Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
શપથ પહેલા સંકટઃ રિપબ્લિકન પાર્ટીને ઝટકો
નવી દિલ્હી તા. ૪: ટ્રમ્પને૧૦ મી જાન્યુઆરીના પોર્નસ્ટાર કેસમાં સજાનું એલાન થ શકે છે, જો કે જજે 'શરતી મુક્તિ' આપવાના સંકેત આપ્યા છે.
અમેરિકાના નવા ચૂંટાયેલા રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ ર૦ જાન્યુઆરીએ શપથ લેવાના છે, પરંતુ પહેલા તેમના પર એક મોટું સંકટ આવી ગયું છે. આ સંકટને કારણે તેમની રિપબ્લિકન પાર્ટી ચિંતામાં છે. દરેકના મનમાં એક જ પ્રશ્ન છે કે હવે પછી શું થશે.
હકીકતમાં એક ન્યાયાધીશે આદેશ આપ્યો છે કે ડોનાલ્ડ ટ્રમ્પને ન્યૂયોર્કમાં તેમના મૌનના કેસમાં ૧૦ જાન્યુઆરીએ સજા સંભળાવવામાં આવશે. આ આદેશ તેમના રાષ્ટ્રપતિ તરીકે શપથ લેવાના બે અઠવાડિયા કરતા ઓછા સમય પહેલા આવ્યો છે. એક અંગ્રેજી ન્યૂઝ ચેતલના બીબીસીના અહેવાલ અનુસાર ન્યૂયોર્કના જજ જુઆન માર્ચેને સંકેત આપ્યો કે ંતેઓ ટ્રમ્પને જેલની સજા અથવા દંડ નહીં આપે. તેના બદલે તેમને 'શરતી મુક્તિ' આપવામાં આવશે. તેમણે પોતાના આદેશમાં એમ પણ લખ્યું છે કે ચૂંટાયેલા રાષ્ટ્રપતિ સુનાવણી માટે રૂબરૂ અથવા વર્ચ્યુઅલ રીતે હાજર રહી શકે છે.
ટ્રમ્પે રાષ્ટ્રપતિની ચૂંટણીમાં તેમની જીતનો ઉપયોગ કરીને તેમની સામેના કેસને બરતરફ કરાવવાનો પ્રયાસ કર્યો હતો. તેમની ટીમે સજા સાથે આગળ વધવાના ન્યાયાધીશના નિર્ણયની ટીકા કરી હતી અને કહ્યું હતું કે, 'કાયદેસર' કેસ 'તાત્કાલિક' બરતરફ થવો જોઈએ. એડલ્ટ ફિલ્મ સ્ટાર સ્ટોમીં ડેનિયલ્સને ૧૩૦,૦૦૦ ડોલરની ચૂકવણી સાથે સંબંધિત વ્યવસાય રેકોર્ડ ખોટા કરવાના ૩૪ ગુનાની ગણતરીના મે મહિનામાં ટ્રમ્પને દોષિત ઠેરવવામાં આવ્યા હતાં. આરોપો તેમના ભૂતપૂર્વ વકીલ માઈકલ કોહેનને વળતર છૂપાવવાના પ્રયાસો સાથે સંબંધિત હતાં. જેમણે એડલ્ટ-ફિલ્મ સ્ટારને ર૦૧૬ ની ચૂંટણી પ્રચારના અંતિમ દિવસોમાં ટ્રમ્પ સાથેના કથિત જાતિય સંબંધ વિશે ચૂપ રહેવા માટે ચૂકવણી કરી હતી.
ઉલ્લેખનિય છે કે ડોનાલ્ડ ટ્રમ્પે ર૦૦૬માં એડલ્ટ સ્ટાર સ્ટોમીં ડેનિયલ્સ સાથે શારીરિક સંબંધો બાંધ્યા હતાં. રાષ્ટ્રપતિ પદની ચૂંટણી દરમિયાન આ બાબતની ખૂબ ચર્ચા થઈ હતી. સ્ટોમીં આ ઘટનાને સાર્વજનિક કરવાની ધમકી આપી રહી હતી. ત્યારપછી ટ્રમ્પે તેને ગુપ્ત રીતે પૈસા ચૂકવ્યા હતાં. ટ્રમ્પને ડેનિયલ્સને ૧૩૦.૦૦૦ ડોલરની ચૂકવણી છૂપાવવા માટે ખોટા બિઝનેસ રેકોર્ડસ માટે દોષિત ઠેરવવામાં આવ્યા છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial