Advertisement
Author: નોબત સમાચાર

સુલતાન હિન્દ ખ્વાજા ગરીબ નવાઝનો ૮૧૩ મો જશ્ને ઉર્ષમુબારક

જામનગર તા. ૪: ગરીબ નવાઝ સન. હી. ૫૮૭ માં ખાદીમો મુરીદો સાથે અજમેરમાં આવ્યા હતાં. સન હી. ૫૯૧ માં ગરીબ નવાઝે નિકાહ કરેલ. ખ્વાજા સાહેબના ૩ દીકરા અને એક દીકરી હતાં. ખ્વાજા સાહેબની બારગાહમાં શહેનશાહો અકીદત હાજરી આપતા, હિન્દુસ્તાનમાં નવાબોની જેમ હિન્દુ રાજાઓ શ્રદ્ધા સાથે ખ્વાજા સાહેબની દરગાહની ઈજ્જત તથા સન્માન કરતા. મહારાજા ગોવિંદસિંગ વાલી-એ દત્યા તથા મહારાજા કીશનપ્રસાદ ઈ.સ. ૧૯ર૪ માં પરિવાર સાથે ગરીબ નવાઝના દરબારમાં હાજર થયા, લોર્ડ કર્ઝન વોઈસ હિન્દુસ્તાનમાં ૧૯૦૬ માં આવ્યા. ગરીબ નવાઝ બારગાહમાં હાજરી આપી હતી. ગરીબ નવાઝની બારગાહમાં સર્વે ધર્મના લોકોને શ્રદ્ધા સાથે હાજર જોઈ એવા પ્રભાવિત થયા કે ખ્વાજા સાહેબને મઝાર શરીફના વિશે તેણે લખ્યું છે કે, મે હિન્દુસ્તાનમાં એક કબ્રને રાજ કરતી જોઈ ગુરૂનાનકનું મંતવ્ય - ગુરૂનાનક સાહેબ પોતાના વિચારો જણાવતા લખ્યું છે. હઝરત ખ્વાજા ગરીબ નવાઝ - હિન્દના પવિત્ર જમીન ઉપર તશરીફ લાવી આ મહાપુરૂષોએ હિન્દુસ્તાનમાં      રહીને તેમણે તબલીગ ઈસ્લામના પ્રચારમાં જરાપણ બળથી કામ નથી લીધું. અલબત તેમણે  દરેક પ્રકારે નમ્રતાથી કામ લીધું. આપ પવિત્ર શખ્સિયત સુલેહ ભાઈચારા માટે સુયોગ્ય આદર્શરૂપ હતાં. મહામાનવજાતથી પ્રેમપૂર્વકનો વર્તાવ કરતા હતાં. પંડિત જવાહરલાલ નહેરૂ ઈ.સ. ૧૯૪પ-૧૯૪૭ માં ગરીબ નવાઝના દરગાહ હાજરી આપી. ગાંધીજીએ ઈ.સ. ૧૯ર૦ માં ગરીબ નવાઝના આસ્તાના ઉપર હાજર રહીને ફૂલોની ચાદર પેશ કરેલ. મઝારમાં દર્શન કર્યા.

સુલ્તાનુલ હિન્દી ગરીબ નવાઝનો સન.હી. ૬૩૩ રજબની છઠ્ઠીથી રાત્રે ઈશાની નમાઝ પછી આખી રાત ઈબાદત કરીને ફઝરની નમાઝ બાદ ખ્વાજા સાહેબનો વિશાલ થયેલ.

તા. ૬-૧-ર૦રપ, સોમવારના ઈશા નમાઝ પછી મતવા મસ્જિદમાં ખત્મા ખ્વાજા રાખેલ અને સલામો સલામ પછી દેશ માટે અમનો અમાનની દુવા કરીને ગરીબ નવાઝનો લંગર આપવામાં આવશે તેમ મતવા મસ્જિદના ઈમામ અ.હાજી કાદર આરબે જણાવ્યું છે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh