Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
નવી દિલ્હી તા. ૪: એસબીઆઈના એક રિપોર્ટ મુજબ ભારતમાં ગ્રામીણ ગરીબીમાં ધરખમ ઘટાડો થયો છે, અને ૧ર વર્ષમાં ગ્રામિણ ગરીબી રપ.૭ ટકાથી ઘટી ૪.૮૬ ટકા થઈ ગઈ છે. ગ્રામીણ અને શહેરી લોકો વચ્ચે આવકનું અંતર પણ ઘટ્યું છે. લોકોની આવક વધતા ખરીદશક્તિ પણ વધી છે. ડાયરેક્ટ બેનીફીટ ટ્રાન્સફર યોજનાઓને કારણે ગરીબી ઘટી હોવાનો રિપોર્ટમાં દાવો કરાયો છે.
દેશના શહેરોમાં રહેતા લોકો અને ગામડાઓમાં રહેતા લોકો વચ્ચે દેશમાં ગરીબી ઘટી રહી છે. એસબીઆઈએ તાજેતરમાં એક રિપોર્ટ જાહેર કર્યો, જેમાં નાણાકીય વર્ષ ર૦ર૩-ર૪ માં દેશના વિસ્તારોમાં ગરીબી દરમાં ઘટાડો થયો છે. ખાસ કરીને બિહારમાં ગરીબીના આંકડામાં નોંધપાત્ર સુધારો જોવા મળ્યો છે.
ઉત્તરપ્રદેશના કટલાક વિસ્તારોમાં મિશ્ર આંકડાઓ જોવા મળી રહ્યા છે. ભારતના ગામડાઓમાં ગરીબી ઝડપથી ઘટી રહી છે.
એસબીઆઈ રિસર્ચના રિપોર્ટમાં સામે આવ્યું છે કે પહેલીવાર ગરીબીનો રેશિયો પ ટકાથી નીચે ગયો છે, જ્યારે નાણાકીય વર્ષ ર૦ર૩ માં ગરીબીનું પ્રમાણ ૭.ર ટકા હતું, તે હવે ઘટીને ૪.૮૬ ટકા થઈ ગયું છે. આવી જ સ્થિતિ શહેરી વિસ્તારોમાં છે. જ્યાં ગરીબીનું પ્રમાણ ૪.૬ ટકાથી ઘટીને ૪.૦૯ ટકા થયું છે. માસિક ધોરણે સીએપીટીએ આવકમાં ઘટાડો થયો છે, જ્યારે ર૦૦૯-ર૦૧૦ માં શહેરો અને ગામડાઓ વચ્ચે માસિક કેપ્ટા આવકમાં તફાવત ૮૮.ર ટકા હતો. તે હવે ઘટીને ૬૯.૭ ટકા થઈ ગયો છે.
આ રિપોર્ટ અનુસાર આ સુધારાઓ મુખ્યત્વે ડાયરેક્ટ બેનિફિટ ટ્રાન્સફર, ગ્રામીણ ઈન્ફ્રાસ્ટ્રક્ચરમાં સુધારો, ખેડૂતોની આવક વધારવા માટે સરકાર દ્વારા કરવામાં આવેલા પ્રયાસોને કારણે છે. આ ઉપરાંત ગામના લકોએ ખર્ચમાં વધારો કર્યો છે, જેની અસર આંકડાઓમાં જોવા મળે છે. ગરીબી ઘટાડાના સંદર્ભમાં આ અહેવાલ નાણાકીય વર્ષ ર૦ર૪ માટે ગ્રામીણ અને શહેરી બન્ને વિસ્તારોમાં ગરીબીના દરમાં મોટો ઘટાડો દર્શાવે છે.
ગ્રામીણ ગરીબી ગયા વર્ષના ૭.ર ટકાથી ઘટીને ૪.૮૬ ટકા થઈ ગઈ છે, જ્યારે શહેરી ગરીબી ૪.૦૯ ટકા છે, જે નાણાકીય વર્ષ ર૩ માં ૪.૬ ટકા કરતા ઓછી છે. આ આંકડાઓને જોતા એવો અંદાજ છે કે ભારતનો કુલ ગરીબી દર હવે ૪ થી ૪.પ ટકા સુધી રહી શકે છે.
આ રિપોર્ટ કહે છે કે માર્ચ ર૦ર૪ માં પૂરા થયેલા નાણાકીય વર્ષમાં શહેરી વિસ્તારોમાં ગરીબી પણ ઘટીને ૪.૦૯ ટકા થઈ ગઈ છે, જ્યારે નાણાકીય વર્ષ ર૦૧૧-૧ર માં તે ૧૩.૭ ટકા હતો. નાણાકીય વર્ ર૦ર૩-ર૪ માં નવી અંદાજિત ગરીબી રેખા ગ્રામીણ વિસ્તારોમાં રૂ. ૧,૬૩ર અને શહેરી વિસ્તારોમાં રૂ. ૧,૯૪૪ છે. શહેરી વિસ્તારમાં ઈન્ફ્રાસ્ટ્રક્ચર અને ગ્રામીણ વિસ્તારોમાં ટ્રાન્સપોર્ટ કનેક્ટિવિટી વધતા લોકો સરળતાથી અન્ય શહેર-ગામમાં રોજગારી મેળવતા થયા છે. ગ્રામીણ વિસ્તારમાં આવકમાં અસમાનતા ઘટી છે.
ડાયરેક્ટ બેનિફિટ ટ્રાન્સફર યોજનાઓના કારણે ગરીબીમાં નોંધનીય ઘટાડો નોંધાયો છે. આ યોજનાઓના કારણે ખેડૂતોની આવક અને ગ્રામીણ ઈન્ફ્રાસ્ટ્રક્ચરનો વિકાસ થયો છે. પરિણામે લોકોની ખરીદ શક્તિ વધી છે. આવકમાં પણ વૃદ્ધિ સાથે ઘણાં લોકો ગરીબી રેખાથી ઉપર આવ્યા છે.
એસબીઆઈ રિસર્ચે કન્ઝમ્પશન એક્સપેન્ડિયર સર્વે પર બહાર પાડેલા તેના આ રિપોર્ટમાં વધુમાં જણાવ્યું છે કે, ગ્રામીણ ગરીબી રેશિયોમાં તીવ્ર ઘટાડો એ નોંધપાત્ર સરકારી સમર્થન સાથે વપરાશ વૃદ્ધિનું પરિણામ છે. આ સમર્થન મહત્ત્વપૂર્ણ છે, કારણ કે અમે શોધીએ છીએ કે ખાદ્યપદાર્થોના ભાવમાં ફેરફાર માત્ર ખાદ્યપદાર્થોના ખર્ચ પર જ નહીં, પરંતુ સામાન્ય રીતે એકંદર ખર્ચ પણ નોંધપાત્ર અસર કરે છે.
અહેવાલો અનુસાર તાજેતરમાં આંકડા અને કાર્યક્રમ અમલીકરણ મંત્રાલય દ્વારા જાહેર કરવામાં આવ્યું હતું. ખર્ચ સર્વેક્ષણ દર્શાવે છે કે ઓગસ્ટ ર૦ર૩, જુલાઈ ર૦ર૪ દરમિયાન ગ્રામીણ અને શહેરી વિસ્તારોમાં વપરાશની અસમાનતા એક વર્ષ અગાઉની સરખામણીમાં ઓછી થઈ છે. અત્યંત ગરીબી લગભગ અસ્તિત્વમાં નથી.
એસબીઆઈ સંશોધન મુજબ વપરાશ ખર્ચ સર્વે દર્શાવે છે કે ગ્રામીણ ગરીબી નાણાકીય વર્ષ ર૦ર૩-ર૪ માં નોંધપાત્ર રીતે ઘટીને ૪.૮૬ ટકા થઈ છે (નાણાકીય વર્ષ ર૦રર-ર૩ માં ૭.ર ટકા અને નાણાકીય વર્ષ ર૦૧૧-૧ર માં રપ.૭ %) તે જ સમયે શહેરી ગરીબી ૪.૦૯ ટકા (નાણાકીય વર્ષ ર૦રર-ર૩ માં ૪.૬ ટકા અને ર૦૧૧-૧ર માં ૧૩.૭ ટકા) હોવાનો અંદાજ છે.
જો કે, સંશોધન અહેવાલમાં એવી સંભાવના પણ વ્યક્ત કરવામાં આવી છે કે ર૦ર૧ ની વસતિ ગણતરી પૂર્ણ થયા પછી અને ગ્રામીણ-શહેરી વસતિના નવા ડેટાના પ્રકાશન પછી આ આ સંખ્યામાં થોડો સુધારો થઈ શકે છે. શહેરી ગરીબીમાં વધુ ઘટાડો થઈ શકે છે. ભારતનો ગરીબી દર હવે ૪.૦-૪.પ ટકાની વચ્ચે હોઈ શકે છે, જ્યારે અત્યંત ગરીબી નહિવત્ હશે.
આ રિપોર્ટ મુજબ ભૌતિક માળખાકીય સુવિધાઓમાં સુધારો ગ્રામીણ ગતિ-શીલતામાં નવી વાર્તા લખી રહ્યો છે. આ એક મુખ્ય કારણ છે કે માત્ર ગ્રામીણ અને શહેરી વિસ્તારો વચ્ચે જ નહીં, પરંતુ ગામડાઓમાં પણ આવકનો તફાવત ઘટ્યો છે. અહેવાલનો અંદાજ છે કે ખાદ્ય ફૂગાવો ઉચ્ચ આવકવાળા રાજ્યો કરતા ઓછી આવકવાળા રાજ્યોમાં વપરાશની માંગને વધુ ઘટાડે છે. મોટાભાગના ઉચ્ચ આવક ધરાવતા રાજ્યોમાં બચત દર રાષ્ટ્રીય સરેરાશ (૩૧ ટકા) કરતા વધારે છે. ઉત્તરપ્રદેશ અને બિહારમાં બચતનો દર ઓછો છે જે સંભવતઃ રાજ્યની બહાર રહેતી વસતિના મોટા વર્ગને કારણે છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial