Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
જામજોધપુરના વતની ટી.વી. ફિલ્મ કલાકાર
જામનગર તા. ર૮: જામનગર જિલ્લામાંથી અનેક રમતવીરોની સાથોસાથ અનેક કલાકારો પણ જિલ્લાનું ગૌરવ વધારી ચૂક્યા છે, તે પૈકીના હિતેશ અવિનાશ રાવલનું બાળપણ જામજોધપુરના ખરાવાડ વિસ્તારમાં વિત્યું, પિતાજીની નોકરીના પગલે તેમણે ગાંધીનગરની વાટ પકડી ત્યાં સચિવાલયમાં જોબની સાથોસાથ અભિનયના શોખના લીધે નાટકોમાં પા...પા પગલી શરૂ કરી. વર્ષ-ર૦૦૭ માં સચિવાલયની જોબમાંથી સ્વૈચ્છિક નિવૃત્તિ લઈ પૂર્ણ રીતે જીવન રંગભૂમિને અર્પણ કરી દીધું.
હિતેશ રાવલે અત્યાર સુધીમાં દેશ-વિદેશમાં ૯૦ થી ૧૦૦ નાટકોના આશરે ૩પ૦૦ જેટલા શો કર્યા છે અનેક હિન્દી ફિલ્મો અને ટીવી સિરિયલોમાં અભિનયના ઓજસ પાથરી ચૂક્યા છે. તેમની ૪ર વર્ષની અભિનય યાત્રાને બિરદાવી રાજ્ય સરકાર દ્વારા ગુજરાત ગૌરવ એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા છે. તેમણે 'શુભદા' નાટકથી ભગવાન નટરાજને જીવન સમર્પિત કરી દીધું છે.
ગુજરાત સરકારના સંગીત નાટક અકાદમી દ્વારા અલગ-અલગ નાટકો માટે કુલ ૬ વખત શ્રેષ્ઠ અભિનેતાનો એવોર્ડ હિતેશ રાવલે પ્રાપ્ત કર્યો છે. ઈ.ટી.વી. પર આવેલ 'કડકસિંહ બાપુનો હાસ્ય દરબાર' આજે પણ કલાકાર પ્રેમીઓ ભૂલ્યા નથી. દૂરદર્શનની જાણીતી સિરિયલ 'એકડાળના પંખી', 'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા', 'બાલિકા વધુ' જેવી અનેક સિરિયલોમાં હિતેશ રાવલે અનેક મહત્ત્વની ભૂમિકા ભજવી છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial