Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
એમ.પી. શાહ મેડિકલ કોલેજના
જામનગર તા. ર૮: જામનગરની એમ.પી. શાહ મેડિકલ કોલેજ (સરકારી) ના એનેસ્થેશિયોલોજી વિભાગના એડી. પ્રોફેસર ડો. દિપક રાવલ સામે થયેલ જાતિય સતામણીના આક્ષેપો અંગે નિમાયેલ તપાસ સમિતિએ ડો. દિપક રાવલને સંપૂર્ણપણે ક્લીનચીટ આપી છે.
ડો. દિપક રાવલ સામે જાતિય સતામણીના આક્ષેપો અંગેના અહેવાલ પ્રકાશીત થતા જ મેડિકલ કોલેજના ડીન ડો. નંદિની દેસાઈ દ્વારા તપાસ કમિટીની રચના કરવામાં આવી હતી. આ કમિટીએ એનેસ્થેશિયોલોજી વિભાગના વિદ્યાર્થીઓ ઉપરાંત નર્સિંગ સ્ટાફ, અમુક ડોક્ટરો મળી આશરે ૬૦ લોકોના નિવેદન લેવામાં આવ્યા હતાં, પરંતુ આપેક્ષોને કોઈ સમર્થન મળ્યું ન હતું.
આખરે તપાસ કમિટીના અહેવાલ પછી ફાઈનલ રિપોર્ટ તા. ર૬ ના ડો. રાવલને મળ્યો હતો જેમાં સ્પષ્ટ ઉલ્લેખ કરાયો છે કે, જાતિય સતામણીનો કોઈ કિસ્સો ગત્ વર્ષમાં અથવા તાજેતરમાં નોંધાયેલ નથી.
ડો. દિપક રાવલના પત્ની ડો. સુહાગ દિપક રાવલએ એક લેખિત નિવેદનમાં જણાવ્યા મુજબ તેમના પતિ ર૭ વર્ષથી નિષ્ઠાપૂર્વક ફરજ બજાવી રહ્યા છે. તેમના વિરૂદ્ધ આજ સુધી એક પણ ફરિયાદ ઊઠવા પામી નથી અને તેમને બેસ્ટ ટીચર તરીકેનો બોલ્ટ એવોર્ડ તા. ૧પ-૧૦-ર૦૦૪ ના અમદાવાદમાં કે.કે. શાસ્ત્રીના હસ્તે મળ્યો હતો. તથા ઈન્દિરા ગાંધી નેશનલ ઓપન યુનિવર્સિટી નવી દિલ્હી દ્વારા પીજીડી એમએચએમની ડીગ્રી વર્ષ ર૦૦૭-ર૦૦૮ મા તેમને મળી હતી. તેઓ કોલેજની અનેક કમિટીમાં નોડલ ઓફિસર તરીકે સેવા આપે છે. જીએમટીએ જામનગરના પ્રેસિડેન્ટ છે.
ઈન્ડિયન સોસાયટી ઓફ એનેસ્થેશિયોલોજીની જામનગર બ્રાન્ચમાં વર્ષ સુધી સેક્રેટરી તરીકે તથા આઈએમએ જામનગર બ્રાન્ચમાં સપોર્ટ સેક્રેટરી તરીકે સેવા આપી છે.
રાજ્યમાં યોજાતી એનેસ્થેશિયોલોજી વિભાગની કોન્ફરન્સમાં ચેરપર્સન તરીકે પસંદ થયા હતાં તથા નેશનલ મેડિકલ કમિટીની નવી દિલ્હીમાં પણ તેઓ પોતાના વિભાગમાંથી માત્ર એકલા જ પસંદ થયા હતાં. તેઓ એમએનસી એસેસર તરીકે વર્ષથી ફરજ બજાવે છે. તાજેતરમાં આઈઆઈપીએચ-ગાંધીનગર દ્વારા સ્ટેટ હેલ્થ લીડરશીપ એન્હાસમેન્ટ પ્રોગ્રામ ર૦ર૩-ર૪ માં ભાગ લઈ સર્ટીફિકેટ મેળવ્યું હતું.
આમ પોતાના પતિ ઉજળી કારકિર્દી ધરાવે છે, પરંતુ અમુક સંજોગોના કારણે ઊભી થયેલ આકરી અગ્નિ પરીક્ષામાંથી ખરા સોનાની જેમ જળહળીને સુખરૂપ બહાર આવ્યા છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial