Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
રોકાણકારોના સાત લાખ કરોડ રૂપિયા સ્વાહાઃ ૧૯૯૬ પછી સતત પાંચ મહિના સુધી પહેલી વખત માર્કેટ તૂટ્યું: ર૮ વર્ષનો રેકોર્ડ તૂટ્યોઃ ગભરાટ
મુંબઈ તા. ર૮: ટ્રમ્પ ઈફેક્ટથી શેરબજાર ઉંધા માથે પછડાયું છે. સેન્સેક્સ ૧૪૦૦ પોઈન્ટથી વધુ તૂટ્યો છે. નિફ્ટી ૪૦૦ થી વધુ પોઈન્ટ ડાઉન છે. ૧૯૯૬ પછી પહેલીવાર શેરબજાર સતત પાંચ મહિના ગબડ્યું છે. બજારના કડાકાથી રોકાણકારો સ્તબ્ધ થ્છે. મુડી એકધારી ધોવાઈ રહી છે. એક અંદાજ મુજબ રોકાણકારોના રૂ. સાત લાખ કરોડ ધોવાયા છે.
સપ્તાહના છેલ્લા કારોબારી દિવસે શુક્રવારે શેરબજારની શરૂઆત ઘટાડા સાથે થઈ. બન્ને મુખ્ય સૂચકાંકો, સેન્સેક્સ અને નિફ્ટી, લાલ નિશાનમાં ખૂલ્યા. બેન્કીંગ અને આઈટી ક્ષેત્રના મોટા શેરોમાં ઘટાડાને કારણે બજાર દબાણ હેઠળ આવ્યું. યુએસ પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પના નવા ટેરિફ નિવેદનો પર રોકાણકારો પ્રતિક્રિયા આપી રહ્યા હતાં. ઉપરાંત જીડીપી ડેટાની પણ રાહ જોવાઈ રહી હતી.
આજે ઈન્ટ્રાડે સેન્સેક્સ ૧૪૦૦ પોઈન્ટ તૂટ્યો હતો. સવારે ૧૦-૧પ વાગ્યે બીએસઈ સેન્સેક્સ ૯૮૧ પોઈન્ટ અથવા ૧.રપ ટકા ઘટીને ૭૩,૬૩૧ પર રહ્યો હતો. નિફ્ટી પ૦ પણ ૪૦૦ પોઈન્ટ અથવા ૧.ર૧ ટકા ઘટીને રર,રર૮ પર ટ્રેડ થઈ રહ્યો હતો. આ ઘટાડાને કારણે બીએસઈ લિસ્ટેડ કંપનીઓનું માર્કેટ કેપ ૭ લાખ કરોડ રૂપિયા ઘટી ગયું છે.
શેરબજારમાં સતત પાંચમા મહિને ઘટાડો થયો છે. ૧૯૯૬ પછી આ પહેલીવાર છે જ્યારે શેરબજારમાં સતત પાંચ મહિના સુધી ઘટાડો થયો છે. આજે બજારમાં કડાકો બોલી જતા રોકાણકારો સ્તબ્ધ થઈ ગયા છે. મુડીનું એકધારૂ ધોવાણ થઈ રહ્યું છે. જો ર૮ વર્ષનો રેકોર્ડ તૂટ્યો છે.
આ ઉપરાંત ભારતીય શેરબજારમાં ભારે વેચવાલી જોવા મળી રહી છે. મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા, ઈન્ડસઈન્ડ બેંક જેવા શેરોમાં ભારે ઘટાડા સાથે કારોબાર થઈ રહ્યો છે. મિડકેપ અને સ્મોલકેપમાં પણ વેચવાલી જોરદાર છે. અત્યાર સુધીની માહિતી અનુસાર ટોપ લૂઝર્સ શેર્સની વાત કરીએ તો ઈનડસઈન્ડ બેંક, ટેક મહિન્દ્રા, મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા, વિપ્રો અને એચસીએલ ટેકના શેર્સમાં પ થી ૩ ટકા સુધીનો કડાકો નોંધાઈ ચૂક્યો છે અને આ તમામ સ્ટોક્સ નુક્સાન સાથે ટ્રેડ થઈ રહ્યા છે, જ્યારે આવા કડાકાવાળી સ્થિતિમાં પણ ટોપ ગેનર્સમાં કોલ ઈન્ડિયા, એચડીએફસી બેંક, શ્રીરામ ફાઈનાન્સ અને ગ્રાસિમ જેવી કંપનીઓ રહી છે.
બીજી તરફ સોનાના ભાવમાં પણ મોટો ઘટાડો નોંધાયો હતો. એમસીએક્સ ગોલ્ડ રેટમાં શુક્રવારે સવારે સેશન દરમિયાન ભારે દબાણ જોવા મળ્યું. આજે એપ્રિલ ર૦રપ ની એક્સપાયરી માટે સોનાનો વાયદાનો ભાવ ૮૪,૮૯૯ રૂપિયા પ્રતિ ૧૦ ગ્રામના ભાવે ખૂલ્યું અને ઓપનિંગ બેલની અમુક જ મિનિટોમાં તે ૮૪,૮૪૦ રૂપિયાના ઈન્ટ્રા ડેના લોને સ્પર્શી ગયો. ઈન્ટરનેશનલ માર્કેટમાં પણ સોનામાં ભારે વેચવાલીનું દબાણ જોવા મળ્યું.
અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે ૪ માર્ચથી મેક્સિકો અને કેનેડા સામે ટેરિફની શરૂઆતની જાહેરાત કરી દીધી છે, જ્યારે ચીન સામેનું ટેરિફ પણ વધારાશે. આ જાહેરાત પછી એનવીડિયામાં રાતોરાત ૮.પ ટકાનો કડાકો નોંધાયો હતો. જેના કારણે નેસ્ડેક પણ હચમચી ગયું હતું, જેની અસર આજે એશિયન બજારમાં જોવા મળી હતી અને હવે ભારતીય બજાર પણ ગગડી રહ્યું છે, અને આ લખાય છે ત્યાં સુધી ઈન્ટ્રા ડે ઘટાડો યથાવત્ રહ્યો છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial