Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
બે સંતાનોનો આધાર છીનવાયો
ખંભાળિયા તા. રપઃ ખંભાળિયા તાલુકાના હર્ષદપુરમાં હાપીવાડી વિસ્તારમાં રહેતા સતવારા કિરીટ જેન્તિભાઈ કણઝારિયા (ઉ.વ. ૩૧)નું કતાર દેશમાં એલ.એન.જી. પ્લાન્ટમાં થયેલી દુર્ઘટના બ્લાસ્ટમાં ગંભીર ઈજા થવાથી મૃત્યુ નિપજતા ખંભાળિયા સતવારા સમાજમાં ભારે શોકની લાગણી છવાઈ છે.
ખંભાળિયાના હાપીવાડીમાં સામાન્ય સતવારા પરિવારનો કિરીટ મહેનતું હતો તથા વધુ પૈસા કમાવા મહેનત કરવા કતાર દેશમાં ગયેલો જ્યાં રવિવારે એલ.એન.જી. પ્લાન્ટમાં થયેલ બ્લાસ્ટમાં તેનું ગંભીર ઈજા થવાથી મૃત્યુ નિપજ્યું હતું.
૬ અને દોઢ વર્ષના એક બાળક-બાળકીનો પિતા કિરીટ ૩-૪ મહિના કતાર તથા અન્ય દેશોમાં કામ કરી ફરી પાછો ૧૦-૧પ દિવસ ભારત આવી ફરી વિદેશ કામ પર જતો હતો જ્યાં તા. ર૧-૬-ર૦ર૬ ના દુર્ઘટનામાં તેનું મૃત્યુ નિપજ્યું હતું.
મૃતક બે ભાઈઓ હતાં જેમાં આ નાનો હતો તથા તેમના કુટુંબીજનો દ્વારા સરકારી તંત્રની સહાયથી મૃતકની લાશને કતારમાંથી અહીં લાવવા કાર્યવાહી હાથ ધરી છે તથા શનિવાર સુધીમાં મૃતદેહ અહીં આવે તેવી સંભાવના છે.
મૃતક પરિવારનો આધારરૂપ હતો ત્યારે તેમનું કુટુંબ છત વગરનું થઈ ગયું હોય, સરકારી તંત્ર તેમને મદદરૂપ થાય તેવી પણ માંગણી થઈ છે. મૃતકની ડેડ બોડી લાવવા સતવારા અગ્રણીઓ પણ મદદરૂપ થયા છે. સતવારા જ્ઞાતિ અગ્રણી તથા હાલમાં જ રાજ્યસભા સાંસદ થયેલ જીતેન્દ્ર કણઝારિયા દ્વારા પણ દિલ્હી વિદેશ મંત્રાલયને તુરત મૃતદેહ માટે વ્યવસ્થાની રજૂઆત કરી હતી.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial