Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
જિલ્લા પંચાયત સભ્યની ઉગ્ર રજૂઆત
જામનગર તા. ૪: દેવભૂમિ દ્વારકા જિલ્લામાં ૧૬૮૫ શિક્ષકોની જગ્યા ખાલી છે. જિલ્લામાં કુલ મંજુર થયેલ શિક્ષકોની સંખ્યા ૩૧૩૦ છે. તેમાંથી ૧૧૦૦ જેટલી જગ્યા તો પહેલાથી જ ખાલી હતી. તેમાં વળી હમણાં ૩૪૫ શિક્ષકોની જિલ્લાફેર બદલી થઈ છે. ૨૪૦ જેટલા શિક્ષકોની પણ જિલ્લા ફેરબદલી થવાની છે. તેથી ઘટ વધીને ૧૬૮૫ થઈ ગઈ છે.
જિલ્લાની ૬૦૦ જેટલી શાળામાં માત્ર ૧૪૪૫ શિક્ષકો દ્વારા શિક્ષણ આપવામાં આવે છે. જેથી વિદ્યાર્થીઓના અભ્યાસને ખૂબ જ ગંભીર અસર થઈ રહી છે. શિક્ષકોની આટલી મોટી ઘટ તે જિલ્લાની અતિ મહત્ત્વની ચિંતાજનક સમસ્યા છે.
દેવભૂમિ દ્વારકા જિલ્લા પંચાયતના સભ્ય અરવિંદભાઈ આંબલીયાએ તાકિદે શિક્ષકોની પૂરતી સંખ્યામાં ભરતી કરવા રજૂઆત કરી છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial