Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
જામનગરમાં સુરત અને લખનઉ જેવા અગ્નિકાંડની સંભાવનાઃ
તાજેતરમાં લખનઉમાં સુરતના તક્ષશિલા કાંડ જેવો અગ્નિકાંડ થયો હતો જેમાં એક કોચીંગ સેન્ટરમાં આગ લાગતા અનેક વિદ્યાર્થીઓ સહિત ૧૫ લોકોએ જીવ ગુમાવ્યો હતો. જે પછી જામનગરમાં પણ તંત્ર જાગ્યું છે અને વિવિધ ટ્યૂશન ક્લાસ અને કોચીંગ સેન્ટરોમાં ચેકીંગ હાથ ધરવામાં આવ્યા અને ગઇકાલે જ ગુરૂદ્વારા તથા લીમડાલાઇન વિસ્તારમાં બે ટ્યુશન ક્લાસ સિલ કરવામાં આવ્યા હતાં. ફાયર સેફ્ટીને કારણે તંત્રએ ટ્યુશન ક્લાસ સિલ કરવાની કાર્યવાહી કરી હતી પરંતુ શહેરમાં અનેક જગ્યાએ રહેણાંક મકાનોમાં ગેરકાયદે ચાલતા નાના મોટા ટ્યૂશન ક્લાસ કે કોચીંગ સેન્ટર તરફ તંત્રનું ધ્યાન જતું નથી એ આશ્ચર્યજનક છે!
જામનગરમાં અનેક રહેણાંક મકાનોમાં કોચીંગ ક્લાસ કે ટ્યુશન કલાસનાં નામે થતી વ્યવસાયિક પ્રવૃત્તિ જોખમી છે અને વિદ્યાર્થીઓ પર જીવનું જોખમ છે. શહેરમાં ઘણી જગ્યાએ સોસાયટીઓમાં રહેણાંક મકાનોમાં ટ્યુશન ક્લાસીસ ચલાવામાં આવે છે જેમાં ફાયર સેફ્ટીના કોઈ નિયમોનું પાલન થતું હોતું નથી.
મોહનનગર રાજમોતી ટાઉનશીપ એકમાં પણ બ્લોક નં ૧ માં એક રહેણાંક મકાનમાં ટ્યુશન ક્લાસ ચલાવવામાં આવતું હોવાની તથા તેમાં નાના ભૂલકાઓ આવતા હોવાની રજૂઆત સાથે અહીં અગ્નિકાંડ થવાની સંભાવનાને ધ્યાને લઇ તાત્કાલિક કાર્યવાહી કરવા રજૂઆત કરવામાં આવી છે.
ઉલ્લેખનીય છે કે રાજ્યમાં કે શહેરમાં જ્યારે કોઈ અગ્નિકાંડ કે મોટો અકસ્માત થાય ત્યારે એ જ પ્રકારના અકસ્માતની સંભાવનાઓ ધરાવતા સ્થળો પર ડ્રાઇવ યોજવામાં આવે છે અને પછી થોડો સમય પછી ફરીથી સ્થિતિ હતી એની એ જ થઇ જાય છે ત્યારે શહેરમાં રહેણાંક મકાનોમાં ગેરકાયદે ચાલતા જોખમી ટ્યુશન કલાસીસમાં અગ્નિકાંડ થાય એ પહેલા તંત્ર જાગે એ જરૂરી છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial