Advertisement
Author: નોબત સમાચાર

આરટીઓમાં રોજીંદી એપોઈન્ટમેન્ટની સંખ્યા વધારવા કોંગ્રેસ દ્વારા રજૂઆત

દેવભૂમિ દ્વારકા જિલ્લામાં

                                                                                                                                                                                                      

ખંભાળીયા તા. ૨૫: દેવભૂમિ દ્વારકા જિલ્લા કોંગ્રેસના કાર્યાલય મંત્રી કપિલ ત્રિવેદી દ્વારા જિલ્લા કલેકટરને લેખિત રજૂઆત કરીને દ્વારકા જિલ્લા આરટીઓ કચેરીમાં રોજીંદી ફોર વ્હીલ ડ્રાઈવીંગ લાયસન્સની એપોઈન્ટમેન્ટની સંખ્યા માત્ર ૭૦ છે તે વધારીને ૨૦૦ કરવા માંગણી કરી છે.

સમગ્ર ખંભાળીયા, ભાણવડ, દ્વારકા તથા કલ્યાણપુર તાલુકાના તમામ ગામોમાંથી ખંભાળીયામાં દ્વારકા જિલ્લા આરટીઓ કચેરીએ જ લોકો ફોર વ્હીલના ડ્રાઈવીંગ લાયસન્સ માટે આવે છે.

સવારે ૮ વાગ્યે અહીં ફોર વ્હીલ માટે એપોઈન્ટમેન્ટનો ઓનલાઈન સ્લોટ ખુલે છે ત્યારે અરજદારોની સંખ્યા વધુ હોય, માત્ર બે મિનિટમાં જ સ્લોટ ફૂલ થઈ જાય છે. આથી અરજદારો નીરાશ થઈને પાછા જાય છે. અને ફરી પાછો એક મહિના પછીનો સ્લોટમાં વારો આવે તેવી સ્થિતિ થાય છે. જેથી લોકોને ખૂબ જ પરેશાની થાય છે.

જો દેવભૂમિ દ્વારકા જિલ્લામાં આરટીઓમાં ફોર વ્હીલની ઓપોઈન્ટમેન્ટ રોજની ૭૦ ને બદલે ૨૦૦ થાય તો લોકોને હેરાનગતિ ના થાય તથા લોકોને દૂર દૂરથી ધક્કો ખાવો ન પડે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh