Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
સ્થાનિકો દ્વારા યોજાયું સંમેલન
જામનગર તા. રપઃ જામનગરના જુના વિસ્તારોમાં અશાંતધારો લાગુ કરવા લોકમાંગણી ઊઠવા પામી છે.
જામનગરમાં આવેલ જુના વિસ્તારો જે આ શહેરની ઓળખ હતી જેમાં સંઘાડિયા બજાર, પતંગિયા શેરી, પાટોડી શેરી, દેવા ભાણાની શેરી,લુહારશાળ, ભટ્ટફળી, ખવાસગોરની શેરી, ઝંડુભટ્ટની શેરી, ગરબી ફળી, સઈ નીમની, ભગવાન સંગ બાપુની શેરી, ટાંક ફળી, મંડળ ફળી, હનુમાન શેરી (સામે), ખારવા ચકલો, શેઠ જમનાદાસવાળી શેરી, છીપાવાડ, ટીંબા ફળી, ધ્રુવ ફળી, જેવા વિસ્તારોમાંથી હિન્દુ સમાજના લોકો ત્યાંના વાદ-વિવાદ-ઝઘડાથી થાકીને સ્થળાંતર કરી રહ્યા છે.
જેથી તમામ વિસ્તારોમાં રહેતા લોકોએ તાજેતરમાં જાગનાથ મહાદેવ મંદિરમાં સંમેલન યોજાયું હતું, જેમાં બહોળી સંખ્યામાં સ્થાનિક રહેવાસીઓ હાજર રહ્યા હતાં, અને પોતાના વિસ્તારમાં ગુજરાત અશાંત ધારો લાગુ કરવા માંગ કરી હતી.
આગામી દિવસોમાં જુનુ જામનગરના વિસ્તારોની જે ઓળખ હતી તે જાળવી રાખવા સંગઠીત થઈને ગુજરાત અશાંત ધારો લાવવાનો નિર્ધાર કરી ધારાસભ્ય અને જિલ્લા કલેક્ટર સમક્ષ માંગણી કરવામાં આવી હતી.
આ સંમેલનમાં સ્થાનિક આગેવાનોમાં પૂર્વ નગરસેવક મનિષભાઈ કનખરા, અશ્વિનભાઈ રાયઠઠ્ઠા, નિલેષભાઈ સોની, મૃગેશભાઈ આચાર્ય, જયેશભાઈ મણિયાર, કિશોરભાઈ કાલરિયા, કીર્તિભાઈ પરીખ, આનંદભાઈ સોલંકી વિગેરે ઉપસ્થિત રહ્યા હતાં.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial