Advertisement
Author: નોબત સમાચાર

ખંભાળીયા નગરપાલિકા દ્વારા જોધપુર ગેઈટ શોપીંગ સેન્ટરની દુકાનોની હરાજી

તા. ૨૭ જાન્યુઆરીએ

ખંભાળીયા તા. ૪: ખંભાળીયા પાલિકા દ્વારા આર્થિક સ્થિતિમાં સુધારો કરવા વીસ વર્ષ પહેલાં થયેલા શોપીંગ સેન્ટરની હરાજીનું મુહૂર્ત આવ્યું હોય ૨૭-૧-૨૫ના હરાજી નક્કી થઈ છે.

કુલ ૧૧ દુકાન ૨૪.૨૨ ચોરસ મીટરની ક્ષેત્રફળવાળી ૧૧ દુકાનની કિંમત ૧૫.૫૦ લાખ અ૫સેટ પ્રાઈઝ નક્કી થઈ છે તથા સવારે ૧૧:૩૦ વાગ્યે હરાજી થશે. જેની શરતો નિયમોની બુકલેટ પાલિકામાંથી મેળવીને બે લાખાની ડિપોઝીટ ભરીને ભાગ લઈ શકશે. તા. ૨૩-૧-૨૫ સુધીમાં કામગીરી થશે.

કરોડોની આવક થશે

પાલિકાના શોપીંગ સેન્ટરની ૧૧ દુકાનો કે જે વીસ વર્ષથી બની છે તેનું વેચાણ માટે હરાજી થશે. અગાઉ પાલિકા દ્વારા જોધપુર ગેઈટમાં જ પાઘડીથી તથા ચાર રસ્તા પાસે પણ દુકાનો અપાઈ હતી. આ વખતે વેચાણથી અપાશે. હાલ જે શોપીંગ સેન્ટર હરાજી થવાનું છે તેની સામે આ પાલિકા કરતા પણ નાની દુકાનોની કિંમત ૫૦-૫૫ લાખ ગણાય છે ત્યારે આ હરાજીમાં પાલિકાને અંદાજિત ૧૫.૫૦ લાખ કિંમત કરતા ૩ ગણી કિંમત ઉપજશે તથા કરોડોની આવક થશે. અગાઉ રેલવે સ્ટેશન રોડ, જી.વી.જે. હાઈસ્કૂલ જેવા વિસ્તારોમાં પણ ૫૦-૫૦ લાખની દુકાન વેચાઈ હોય આ હરાજીથી પાલિકાને કરોડોની આવક થશે તથા ખરીદવા મોટી સંખ્યામાં લોકો પણ ઉત્સુક છે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh