Advertisement
Author: નોબત સમાચાર

ભારતીય જનતા પાર્ટી દ્વારા જામનગર શહેર-જિલ્લાના હોદ્દેદારોની નિમણૂક

જિલ્લા ભાજપ યુવા મોરચાના પ્રમુખ તરીકે ગિરીરાજસિંહઃ

                                                                                                                                                                                                      

જામનગર તા. ૨૫: ભારતીય જનતા પાર્ટી દ્વારા જામનગર શહેર તથા જિલ્લા કક્ષાએ હોદ્દેદારોની નિમણૂક કરવામાં આવી છે. જેમાં જામનગર શહેરમાં ઉપપ્રમુખ તરીકે અશોકભાઈ વસીયર અને રેખાબેન વેગડ, યુવા મોરચાના મહામંત્રી તરીકે પાર્થભાઈ ચોવટીયા, અનુ.જાતિ મોરચાના પ્રમુખ તરીકે ચંદ્રગુપ્ત રાઠોડ, વોર્ડ નં. ૨ અને ૬માં મંડલ પ્રમુખ તરીકે અનુક્રમે દિગ્પાલસિંહ જાડેજા અને રાહુલ ચૌહાણની નિમણૂક કરવામાં આવી છે.

જામનગર જિલ્લામાં ઉપપ્રમુખ તરીકે અરશીભાઈ કરંગીયા અને હીરજીભાઈ ચાવડા, મંત્રી તરીકે લખમણભાઈ ખુંટી, યુવા મોરચાના પ્રમુખ તરીકે ગિરિરાજસિંહ જાડેજા, લઘુમતી મોરચાના મહામંત્રી તરીકે રજાક અલારખા ખીરા, ઉપરાંત જામનગર તાલુકાના મંડલ પ્રમુખ તરીકે હરપાલસિંહ ચુડાસમાની નિમણૂક કરવામાં આવી છે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh