Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીના આગમન સંદર્ભે
જામનગર તા. ર૮: વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના આગમનને લઈ એરફોર્સ સ્ટેશન, સર્કિટ હાઉસ તથા મહાનુભવના કોન્વોય રૂટ સહિતના વિસ્તારોને નો ડ્રોન ફ્લાય ઝોન જાહેર કરાયા છે.
આગામી તા. ૧-ર-ર૦રપ ના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી જામનગરની મુલકાતે છે. તા. ૧ માર્ચના વડાપ્રધાન સર્કિટ હાઉસમાં રાત્રિ રોકાણ કરનાર છે. જે સંજોગોમાં દેશ વિરોધી સંગઠનો, આતંકવાદીઓ અને ભાંગફોડિયા તત્ત્વો માનવ રહિત રીમોટ સંચાલિત વિમાન જેવા સાધનો અથવા માનવ સંચાલિત નાની સાઈઝના વિમાન જેવા સંસાધનો અથવા એરો સ્પોર્ટસમાં વપરાતા ઉપકરણોનો ગેરલાભ લઈ મહાનુભાવની સુરક્ષા તેમજ કાયદો વ્યવસ્થાને ક્ષતિ ન પહોંચાડે તે હેતુથી અધિક નિવાસી કલેક્ટર બી.એન. ખેર દ્વારા ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા ર૦ર૩ ની કલમ ૧૬૩ અન્વયે જામનગર જિલ્લાના એરફોર્સ સ્ટેશન, પ્રદર્શન ગ્રાઉન્ડ, સાત રસ્તા, જામનગર એરપોર્ટથી લાલબંગલા સંકુલ સુધીનો તથા મહાનુભાવોના આવવા-જવાના કોન્વોય રૂટ અને જામનગર (શહેર) થી લાલપુર તાલુકાના મેઘપર (પડાણા) સુધીના જામનગર-ખંભાળિયા હાઈ-વેના રસ્તાની આજુબાજુના વિસ્તારોને 'નો ડ્રોન ફ્લાય ઝોન' જાહેર કરેલ છે અને તે વિસ્તારમાં રિમોટ કંટ્રોલથી ચલાવવામાં આવતા ડ્રોન, ક્વાડ કોપ્ટર, પાવર્ડ એરક્રાફ્ટ, હેંગ ગ્લાઈડર, પેરા ગ્લાઈડર, પેરા મોટર તેમજ હોટ એર બલૂન તથા પેરા જમ્પિંગ ચલાવવા કે કરવા પર પણ સંપૂર્ણ પ્રતિબંધ ફરમાવવામાં આવેલ છે. પોલીસ વિભાગ અને સુરક્ષાબળોના ઉપરોક્ત સંસાધનોને આ જાહેરનામામાંથી મુક્તિ આપવામાં આવે છે. આ હુકમ તા. ર૮-ર-ર૦રપ ના કલાક ૦૦-૦૦ થી તા. ર-૩-ર૦રપ ના ર૩ કલાક સુધી અમલમાં રહેશે. આ જાહેરનામાનો ભંગ કરનાર ભારતીય ન્યાય સંહિતા ર૦ર૩ ની કલમ રર૩ તળે શિક્ષાપાત્ર થશે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial