Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
એક કલાકની જહેમત પછી આગ કાબૂમાં:
જામનગર તા. ૨૫: જામનગર નજીક વસઈ પાસે આવેલા ચોકલેટના કારખાનામાં ગઈકાલે બપોરે આગ ભભૂકી હતી. આ કારખાનાના બહારના ભાગમાં આવેલા ઓરડાઓ પાસે પડેલા ઈલેકટ્રીક વાયરના બંડલ તથા પ્લાસ્ટિકના જથ્થામાં ભભૂકતી આગને એક કલાકમાં ફાયરબ્રિગેડે કાબૂમાં કરી હતી.
જામનગર-ખંભાળિયા ધોરીમાર્ગ પર વસઈ ગામ પાસે આવેલા સ્વાન ફૂડ્સ સ્વીટ પ્રા.લિ. નામના ચોકલેટના કારખાનામાં ગઈકાલે બપોરે કોઈ કારણથી આગ ભભૂકી હતી જેની જાણ કરવામાં આવતા જામનગર મહાનગરપાલિકાની ફાયર શાખાનો સ્ટાફ ધસી ગયો હતો.
ત્યાં પહોંચીને ફાયર જવાનોએ આ કારખાનાની બહારના ભાગમાં આવેલા ઓરડા તથા પરિસરમાં સળગી રહેલા ઈલેકટ્રીક વાયરના બંડલ, પ્લાસ્ટિકના જથ્થા વગેરે પર પાણીનો મારો ચાલુ કરી આગને તાત્કાલિક કાબૂમાં લઈ લીધી હતી. અંદાજે એકાદ કલાકમાં આગ કાબૂમાં આવી જતા નુકસાન થતું અટક્યું હતું.
આગ લાગ્યાના કારણની પ્રાથમિક વિગત મુજબ કારખાનાની બહાર કચરો સળગ્યો હતો. તે પછી તેના ઉડેલા તણખા પ્લાસ્ટિક, ઈલેકટ્રીક વાયર પર પડતા આગ ભભૂકી ઉઠી હતી. આ બનાવમાં કોઈ જાનહાની થઈ નથી.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial