Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન, જામનગર તથા
જામનગર તા. ૬: જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન, જામનગર તથા સરકારી અધ્યાપન મંદિર, ધ્રોલના પૂર્વ તાલીમાર્થી ઓ માટે વિશેષ સ્નેહ મિલન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. આ કાર્યક્રમમાં વર્ગ-૧ અને વર્ગ-૨ના અધિકારીઓ તેમજ એવોર્ડ વિજેતા શિક્ષકોને સન્માનિત કરવામાં આવશે. સાથે જ પૂર્વ અધ્યાપકો માટે વિદાય સત્કાર કાર્યક્રમ યોજાશે.
૧૯૬૦ થી ધ્રોલમાં સ્થાપિત સરકારી અધ્યાપન મંદિર, જે હાલ જિલ્લાના શિક્ષણ અને તાલીમ ભવન, જામનગર તરીકે કાર્યરત છે, તેમાં અનેક શિક્ષકોને તાલીમ આપવામાં આવી છે. આ સંસ્થાએ રાજ્યની વિવિધ પ્રાથમિક શાળાઓ માટે લાયક અને કુશળ શિક્ષકો તૈયાર કર્યા છે. જે તાલીમાર્થીઓએ અહીંથી પીટીસી અભ્યાસક્રમ પૂર્ણ કર્યો છે, તેઓ હાલમાં રાજ્યના વિવિધ જિલ્લાઓમાં પ્રાથમિક શિક્ષક કે શિક્ષણ વિભાગના અધિકારી તરીકે સેવા આપી રહૃાા છે. અનેક તાલીમાર્થીઓએ સરકાર તથા વિવિધ સંસ્થાઓ દ્વારા શ્રેષ્ઠ શિક્ષક તરીકે એવોર્ડ પણ પ્રાપ્ત કર્યા છે.
તા. ૨૯ અને ૩૦ માર્ચ ૨૦૨૫ દરમિયાન જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન, જામનગરમાં સ્નેહ મિલન કાર્યક્રમ યોજાનાર છે. જેમાં શિક્ષણ વિભાગના ઉચ્ચ અધિકારીઓ, શિક્ષક સંઘના હોદ્દેદારો તેમજ આમંત્રિત મહેમાનો હાજર રહેશે.
વિશેષ રૂપે, કાર્યક્રમ દરમિયાન લોકડાયરો પણ યોજાશે. રાજ્યના કોઈપણ જિલ્લાઓમાં નોકરી કે વ્યવસાય કરતા આ સંસ્થાના પૂર્વ તાલીમાર્થીઓને આમંત્રણ આપવામાં આવે છે અને તેમને આ ભવ્ય સ્નેહ મિલન સમારોહમાં સહભાગી થવા અપીલ કરવામાં આવે છે.
વધુ માહિતી માટે ડેનિશભાઈ ઘેટીયા (૯૭૯૮૪ ૬૮૯૯૮), અથવા અમિતભાઈ સોની (૯૯૨૫૦ ૨૯૧૪૦), આસિફભાઈ જામી (૯૫૭૪૫ ૬૦૧૧૧), રામભાઈ ખૂંટી (૯૮૭૯૮ ૫૪૪૪૦), જયેશભાઈ ખાંટ (૯૦૮૧૪ ૨૦૨૭૪)નો સંપર્ક કરવો.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial