Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
વધુને વધુ કુમારિકાઓને પ્રસાદી લેવા આયોજકોની અપીલઃ
દ્વારકા તા. ર૮: દ્વારકાના કકલાસ કુંડ સમિપ આવેલા શ્રી રાંદલધામમાં આગામી તા. ર-૩-ર૦રપ ને રવિવારના રાંદલ માતાજીના સમૂહ લોટાનું ભવ્યાતિભવ્ય આયોજનને આયોજકો દ્વારા તમામ તૈયારીઓને અખરી ઓપ અપાઈ રહ્યો છે. મંદિર પરિસરને કલાત્મક લાઈટીંગ, ડેકોરેશનથી શણગારવામાં આવેલ છે. અત્યાર સુધીમાં દ્વારકા ઉપરાંત મુંબઈ, રાજકોટ, અમદાવાદ, પોરબંદર, ઓખા સહિત અનેક ગામમાંથી રાંદલ માતાજીના રપર જેટલા લોટા તેડવાનું રજિસ્ટ્રેશન કરાવાયું છે.
રાંદલ માતાજીના લોટા તેડવાના કાર્યક્રમ અંતર્ગત તા. બીજી માર્ચના સવારે ૮ કલાકે પૂજન, કુવારિકા ભોજન બપોરે ૧ર કલાકે, ઘોડો ઘૂમવાનો સમય સાંજે ૬ કલાકે, મહાઆરતી સાંજે ૭ કલાકે, દાંડિયા રાસ રાત્રે ૮ કલાકે તેમજ તા. ૩જી માર્ચના સવારે ૮ કલાકે ઉત્થાપન થશે. સમગ્ર ધર્મોત્સવના આયોજક શ્રી સૂર્યનારાયણ દેવ તથા શ્રી સત્યનારાયણ દેવ રહેશે.
દેવભૂમિ દ્વારકામાં સૌ પ્રથમ વખત સર્વે ધર્મપ્રેમી જનતા માટે યોજાનારા માતાજીના આ દિવ્ય અલૌકિક અવસરનો બહોળી સંખ્યામાં ભાવિકો સ્થાનિય તથા આસપાસની વધુમાં વધુ સંખ્યામાં કુમારિકાઓને પ્રસાદી ગ્રહણ કરવા આયોજકો દ્વારા અનુરોધ કરાયો છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial