Advertisement
Author: નોબત સમાચાર

બિનખેતી જમીનોના પ્રોપર્ટીકાર્ડની મંથર ગતિથી ચાલતી કામગીરી સામે ભભૂકતો રોષ

રેવન્યૂ પ્રેકટીસનર્સ એડવોકેટ એસો.ની ડીએલઆરને રજૂઆતઃ

                                                                                                                                                                                                      

ખંભાળિયા તા. ૨૫: ખંભાળિયા તાલુકામાં બિનખેતી જમીનોના પ્રોપર્ટી કાર્ડ અટકતા વકીલોમાં રોષ ફેલાયો છે અને રેવન્યુ પ્રેકિટસનર્સ (એડવોકેટ) એસોસિએશન દ્વારા ડી.એલ.આર.ને રજૂઆત કરાઈ છે. ૬ મહિનાથી પેન્ડિંગ અરજીઓ અને દોઢ વર્ષથી પડતર રિમાન્ડ કેસોના નિકાલની ભારપૂર્વક રજૂઆત કરાઈ છે.

ખંભાળિયા તાલુકાના ધરમપુર, હર્ષદપુર, રામનગર તથા શક્તિનગર વિસ્તારમાં મોટા પ્રમાણમાં બિનખેતી જમીનો આવેલી હોવા છતાં પ્રોપર્ટી કાર્ડ જનરેશનની કામગીરી ગોકળ ગતિએ ચાલી રહી હોવાનું રેવન્યુ પ્રેક્ટિશનર એડવોકેટ્સ એસોસિએશન દ્વારા રજૂઆતમાં જણાવાયું છે. પ્રોપર્ટી કાર્ડની માત્ર આશરે ૨૫ ટકા કામગીરી પૂર્ણ થઈ હોવાનું જણાવતા, પ્રોપર્ટી કાર્ડના અભાવે વેચાણ દસ્તાવેજો, ફારગતી દસ્તાવેજો, હોમ લોન અને મોર્ટગેજ લોન જેવી પ્રક્રિયાઓમાં વિક્ષેપ સર્જાઈ રહૃાો હોવાનું ધ્યાન દોરવામાં આવ્યું છે.

રજૂઆતમાં વધુમાં જણાવાયું છે કે પ્રોપર્ટી કાર્ડ મેળવવા માટે કરાયેલી અનેક અરજીઓ છેલ્લા આશરે છ માસથી પેન્ડિંગ છે, જ્યારે પ્લોટ વેરિફિકેશન, ફોર્મ-૪ તથા મંજૂરી પ્રક્રિયાના કારણે કામગીરીમાં વિલંબ થઈ રહૃાો છે. ઉપરાંત વર્ષ ૨૦૨૪-૨૫ દરમિયાન રિમાન્ડ કરાયેલા કેસો પણ લાંબા સમયથી પડતર હોવાનું જણાવતા, તાજેતરમાં નિયમિત જમીન દફતર નિરીક્ષકની નિમણૂક થયા પછી પ્રોપર્ટી કાર્ડ જનરેશનની કામગીરી ઝડપી બને તેમજ દોઢેક વર્ષથી પડતર રિમાન્ડ કેસોનો ત્વરિત નિકાલ થાય તેવી માંગણી કરવામાં આવી હતી. ડ્ઢૈંન્ઇ શ્રી ભોચીયાએ રજૂઆતને હકારાત્મક પ્રતિસાદ આપી અરજદારો તથા વકીલાત જગતના પ્રશ્નોના નિરાકરણ માટે જરૂરી કાર્યવાહી કરવામાં આવશે તેવી ખાતરી આપી હતી.

સિટી સર્વે કચેરીમાં અગાઉ ત્રણ મેન્ટેનન્સ સર્વેયર ફરજ બજાવતા હતા, જ્યારે હાલમાં જમીન દફતર નિરીક્ષક કચેરી થતા માત્ર એક જ મેન્ટેનન્સ સર્વેયર કાર્યરત હોવાનું જાણવા મળે છે. અગાઉના પડતર કામોના નિકાલ સાથે હાલની કામગીરીનું ભારણ પણ વધ્યું છે. હવે સિટી સર્વે કચેરી અને ડી.એલ.આર. વિભાગ અરજદારો તથા વકીલાત જગતના પ્રશ્નોનું કેવી રીતે નિરાકરણ લાવે છે તેના પર સૌની નજર મંડાઈ છે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh