવડમાં ફોર્મ ભરતા પહેલા જ કોંગ્રેસ અને આપ વચ્ચે ગોઠવણી થઈ હતી જે મુજબ વોર્ડ ૧ થી ૬ મા વોર્ડ નંબર બે મા તથા વોર્ડ ૬ મા ભાજપની સામે માત્ર આમ આદમીએ આઠ ઉમેદવારો ઉતાર્યા હતાં જ્યારે બાકીના ચાર વોર્ડ ૧, ૩, ૪, પ માં કોંગ્રેસે ૧૬ ઉમેદવારો રાખેલા અને જે ટેકનિકલ કારણોસર રાષ્ટ્રીય પક્ષે રાજ્યપક્ષ તરીકે દેખાડતા વાંધાઅરજી પરની ચૂંટણી અધિકારી અજીતભાઈ ચાવડાએ વોર્ડ ર અને ૬ ના આપના ઉમેદવારોના ફોર્મ રદ્ કર્યા હવે એ આમ આદમી અને કોંગ્રેસ વચ્ચે સમજુતી ના થઈ હોત તો આ બન્ને વોર્ડ પર પણ કોંગ્રેસે ફોર્મ ભર્યા હોત તો ભાજપની આઠ બેઠક બિનહરિફ ના થઈ હોત. ભાજપ આ વખતે મજબૂત અને જીતે તેમ હોય, કોંગ્રેસ અને આપે અહીં સમજુતી કરીને બે વોર્ડની ૮ બેઠકો પર આપ અને ચાર વોર્ડની ૧૬ બેઠકો પર કોંગ્રેસ ફોર્મ ભરશે તેવું ગોઠવાયું હતું. ભાજપના બન્ને હરિફ પક્ષોની ગોઠવણી ભાજપને ફાયદો કરી ગઈ અને રેકોર્ડરૂપ આઠ બેઠકો બિનહરિફ મળી ગઈ, જો કે મામલો હાઈકોર્ટમાં પહોંચતા હવે આગળ શું થાય છે તે બાબત સમગ્ર જિલ્લામાં ભારે ઉત્તેજના સાથે ચર્ચા છે તો પાલિકાની ચૂંટણીમાં હાઈકોર્ટમાં જવાનો પ્રથમ બનાવ બન્યો છે તથા હાઈકોર્ટમાં પીટીશન દાખલ થઈ છે તે વોર્ડ ૬ ના આપના ઉમેદવાર પરાગભાઈ જયસુખભાઈ પીઠિયા છે.

દ્વારકા જિલ્લામાં ભાણવડ પાલિકામાં આપ-કોંગ્રેસની સમજુતિ સલાયામાં સામસામે લડત

એમ કહેવાય છે કે રાજકારણમાં ગમે તે થાય, કંઈક આવું જ દ્વારકા જિલ્લાની નગરપાલિકાઓમાં થયું છે. દ્વારકા જિલ્લાની ત્રણ નગરપાલિકાઓ સલાયા, દ્વારકામાં પાલિકાની ચૂંટણીઓ છે જેમાં સલાયામાં ભાજપ, એઆઈએમઆઈ તથા કોંગ્રેસની સામે આપ પાર્ટી લડે છે તો આમ આદમી પાર્ટીએ ભાણવડમાં કોંગ્રેસ સાથે ગોઠવણી કરી હતી અને ભાણવડની ર૪ બેઠકોમાં આઠ આપ અને ૧૬ પર કોંગ્રેસ લડવા ઉતરી હતી. સલાયામાં ર૮ બેઠકો હોય આપ-કોંગ્રેસ વચ્ચે સમજુતી બેઠકોની વહેંચણીમાં ના થતા અહીં આપ-કોંગ્રેસ ર૮ એ અ૮ પર આપ સામે છે. ઉલ્લેખનિય છે કે ગત્ વિધાનસભાની ચૂંટણીમાં સલાયામાંથી ભાજપ-કોંગ્રેસ કરતા આપના ઉમેદવાર ઈશુદાન ગઢવી વધુ મત લઈ ગયા હતાં ત્યારે એક જ જિલ્લાની બે પાલિકામાં આવી સ્થિતિ ભારે ચર્ચાપાત્ર બની છે.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh