Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
અંતિમ ટેસ્ટ મેચઃ સીડનીમાં એક જ દિવસમાં ૧પ વિકેટ પડી
સીડની તા. ૪: ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચેની બોર્ડર-ગવાસ્કર ટેસ્ટ મેચ શ્રેણીના પાંચમા અને અંતિમ ટેસ્ટ મેચના બીજા દિવસે ઓસ્ટ્રેલિયાની નવ અને ભારતના બીજા દાવમાં છ મળી કુલ ૧પ વિકેટો પડી ગઈ હતી.
ઓસ્ટ્રેલિયાના પ્રથમ દાવમાં ધબડકો થયો હતો અને માત્ર ૧૮૧ રનમાં ટીમ ઓલઆઉટ થઈ ગઈ હતી. જેથી ભારતને પ્રથમ દાવની ૪ રનની લીડ મળી હતી. ભારત તરફથી સીરાજ અને પ્રસિદ્ધે ૩-૩ વિકેટ અને બુમરાહ તથા રેડ્ડીએ ર-ર વિકેટ ઝડપી હતી.
ભારતના બીજા દાવમાં પણ રાહુલ, કોહલી, ગીલ, જયસ્વાલ સસ્તામાં આઉટ થઈ ગયા હતાં. જયસ્વાલ રર, ગીલ ૧૩, કોહલી ૬, રાહુલ ૧૩ રન કરી આઉટ થઈ ગયા હતાં. ઋષભ પંતે આક્રમક બેટીંગ કરી માત્ર ૩૩ દડામાં ચાર છગ્ગા તથા છ ચોગ્ગા સાથે ૬૧ રન ફટકારી આઉટ થયો હતો. રેડ્ડી પણ ૪ રને આઉટ થઈ ગયો હતો. બીજા દિવસની રમતના અંતે ભારતે ૩ર ઓવરમાં છ વિકેટે ૧૪૧ રન કર્યા હતાં. જાડેજા ૮ રને અને સુંદર ૬ રને અણનમ રહ્યા હતાં.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial