Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
જામનગર મહાનગરપાલિકાની સ્ટેન્ડિંગ કમિટીની બેઠકઃ
જામનગર તા. ૨૫: જામનગર મહાનગર પાલિકાની સ્ટેન્ડિંગ કમિટીની બેઠક આજે મળી હતી જેમાં કુલ રૂપિયા ૬ કરોડ ૧૪ લાખના વિવિધ ખર્ચને મંજૂરી આપવામાં આવી હતી.
જામનગર મહાનગર પાલિકાની સ્ટેન્ડીંગ કમિટીની બેઠક તા. ૨૫-૦૬-૨૦૨૬ના ધીરેનકુમાર પી. મોનાણીના અધ્યક્ષસ્થાને મળેલ હતી. તેમાં કુલ ૧૧ સભ્યો હાજર રહેલ હતા. આ ઉપરાંત મેયર મોનીકાબેન વ્યાસ, ડે. મેયર રાકેશભાઈ ડેર, કમિશનર દિપેશ કેડીયા, સિટી એન્જીનિયર ભાવેશભાઈ જાની, આસી. કમિશનર (વ.) મુકેશભાઈ વરણવા હાજર રહૃાા હતા.
ટુ ડિઝાઈન મેન્યુફેકચર સપ્લાઈ એન્ડ ડીલેવરી ઓફ વોટર રેસ્ક્યુ બોટ એન્ડ વેરીઅસ ટાઈપ્સ ઓફ ઈકયુમેન્ટસ એઝ પર જેએમસી ટેકનિકલ સ્પેશીફીકેશન ફોર જામનગર મ્યુનિસિપલ કોર્પોરેશન અંગે કમિશનરની દરખાસ્ત પેન્ડીંગ રાખવામાં આવી હતી.
સને ૨૦૨૬ માટે ભાડાથી બેકહો લોડર, ડમ્પર, એકસકેવેટર (હીતાચી) તથા ટ્રેકટર વીથ ટ્રોલી સપ્લાય કરવાના કામ અંગે રૂ।. ૩૪.૧૪ લાખ, પાઈલોટ બંગલાથી દિગ્જામ સર્કલ સુધી સેન્ટ્રલ લાઈટીંગ વર્ક અંગે રૂ।.૧૨.૭૦ લાખ, જામનગર મહાનગર પાલિકાના તમામ વોર્ડમાં આવેલ તમામ પ્રકારની સ્ટ્રીટ લાઈટો તથા જુદી-જુદી ઓફિસ પ્રિમાઈસીસ, કમ્પાઉન્ડ વિગેરે સ્થળોએ આવેલ તમામ સ્ટ્રીટ લાઈટો તથા હાઈમાસ્ટ ટાવર, સીસીએમએસ પેનલ તથા કન્ટ્રોલ પેનલ સ્વિચીંગ ઓન/ઓફ, નાઈટ પેટ્રોલીંગ સાથે કોમ્પ્રીહેન્સીવ નિભાવ અને મરામત માટે પાંચ વર્ષના કામની દરખાસ્ત અંગ પાંચ વર્ષના ખર્ચ અંગે સૈદ્ધાંતિક સ્વીકાર અને પ્રથમ વર્ષનું ખર્ચ રૂ।. ૫.૫૮ કરોડ મંજૂર કરાયું હતું.
જામનગર મહાનગર પાલિકા આરોગ્ય શાખા હસ્તકના મલેરિયા વિભાગની વિવિધ કામગીરી સબબ આઉટ સોર્સીંગ એજન્સી મારફત ટાટા એસ ગોલ્ડ વાહન બે સપ્લાય કરવાના કામ માટે રૂ।. ૯.૨૩ લાખના ખર્ચને મંજૂર રાખવામાં આવી હતી. આમ આજની સ્ટેન્ડિંગ કમિટીની બેઠકમાં કુલ રૂ।. ૬ કરોડ ૧૪ લાખના ખર્ચને બહાલી આપવામાં આવી હતી.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial