Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
શહેર માટે પાંચથી છ અને જિલ્લા માટે આઠથી દસ ઉમેદવારોની દાવેદારીઃ પ્રદેશ ભાજપના નિરીક્ષકો ઉપસ્થિત
જામનગર શહેર અને જિલ્લા ભાજપ પ્રમુખ પદની મુદ્દત પૂર્ણ થતા નવા પ્રમુખની વરણી કરવામાં આવનાર છે. આ માટે આજે ઉમેદવારી પત્રો ભરવાની કાર્યવાહી ચાલી રહી છે. જામનગર શહેર ભાજપ કાર્યાલયમાં પ્રદેશ ચૂંટણી નિરીક્ષક બે ચૂંટણી અધિકારી તરીકે ડો. જાનકીબેન આચાર્ય અને રાજૂભાઈ ધારૈયા ઉપસ્થિત છે અને તેઓ દાવેદારો પાસેથી ઉમેદવારી પત્રો સ્વીકારી રહ્યા છે. સવારે ૧૦ થી બપોરે વાગ્યા સુધી ઉમેદવારી ફોર્મ સ્વીકારવામાં આવ્યા છે. બપોરે ૧૨ વાગ્યા સુધીમાં શહેરના પ્રમુખપદ માટે પાંચથી ૬ ઉમેદવારોએ દાવેદારી નોંધાવી છે. આ કાર્યવાહી સમયે શહેર ભાજપ પ્રમુખ ડો. વિમલ કગથરા, મહામંત્રી પ્રકાશ બાંભણીયા અને વિજયસિંહ જેઠવા, સ્થાનિક અગ્રણી મનીષ કનખરા, ખુમાનસિંહ સરવૈયા સહિતનાઓ ઉપસ્શિહેરી-ગ્રામ્ય વિસ્તારો વચ્ચે આવકનું અંતર ઘટ્યુ-ખર્ચ શક્તિ વધીાત રહ્યા હતાં. તેવી જ રીતે જિલ્લા ભાજપના પ્રમુખ પદ માટેની ચૂંટણી નિરીક્ષક- અધિકારી તરીકે એચ.એમ. પટેલ અને નરેશ દેસાઈ ઉપરાંત સ્થાનિકમાં દિલીપસિંહ ચુડાસમા અને કે.બી. ગાગીયા ઉપરાંત જિલ્લા ભાજપ પ્રમુખ રમેશભાઈ મુંગરા, યાર્ડના ચેરમેન મુકુન્દ સભાયા સહિતનાઓ ઉપસ્થિત રહ્યા હતાં. બપોરે ૧૨-૩૦ સુધી ફોર્મ સ્વીકારવામાં આવ્યા છે. અને બાર વાગ્યા સુધીમાં ૮ થી ૧૦ ઉમેદવારોએ પોતાના ફોર્મ રજૂ કર્યા હતાં. આ તમામ ફોર્મનો અહેવાલ પ્રદેશ પ્રમુખ સમક્ષ રજૂ કરવામાં આવ્યા પછી શહેર-જિલ્લાના પ્રમુખના નામોની જાહેરાત થશે તેમ જાણવા મળ્યુ છે. સમગ્ર શહેર-જિલ્લાના કલ્સ્ટર તરીકે બાબુભાઈ જેબલીયા પણ ઉપસ્થિત છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial