Advertisement
Author: નોબત સમાચાર

કલ્યાણપુરના નારણપુર પાટીયા પાસે અકસ્માતમાં ઘવાયેલા એડવોકેટનું મૃત્યુ

અલીયા ગામ પાસે એસટી બસે સર્જયો અકસ્માતઃ

જામનગર તા.૪ : કલ્યાણપુરના નારણપુર પાટીયા પાસે ગઈકાલે સવારે એક એડવોકેટના બાઈક સાથે ટ્રક ટકરાઈ પડતા ગંભીર ઈજા પામેલા તે એડવોકેટનું મૃત્યુ નિપજ્યું છે. અકસ્માત સર્જી નાસી ગયેલા ટ્રકચાલક સામે ફરિયાદ કરાઈ છે. દસેક દિવસ પહેલાં અલીયા ગામ પાસે એસટીની એક બસે સામેથી આવતા બાઈકને ઠોકર મારતા ફલ્લા ગામના યુવાન ગંભીર રીતે ઘવાયા છે.

દેવભૂમિ દ્વારકા જિલ્લાના કલ્યાણપુર તાલુકાના ભોગાત ગામના રહેવાસી અને વકીલ તરીકે પ્રેક્ટિસ કરતા ભરતભાઈ જીવાભાઈ મંદરીયા (ઉ.વ.ર૭) નામના ગઢવી યુવાન ગઈકાલે સવારે દસેક વાગ્યે કલ્યાણપુર થી નારણપુર ગામ વચ્ચેથી બાઈક પર પસાર થતા હતા.

આ વેળાએ પુરપાટ ઝડપે ધસી આવેલા જીજે-૩૭-વી ૮૮૮૦ નંબરના આઈશર ટ્રકે ભરતભાઈને ટક્કર મારી હતી. આ અકસ્માતમાં માથા તથા પગમાં ગંભીર ઈજા પામેલા ભરતભાઈનું મૃત્યુ નિપજ્યું છે. અકસ્માત સર્જી આઈશર ટ્રકનો ચાલક સ્થળ પરથી પલાયન થઈ ગયો છે.

અકસ્માતની જાણ થતાં કલ્યાણપુર પોલીસ સ્ટેશનનો સ્ટાફ ધસી આવ્યો હતો. પોલીસે મૃતદેહને પી.એમ. માટે ખસેડી મૃતકના પિતા જીવાભાઈ મોમૈયાભાઈ મંદરીયાની ફરિયાદ પરથી ટ્રકના ચાલક સામે ગુન્હો નોંધી તેની શોધ શરૂ કરી છે.

જામનગર-કાલાવડ માર્ગ પર આવેલા અલીયા ગામની ગોળાઈમાંથી ગઈ તા.૨૨ની બપોરે દિલીપભાઈ ડાયાભાઈ ધમસાણીયા નામના જામનગરના ખોડિયારકોલોની સ્થિત રહેતા યુવાનને તેમના જીજે-૧૦-સીએ ૫૨૫૭ નંબરના બાઈક સાથે જીજે-૧૮ ઝેડ ૬૮૬૧ નંબરની એસટી બસના ચાલકે હડફેટે લીધા હતા. આ અકસ્માતમાં બંને પગમાં ફ્રેક્ચર, કમરમાં ગંભીર ઈજા પામેલા દિલીપભાઈને સારવારમાં ખસેડવામાં આવ્યા છે. ત્યાં બસ મૂકીને ચાલ્યા ગયેલા તેના ચાલક સામે ફલ્લા ગામમાં રહેતા રમેશભાઈ ડાયાભાઈ ધમસાણીયાએ ફરિયાદ નોંધાવી છે.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh