Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
સ્ટેટ મોનીટરીંગ સેલ ત્રાટકીઃ ચાર શખ્સ સામે નોંધાવાયો ગુન્હોઃ
જામનગર તા.૪ : જામનગર-ખંભાળિયા માર્ગ પર દાતા ગામમાં આવેલા એક શખ્સના મકાનમાં ચોરાઉ ડીઝલ રાખવામાં આવ્યું હોવાની વિગત મળતા ગાંધીનગરથી દોડી આવેલી સ્ટેટ મોનીટરીંગ સેલની ટીમે દરોડો પાડી આ મકાનમાંથી હજારો લીટર ડીઝલ કબજે કબજે કર્યું છે. સ્થળ પરથી ૧૯૫૦૦ લીટર ભરેલુ ટેન્કર, ડીઝલ ભરેલા બેરલ, કેરબા તેમજ રૂ.૧૫ લાખની એક મોટર સહિત રૂ.૪૪ લાખ ૧૩૯૦૦નો મુદ્દામાલ કબજે કર્યાે છે. ડીઝલ ચોરીમાં સંડોવાયેલા શખ્સ સામે ગુન્હો રજીસ્ટર કરાયો છે.
જામનગર-ખંભાળિયા રોડ પર આવેલા આરાધનાધામ પછી દાતા ગામમાં એક મકાનમાં ડીઝલનો સંગ્રહ કરી તેનું વેચાણ કરાતું હોવાની બાતમી મળતા ગાંધીનગરથી રાજ્યની સ્ટેટ મોનીટરીંગ સેલની ટૂકડી ધસી આવી હતી.
આ ટૂકડીએ દાતા ગામના દરબારપાડામાં આવેલા ટેન્કર ડ્રાઈવીંગનો વ્યવસાય કરતા મહેન્દ્રસિંહ રવુભા જાડેજા ઉર્ફે દિગુભા નામના શખ્સના મકાન પર દરોડો પાડ્યો હતો. તે મકાનના ફળીયામાંથી ૨૦૦ લીટરની ક્ષમતાવાળા ચાર બેરલ તેમજ ૪૦ લીટરનો એક કેરબો, ૫૦ લીટર અને ૨૦ લીટર, ૩૦ લીટરની ક્ષમતાવાળા અન્ય કેરબાઓ અને લાલ રંગનો ૨૦૦ લીટરની ક્ષમતાવાળુ બેરલ ડીઝલથી ભરેલું મળી આવ્યું હતું.
ડીઝલના આ જથ્થા અંગે પૂછપરછ કરાતા મહેન્દ્રસિંહ ઉર્ફે દિગુભા તથા તેના સાગરિત ભાવેશ રવાભાઈ સરસીયા, ધમો ઉર્ફે ધર્મરાજ જીતુભા જાડેજા, પ્રદીપ રવાભાઈ સરસીયા ઉર્ફે પદીયો નામના શખ્સો ડીઝલના જે ટેન્કરો ભરપુર જથ્થો ભરી નિયત સ્થળે ખાલી કરવા માટે જતા હતા તે ટેન્કરો ત્યાં નહીં પહોંચાડી વિશ્વાસઘાત આચરી ડીઝલની ચોરી કરી દિગુભાના મકાનના ફળીયામાં કેરબા, બેરલ વગેરે ભરી લેતા હોવાનું ખૂલ્યું છે.
સ્થળ પરથી સ્ટેટ મોનીટરીંગ સેલના સ્ટાફે ડીઝલ ગાળવાની ઝાળીવાળા ગરણા, માપીયા, હથોડી, ડીપગેજ માપવા માટેના પાઈપ, ખાલી બેરલ તથા જીજે-૧-ડીટી ૬૬૩૩ નંબરનું ટેન્કર અને તે ટેન્કરના ચારેય ખાનામાં ભરેલા ડીઝલના જથ્થા અને જીજે-૩૭-એમ ૮૧૬૭ નંબરની સ્કોર્પિયો મોટર મળી કુલ રૂ.૪૪ લાખ ૧૩૯૦૦નો મુદ્દામાલ કબજે કરી લીધો છે.
ખંભાળિયા પોલીસ મથકમાં એસએમસીના એએસઆઈ એફ.ડી. બ્લોચે ખુદ ફરિયાદી બની મહેન્દ્રસિંહ ઉર્ફે દિગુભા, ભાવેશ સરસીયા, ધર્મરાજ જાડેજા, પ્રદીપ સરસીયા સામે બીએનએસની કલમ ૩૦૩ (ર), ૩૧૬ (૩), ૩૧૭ (ર), ૬૧ (ર), ૨૮૭, ૨૮૮ હેઠળ ફરિયાદ નોંધાવી છે. છેક ગાંધીનગરથી દોડી આવેલી એસએમસીની ટીમે ડીઝલ ચોરીનું આ કૌભાંડ પકડી પાડતા ખળભળાટ મચ્યો છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial