Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
જીવનના સર્વાંગી વિકાસ તથા આધ્યાત્મિક સ્વાસ્થ્ય હેતુથી
જામનગર તા. ૪: વર્તમાન સમયમાં અબાલ-વૃદ્ધ સહુ કોઈ તનાવગ્રસ્ત જીવન જીવી રહ્યાં છે, ત્યારે શારીરિક અને માનસિક સ્વાસ્થ્ય તથા સમાધાનની પ્રાપ્તિ માટે ધ્યાન કરવું ખૂબ આવશ્યક છે. વૈશ્વિક મંચ ગુરૂતત્ત્વના વડપણ હેઠળ દર મહિને હિમાલયન મેડિટેશનની વીડિયો શિબિરોનું આયોજન થતું હોય છે, જેમાં હિમાલયન ધ્યાન સંસ્કારના પ્રણેતા હિમાલયના મહર્ષિ પૂજ્ય શ્રી શિવકૃપાનંદ સ્વામીજી દ્વારા સરળ ભાષામાં આઠ દિવસીય પ્રવચન હોય છે, જેમાં પરમાત્મા, ધર્મ, સદ્ગુરૂ, અનુભૂતિ, ચક્રો-નાડી, આત્મા, મૃત્યુ, મોક્ષ વગેરે જેવા આધ્યાત્મિક ગૂઢ વિષયો પર પૂજ્ય સ્વામીજી એમની સરળ શૈલીમાં અને એમના અનુભવો પર આધારિત જ્ઞાન આપે છે તથા ધ્યાન પણ શીખવવામાં આવે છે. જીવનના સર્વાંગી વિકાસ તથા આધ્યાત્મીક સ્વાસ્થ્ય તરફ દોરી જનારી આ વીડિયો શિબિરનું આયોજન તા. ૬-૧-ર૦રપ થી તા. ૧૩-૧-ર૦રપ દરમિયાન લેઉવા પટેલ સમાજ, રણજીતનગર મેઈન રોડ, જામનગરમાં સાંજે ૬ થી ૮.૩૦ વાગ્યા સુધી કરવામાં આવ્યું છે. આ આઠ દિવસીય શિબિર બિલકુલ નિઃશુલ્ક છે.
હિમાલયન ધ્યાનયોગ એક સંસ્કાર છે, જે પવિત્ર આત્મા દ્વારા પવિત્ર આત્મા ઉપર થાય છે. નિયમિત ધ્યાન વડે સકારાત્મક ઉર્જાનું આભામંડળ તથા સુરક્ષા કવચનું નિર્માણ સંભવ છે. સકારાત્મક ઉર્જાથી સ્વાસ્થ્ય અને માનસિક સંતુલનની પ્રાપ્તિ થાય છે. વિદ્યાર્થીઓમાં એકાગ્રતા આવે છે. આત્મવિશ્વાસમાં વૃદ્ધિ થાય છે, સર્જનાત્મક શક્તિ ખીલે છે તેમજ કાર્યમાં સફળતા પ્રાપ્ત થાય છે. આવા અનેક લાભો આપનારી, સરળ અને અનુભૂતિ પ્રદાન ધ્યાન શિબિરમાં પધારવા ગુરૂતત્ત્વ પરિવાર તરફથી જાહેર આમંત્રણ અપાયું છે. શિબિરમાં આવો અને સ્વયં અનુભવ લઈ આપણા ઋષિમુનિઓએ આપેલ અમૂલ્ય ધ્યાન સંસ્કારનો અનુભવ કરો. શિબિર અંગેની વિશેષ જાણકારી મોનં. ૯૮૯૮૬ ૩૦૧૬૩, ૭૬૦૦પ ૬૦૬૪૩, ૯૭ર૬ર ૩૭૩૧પ પરથી મેળવી શકાશે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial