Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
મોટી ગોપમાં એક શખ્સના મકાનમાંથી ૧ર ચપલા મળી આવ્યાઃ
જામનગર તા. ૨૫: જામનગર તાલુકાના ખીલોસ ગામમાં એક શખ્સના મકાનમાં ગાયો બાંધવાના વાડામાંથી પોલીસે ઈંગ્લીશ દારૂના ૩૫ ચપલા કબજે કર્યા છે. ગોકુલનગરમાં એક શખ્સના ભાડાના મકાનમાંથી નવ બોટલ દારૂ ઝડપાઈ ગયો છે. તે ઉપરાંત મોટી ગોપમાં એક શખ્સના મકાનમાંથી ૧ર ચપલા કબજે કરાયા છે.
જામનગર તાલુકાના ખીલોસ ગામમાં આવેલા ધર્મેન્દ્રસિંહ વનરાજસિંહ જાડેજા ઉર્ફે ધમાના મકાનમાં ગઈકાલે સાંજે પંચકોશી એ ડિવિઝન પોલીસ સ્ટેશનના સ્ટાફે દરોડો પાડી ગાયો બાંધવાના વાડામાં ચકાસણી કરતા ત્યાંથી ભારતીય બનાવટના અંગ્રેજી શરાબના ૩૫ ચપલા મળી આવ્યા હતા. પોલીસે ચપલા કબજે કરી ધર્મેન્દ્રસિંહની ધરપકડ કરી છે.
જામનગરના ગોકુલનગર નજીક શિવનગરમાં ભાડાના મકાનમાં રહેતા વિજય રાજુભાઈ ચાવડા નામના શખ્સના મકાનમાંથી પોલીસે ઈંગ્લીશ દારૂની નવ બોટલ ઝબ્બે લીધી છે. જોડીયા તાલુકાના કોઠારીયા ગામમાં કેનાલ પાસેથી રાહુલ સાધાભાઈ સવસેટા નામનો શખ્સ ઈંગ્લીશ દારૂના એક ચપલા સાથે મળી આવ્યો છે.
જામજોધપુર તાલુકાના મોટી ગોપ ગામમાં દેવીપૂજકવાસમાં કલા રામશીભાઈ કારેણા નામના શખ્સના મકાનમાં ગઈકાલે રાત્રે જામજોધપુર પોલીસ સ્ટેશનના સ્ટાફે દરોડો પાડતા ત્યાંથી ઈંગ્લીશ દારૂના ૧ર ચપલા મળી આવ્યા હતા. દરોડા પહેલાં કલો નાસી ગયો હતો.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial