Advertisement
Author: નોબત સમાચાર

નગરની ગુરૂ ગોબિંદસિંઘ સરકારી હોસ્પિટલના સર્જરી વિભાગની મુલાકાત લેતા આરોગ્ય મંત્રી

મંત્રીશ્રી દ્વારા દર્દીઓ સાથે પ્રત્યક્ષ સંવાદ કરાયોઃ

                                                                                                                                                                                                      

જામનગર તા. ૨૫: રાજ્યના આરોગ્ય મંત્રી પ્રફુલ પાનશેરિયાએ જામનગરની ગુરૂ ગોબિંદસિંઘ સરકારી હોસ્પિટલની સર્જરી વિભાગની મુલાકાત લઈ આરોગ્ય વિષયક સેવાઓની સમીક્ષા કરી હતી.

મંત્રીશ્રીએ હોસ્પિટલના આ વિભાગના દર્દીઓને અપાતી વિવિધ સારવાર અને ઉપલબ્ધ અદ્યતન તબીબી સુવિધાઓ અંગે વિગતવાર માહિતી મેળવી હતી અને વિભાગના વોર્ડ તેમજ સ્પેશિયલ વોર્ડમાં દાખલ દર્દીઓ સાથે વ્યક્તિગત રીતે સંવાદ સાધીને તેમને મળતી સારવાર, દવાઓ અને હોસ્પિટલના મેનેજમેન્ટ વિશેના અભિપ્રાયો મેળવ્યા હતા. આ મુલાકાત દરમ્યાન સર્જરી વિભાગના વડા ડો. કેતન મહેતાએ વિભાગની કાર્યપ્રણાલી, સિદ્ધિઓ અને ઉપલબ્ધ સંસાધનો સહિતની બાબતોથી મંત્રીશ્રીને વિગતવાર માહિતગાર કર્યા હતા. આ તકે મંત્રીશ્રી સાથે મેયર શ્રીમતી મોનિકાબેન વ્યાસ, ધારાસભ્ય દિવ્યેશભાઈ અકબરી, કોલેજના ડિન ડો. નંદિની દેસાઈ તેમજ તબીબી અધિક્ષક ડો. વિજય પોપટ સહિત સર્જરી વિભાગના તબીબો સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh