Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
તેજસ્વી તારલાઓનું પુરસ્કારો સાથે સન્માન, મહાનુભાવોના માર્ગદર્શક પ્રવચનો
જામનગર તા. ૪: જામનગર જિલ્લાની સુપ્રસિદ્ધ મહિલા સેવાભાવી સંસ્થા શેઠ કાકુભાઈ જીવણદાસ સ્ત્રી હુન્નર ઉદ્યોગશાળા સંચાલિત શ્રીમતી યુ.પી. વ્યાસ કન્યા વિદ્યાલય, જોડિયામાં તાજેતરમાં માતૃવંદના વાર્ષિક મહોત્સવની ઉજવણી કરવામાં આવી હતી, જેનો શુભારંભ શાળાની વિદ્યાર્થીની દ્વારા "સુબહ સવેરે લેકે તેરા નામ પ્રભુ" પ્રાર્થનાથી કરવામાં આવ્યો હતો. ત્યારપછી મંચસ્થ મહાનુભાવો દ્વારા દીપ પ્રાગટ્ય કરવામાં આવ્યું હતું.
આ કાર્યક્રમમાં સંસ્થાના મેનેજીંગ ટ્રસ્ટી ભરતભાઈ સુખપરિયા, સ્થાનિક ટ્રસ્ટી અશોકભાઈ વર્મા, ટ્રસ્ટી પાર્થભાઈ સુખપરિયા, પુનિતભાઈ શેઠ, પુષ્પાબેન સુખપરિયા, ભાનુબેન સુખપરિયા, ગૃહમાતા જયોત્સનાબા, જાણીતા લેખિકા અને મોટિવેશનલ સ્પીકર વૈશાલીબેન જીવાણી, જાગૃતીબેન રાણીપા, બાલ મંદિરના આચાર્યા વિજયાબેન મકવાણા અને બાલમંદિરના શિક્ષકગણ, શાળાના આચાર્યા ક્રિષ્નાબા ચુડાસમા તથા શાળાના કર્મચારીગણ, જોડિયાના જ્યોતિબેન રારછ, હેતલબેન તથા મુસ્લિમ સમાજના આગેવાનો અને જોડીયા અગ્રણીઓ, વિદ્યાર્થિનીઓના વાલી તેમજ વિદ્યાર્થિનીએ આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યાં હતાં.
શાળાના આચાર્યા ક્રિષ્નાબા ચુડાસમાએ પધારેલ મહેમાનોનું શબ્દ પુષ્પથી સ્વાગત કર્યું હતું અને સાથે-સાથે પ્રાસંગિક ઉદ્બોધન કર્યુ હતું. માતૃ વંદના મહોત્સવ કાર્યક્રમમાં શાળાની એસ.એસ.સી તથા એચ.એસ.સી માં પ્રથમ, દ્વિતીય, તૃતીય નંબર તેમજ દરેક વિષયમાં પ્રથમ નંબર લેનાર વિદ્યાર્થિની, સ્કાઉટ ગાઈડ પ્રવૃત્તિમાં રાજ્ય પુરસ્કાર મેળવેલ, નવરાત્રી અંતર્ગત વિવિધ પ્રવૃત્તિઓમાં પ્રથમ દ્વિતીય અને તૃતીય નંબર પ્રાપ્ત કરેલ, શિક્ષક દિન ઉજવણીમાં નંબર પ્રાપ્ત કરેલ, યુવા ઉત્સવ અંતર્ગત જિલ્લા કક્ષાએ નંબર પ્રાપ્ત કરેલ, કલા ઉત્સવ અંતર્ગત બાળ કવિ ,વાદનમાં એસ.વી.એસ. કક્ષાએ પ્રથમ નંબર પ્રાપ્ત કરેલ તેમજ વિવિધ પ્રવૃત્તિઓમાં તેજસ્વી વિદ્યાર્થીઓને સંસ્થા તરફથી શિલ્ડ, સ્મૃતિ ચિન્હ અર્પણ કરી પુરસ્કૃત કરવામાં આવ્યા હતાં.
શાળાની ધોરણ ૯ થી ૧૨ની વિદ્યાર્થીઓમાં વર્ગ અનુસાર સાંસ્કૃતિક કાર્યક્રમમાં કૃતિ પ્રસ્તુત કર્યા હતાં. સ્વાગત ગીત અને આસન, શૌર્ય ગીત, ઘુમર ને વાદ્યો સાથે કૃષ્ણગીત ખૂબ ઉત્સાહ સાથે પ્રસ્તુત કરેલ. ધોરણ ૧૧ ની વિદ્યાર્થીની મકવાણા દિવ્યાબેન એ ભારતની વિવિધ ક્ષેત્રમાં પ્રથમ દસ મહિલા વિશે માર્ગદર્શન આપી સ્ત્રી સશક્તિકરણ અંગે પ્રેરક ઉદ્બોધન કર્યુ હતું.
આ કાર્યક્રમમાં ઉપસ્થિત પ્રખર વક્તા વૈશાલીબેન જીવાણીએ પોતાના વક્તવ્યમાં કહેલ કે દરેક વ્યક્તિની અંદર પ્રતિભા હોય જ છે પણ તમારે તમારી પ્રતિભા ને ઉજાગર કરવા મહેનત કરવી પડે. પોતે જ પોતાની જાતને પ્રશ્ન પૂછતા રહો કે મને હરાવી શકે તેવો વ્યક્તિ કોઈ નથી પણ તમે પોતે જ છો. તેમણે ખલીલ જીબ્રાનની વાર્તાનું ઉદાહરણ આપ્યું હતું. દરેક વિદ્યાર્થીને શુભેચ્છા પાઠવેલ અને આગળ પ્રગતિ કરતા રહો એવી શુભેચ્છાઓ પાઠવી હતી.
જોડિયાના ભરતભાઈ આહ્યા અને ક્રિષ્નાબેન ઉનડકટે પોતાના વક્તવ્યમાં કહેલ કે વિદ્યાર્થીઓએ તેમની કારકિર્દી ને ઉજળી બનાવવા અને ભવિષ્યમાં પ્રગતિ કરવા માટે સખત મહેનતની જરૂર હોય છે.
માતૃ વંદના મહોત્સવ કાર્યક્રમના અધ્યક્ષ સ્થાને બિરાજમાન સંસ્થાના મેનેજીંગ ટ્રસ્ટી ભરતભાઈ સુખપરિયાએ પોતાના પ્રવચનમાં પૂજ્ય ફૈબા તેમજ ટ્રસ્ટી શ્રી સ્વ.ધીરુભાઈ શેઠનું સ્મરણ કરી તેમની કાર્યશૈલી, ફઈબાની સમાજ સેવા પ્રવૃત્તિ, વતન પ્રત્યેનો પ્રેમ વિશે વાત કહેલ. પૂજ્ય ફઈબાએ તેમના સંકલ્પ અનુસાર આર્થિક રીતે સ્ત્રીઓ સદ્ધર બને અને સમાજમાં આગળ આવે તેવું કાર્ય ફઈબાએ કરેલ. વટ વૃક્ષ સમી શાળા ઉભી કરનાર પૂજ્ય ફઇબાને કોટી કોટી વંદન કરી, વિદ્યાર્થિનીઓને દરેક કાર્યમાં સિદ્ધિ મેળવે તેવી શુભકામના આપી હતી.
કાર્યક્રમમાં શાળાની બાળાઓએ જુદી જુદી કૃતિઓ નૃત્ય સાથે પ્રસ્તુત કરી. આ કૃતિમાં ભાગ લેનાર બાળાઓને સંસ્થા, શાળા તથા પધારેલ મહેમાનઓ દ્વારા તથા ગામના આગેવાનો, વાલીઓ વગેરે દ્વારા રોકડ પુરષ્કાર આપી પ્રોત્સાહિત કરી અભિનંદન આપ્યા હતાં.
સમગ્ર કાર્યક્રમનું સંચાલન એનએસએસ વિદ્યાર્થિની બહેન હિર પટેલ અને રિદ્ધિ જરૂએ શાળાના શિક્ષિકા નિવ્યાબહેન વિસરીયાના માર્ગદર્શન હેઠળ કર્યુ હતું. કાર્યક્રમના અંતે આભારદર્શન શાળાના સિનિયર શિક્ષક રશ્મિકાંત કટેશીયાએ કર્યું હતું. રાષ્ટ્રગાન સાથે કાર્યક્રમ પૂર્ણ થયો હતો.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial