Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
બે ક્લાસીસ સીલ, એકને નોટીસઃ કેટલાક ક્લાસીસમાં તાળા જોવા મળ્યા!
જામનગર તા. ૨૫: જામનગરમાં ગઈકાલે જામ્યુકોના ફાયર વિભાગ દ્વારા નગરમાં ચાલતા કેટલાક ક્લાસીસોમાં ફાયર સેફ્ટી અંગે ચકાસણી હાથ ધરવામાં આવી હતી. જેમાં બે ક્લાસીસને સીલ કરી દેવામાં આવતા અને એક ક્લાસીસને નોટીસ આપવામાં આવી હતી.
જામનગરમાં ગઈકાલે જામનગર મહાપાલિકાની ફાયર શાખા દ્વારા જુદા જુદા વિસ્તારમાં ચાલતા કોચિંગ તથા ટ્યૂશન ક્લાસમાં ફાયર સેફ્ટીના સાધનો તેમજ ફાયર એનઓસી અંગે આકસ્મિક ચકાસણી હાથ ધરવામાં આવી હતી. જેમાં જુદી જુદી ટીમોએ શહેરના અલગ અલગ વિસ્તારોમાં આવેલા કલાસીસોમાં ચેકીંગ કર્યું હતું.
ચકાસણી દરમિયાન ગુરૂદ્વારા સર્કલ પાસે આવેલા સોમૈય કોચિંગ ક્લાસમાં ફાયર એનઓસી ન હોવાનું જણાઈ આવતા તાત્કાલિક અસરથી કોચિંગ ક્લાસ બંધ કરાવી ત્યાંં અભ્યાસ કરી રહેલા વિદ્યાર્થીઓને સહી સલામત રીતે બહાર કાઢી સંસ્થાને સીલ કરી દેવામાં આવી હતી.
તે ઉપરાંત લીમડા લાઈન વિસ્તારમાં સ્મિતા કોચિંગ ક્લાસ નામના એક સ્થળે પણ ચકાસણી કરાતા ત્યાં ફાયર એનઓસી ન હોવાનંુ બહાર આવતા ક્લાસને સીલ કરવામાં આવ્યો હતો.
ત્યારપછી પટેલ કોલોની વિસ્તારની શેરી નં.૩માં આવેલા ગેલેરીયા કોમ્પલેક્ષ સ્થિત કોચિંગ ક્લાસમાં ચકાસણી કરવામાં આવી હતી. ત્યાં રાખવામાં આવેલી ફાયર સેફ્ટી સિસ્ટમમાં કેટલીક ખામીઓ જણાઈ આવતા ક્લાસીસના સંચાલકને તે માટે સુધારા કરવાની સુચના આપવામાં આવી હતી અને નોટીસ ફટકારવામાં આવી હતી. આ કલાસીસના સંચાલકને એક સપ્તાહમાં તમામ ખામી દૂર કરી ફાયર સેફટીના નિયમોના પાલન માટે સૂચના આપવામાં આવી હતી.
તે ઉપરાંત ફાયરબ્રિગેડની બે ટૂકડી શહેરના જુદા જુદા ક્લાસીસોમાં ટ્રેનીંગ આપવા માટે પણ પહોંચી હતી. જેમાં રામેશ્વરનગર નજીક એક કલાસીસ ઉપરાંત અન્ય એક કલાસીસમાં પણ આગ લાગે ત્યારે કયા પગલાં ભરવા અને તેના માટેની સાવચેતી વિશે વિગતો વિદ્યાર્થીઓને પૂરી પાડવામાં આવી હતી. જે ક્લાસીસમાં આવવા જવા માટે એક જ સીડી હોય ત્યાં બીજી સીડીની વ્યવસ્થા ઉભી કરવા ઉપરાંત ફાયર સેફ્ટીના સાધનોનો કઈ રીતે ઉપયોગ કરવો તેની પણ સમજ આપવામાં આવી હતી.
ફાયર વિભાગ દ્વારા તાજેતરમાં લખનૌમાં સર્જાયેલી કરૂણાંતિકા પછી વધુ એક વખત ફાયર વિભાગ દ્વારા ઉપરોક્ત ચકાસણીઓ શરૂ કરવામાં આવી છે તેની ભનક આવી જતાં ગઈકાલે કેટલાક ક્લાસીસમાં અધવચાળે જ ક્લાસ રોકાવી તેના સંચાલકોએ તાળા ટચકાવી દીધા હતા. તેમ છતાં આ કાર્યવાહી ફાયર વિભાગ દ્વારા આજે પણ યથાવત્ રાખવામાં આવી છે તેમ ફાયર ઓફિસર ધર્મેન્દ્રસિંહ જાડેજાએ જણાવ્યું છે. આ કાર્યવાહી આગામી દિવસોમાં પણ યથાવત રાખવામાં આવશે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial