Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
બે સ્થળેથી ત્રણ શખ્સ વર્લીનું બેટીંગ લેતા મળી આવ્યાઃ
જામનગર તા. ૨૫: જામનગર નજીકના બજરંગપુર ગામમાં એક ખેતર સ્થિત ઓરડીમાં ગઈરાત્રે રમાતા જુગાર પર પોલીસે દરોડો પાડતા આઠ શખ્સ તીનપત્તી રમતા મળી આવ્યા હતા. રોકડ, મોબાઈલ, બાઈક મળી રૂ।.૨,૪૨,૫૦૦નો મુદ્દામાલ કબજે કરાયો છે. જ્યારે નગરમાં બે સ્થળેથી ત્રણ શખ્સ વર્લીનું બેટીંગ લેતા મળી આવ્યા છે.
જામનગર તાલુકાના બજરંગપુર ગામમાં આવેલા એક ખેતરમાં જુગારનો અખાડો ધમધમતો હોવાની બાતમી પરથી ગઈરાત્રે એક વાગ્યે પંચકોશી એ ડિવિઝનના સ્ટાફે વિજય રામજીભાઈ ચાંગાણી નામના ખેતરમાં આવેલી ઓરડીમાં દરોડો પાડ્યો હતો.
આ સ્થળે વિજય ચાંગાણીને નાલ આપી ગંજીપાનાથી જુગાર રમી રહેલા લાલજીભાઈ ભીમજીભાઈ ચાંગાણી, નરેશભાઈ ભીખાભાઈ સદાદીયા, શૈલેષભાઈ કાનજીભાઈ દુધાગરા, ભરતભાઈ દેવશીભાઈ બોરસદીયા, મનસુખભાઈ ધનજીભાઈ ચાંગાણી, જયેન્દ્રભાઈ સવજીભાઈ ચાંગાણી, કિરણભાઈ મગનભાઈ ભંડેરી નામના સાત શખ્સ મળી આવ્યા હતા. પોલીસે રૂ।.૫૨૫૦૦ રોકડા, આઠ મોબાઈલ, પાંચ બાઈક મળી રૂ।.૨,૪૨,૫૦૦નો મુદ્દામાલ કબજે કર્યાે છે. તમામ આઠ સામે જુગારધારાની કલમ ૪, ૫ હેઠળ ગુન્હો નોંધાયો છે.
જામનગરમાં ફાતમાબાઈ મસ્જિદ સામે ગઈકાલે બપોરે જાહેરમાં વર્લીના આંકડા લખતા ઈકબાલ અદ્રેમાનભાઈ મલેક, ભરતભાઈ વસંતજીભાઈ જોબનપુત્રા નામના બે વૃદ્ધને પોલીસે પકડી લઈ રૂ।.૧૦,૫૬૦ રોકડા, વર્લીના આંકડા લખેલી ચિઠ્ઠી કબજે કરી છે. જ્યારે સુભાષ શાક માર્કેટ પાસેથી સુલેમાન ઈસ્માઈલભાઈ મીઠવાણી નામના શખ્સને પણ વર્લીનું બેટીંગ લેતો પકડી લેવામાં આવ્યો છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial