Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
જામનગર મહાનગરપાલિકામાં
જામનગર તા. ૨૫: જામનગર મહાનગરપાલિકામાં એડવાન્સ ટેકસ રીબેટ યોજનાના છેલ્લા પાંચ દિવસો જ બાકી રહ્યા છે. વર્ષ ૨૦૨૬-૨૭ના કરવેરા એડવાન્સમાં ચૂકવીને રીબેટનો લાભ લેવાની આ તક છે.
જામનગર શહેરના મિલકત ધારકો માટે જામનગર મહાનગરપાલિકા લાવ્યું છે. એડવાન્સ ટેક્સ રીબેટ યોજના. એડવાન્સ ટેક્સ મિલકત વેરા અને પાણી ચાર્જ પર જામનગર મહાનગરપાલિકા આપી રહયું છે ૧૦ થી ૨૫ ટકા સુધીનું રીબેટ/વળતર આપી રહી છે.
આ યોજના તા. ૦૧/૦૫/૨૦૨૬ થી શરૂ થયેલ છે. અને અત્યાર સુધીમાં કુલ ૬૭,૮૪૯ લોકોહએ યોજનાનો લાભ મેળવેલ હોય અને રકમ રૂ. ૩૩.૪૩ કરોડ ભરપાઈ કરી અને રકમ રૂ.૨.૭૧ કરોડ રીબેટ/વળતર પ્રાપ્ત કરેલ છે. આ યોજનાને છેલ્લા ૦૫ દિવસો જ બાકી હોય, અને તા. ૩૦/૦૬/૨૦૨૬ સુધી જ અમલમાં હોય, જામનગર શહેરીજનોને એડવાન્સ મિલકત વેરા અને પાણી ચાર્જ (નાણાકીય વર્ષ ૨૦૨૬-૨૭) ભરપાઈ કરવા મહાનગર પાલિકા અનુરોધ કરવામાં આવ્યો છે.
ગ્રીન એનજીર્માં પ્રોત્સાહન સ્વરૂપે તા. ૩૧/૦૩/૨૦૨૬ અગાઉ રહેણાંક મિલકતોમાં તથા બિન રહેણાંક મિલકતોમાં સોલાર અને સોલાર રૂફટોપ એનર્જી સીસ્ટમ વ્યક્તિગત ધોરણે ઇન્સ્ટોલ કરવામાં આવેલ હોય, તેઓને એક વખત હાઉસ ટેક્સના ધોરણે ૫ ટકા ટેક્સમાં વધારાનું રીબેટ આપવામાં આવે છે. સતત ત્રણ વર્ષ સુધી એડવાન્સ ટેક્સ ભરનારને વધારાનું બે ટકા વળતર આપવામાં આવી રહૃાું છે. આ અંગેની વધુ જાણકારી માટે મિલકત વેરા શાખા તથા વોટર વર્કસ શાખા તથા જામનગર મહાનગર પાલિકાની વેબસાઈટ પર સંપર્ક કરવા જણાવાયું છે.
૨૦૦૬ પહેલાની રેન્ટ બેઈઝ મુજબ બાકી મિલકત વેરા/વોટર ચાર્જ પર ૧૦૦ ટકા વ્યાજ માફી યોજના અને ૨૦૦૬ પછીની કારપેટ બેઈઝ મુજબ બાકી મિલકત વેરા/ વોટર ચાર્જ પર ૩૩ ટકા વ્યાજ માફી યોજના ચાલુ હોય વ્યાજ માફી યોજનાનો લાભ લેવા અપીલ કરવામાં આવી છે. મિલકત વેરા, વોટર ચાર્જ જામનગર મહાનગર પાલિકા મુખ્ય કેશ કલેક્શન વિભાગ, પાંચેય (સરૂ સેક્શન રોડ, રણજીતનગર, ગુલાબનગર, ગ્રીન સિટી, સમર્પણ ચોકડી) સિટી સિવિક સેન્ટરો, જામનગર શહેરમાં આવેલી એચડીએફસી બેન્ક, નવાનગર કો-ઓપરેટીવ બેન્ક, આઈડીબીઆઈ બેન્ક, મોબઈલ ટેક્સ કલેક્શન વેન, જેએમસી કનેકટ એપ તથા મહાનગર પાલિકાની વેબસાઈટ પર ઓનલાઇન પણ સ્વીકારવામાં આવે છે.
ઓનલાઇન વેરા ભુગતાન પર વધારાનું ર ટકા (મહત્તમ રકમ રૂ. ૨૫૦) વળતર મળવાપાત્ર હોય, ઓનલાઈન વેરા ભુગતાન કરવા આસી. કમિશનર (જામનગર મહાનગરપાલિકા)ની યાદીમાં જણાવાયું છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial