Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
એક વર્ષની કેદ તથા રૂ।.સાડા છ લાખનો કરાયો હતો દંડઃ
જામનગર તા. ૨૫: જામનગરના એક બિલ્ડરને રૂ।.સાડા છ લાખના ચેક પરતના કેસમાં અદાલતે કરેલી કેદ તથા દંડની સજા અપીલમાં પણ યથાવત્ રાખવામાં આવી છે.
જામનગરના બિલ્ડર શૈલેષભાઈ ડાયાભાઈ રાઠોડ પાસેથી ઠેબામાં આવેલો પ્લોટ ગીતાબેન જેરામભાઈ ખીમસુરીયાએ બાંધકામ સાથે રૂ।.સાડા સાત લાખમાં ખરીદ્યા પછી રૂ।.સાડા છ લાખ ચૂકવી આપવામાં આવ્યા હતા. બિલ્ડર શૈલેષ રાઠોડે બાકી રકમ મેળવી દસ્તાવેજ કરી આપવાનું કહ્યું હતું.
ત્યારપછી આ મકાન અન્યને વેચી નાખવામાં આવ્યાનું ગીતાબેનના ધ્યાનમાં આવતા તેઓએ શૈલેષ સાથે વાત કરતા શૈલેષે તેઓએ ચૂકવેલી રૂ।.સાડા છ લાખની રકમ પરત ચૂકવવા ચેક આપ્યો હતો. તે ચેક સહી ફરકના શેરા સાથે પરત ફરતા શૈલેષ ડાયાભાઈ સામે અદાલતમાં ફરિયાદ કરવામાં આવી હતી.
ઉપરોક્ત કેસ ચાલી જતા અદાલતે આરોપીને તકસીરવાન ઠરાવી એક વર્ષની કેદ તથા ચેકની રકમ મુજબનો દંડ ફટકાર્યાે હતો. તે હુકમ સામે કરાયેલી અપીલ ચાલી જતાં સેશન્સ કોર્ટે નીચેની કોર્ટનો હુકમ યથાવત રાખ્યો છે. ફરિયાદી તરફથી વકીલ ક્રિપાલસિંહ જાડેજા, કુલદીપસિંહ ચૌહાણ રોકાયા હતા.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial