Advertisement
Author: નોબત સમાચાર

જામજોધપુરના ધ્રાફાની સીમમાં ગંજીપાના કૂટી રહેલા પાંચને પકડી પાડતી એલસીબી

માતૃઆશિષ સોસાયટીમાં તીનપત્તી રમતા છ મહિલા ઝડપાયાઃ એકીબેકી બોલી જુગાર રમતા ત્રણ સામે ગુન્હો

જામનગર તા.૪ : જામજોધપુરના ધ્રાફા ગામની પીપરીવાળી સીમમાં ગઈકાલે સાંજે ગંજીપાના કૂટી રહેલા પાંચ શખ્સને એલસીબીએ પકડી પાડી રોકડ, પાંચ મોબાઈલ, ત્રણ બાઈક સહિત મુદ્દામાલ કબજે કર્યાે છે. રામેશ્વરનગર નજીક માતૃઆશિષ સોસાયટીમાં તીનપત્તી રમતા છ મહિલા સામે ગુન્હો નોંેંધાયો છે. ખોજાનાકે એકીબેકી બોલી પૈસાની હાર જીત કરતા ત્રણ શખ્સને પોલીસે દબોચી લીધા છે. ત્રણેય સ્થળેથી કુલ રૂ.૨ લાખ ૩૧ હજાર ઉપરાંતનો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો છે.

જામજોધ૫ુર તાલુકાના ધ્રાફા ગામમાં સીમ નજીક ગઈકાલે સાંજે જુગાર રમાતો હોવાની બાતમી એલસીબીને મળતા પીઆઈ વી.એમ. લગારીયાની સૂચના અને પીએસઆઈ સી.એમ. કાંટેલીયા, એ.કે. પટેલ, પી.એન. મોરીના વડપણ હેઠળ એલસીબી ટીમ દોડી ગઈ હતી.

ત્યાં આવેલી પીપળીવાળી ધાર સીમમાં એક ખેતરના શેઢે ગંજીપાના વડે જુગાર રમી રહેલા કિરણસિંહ અનુભા જાડેજા, કરશનભાઈ લાખાભાઈ હરદાજાણી, દીપકસિંહ જીલુભા જાડેજા, ફોગાભાઈ મેઘાભાઈ પાથર, ફૂલચંદભાઈ મોહનભાઈ વાસાણી નામના પાંચ વ્યક્તિ મળી આવ્યા હતા. પટમાંથી રૂ.૪૦,૫૦૦ રોકડા, પાંચ મોબાઈલ, ત્રણ બાઈક મળી કુલ રૂ.૧,૯૧,૦૦૦નો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો છે. તમામ સામે શેઠ વડાળા પોલીસ સ્ટેશનમાં જુગારધારા હેઠળ ગુન્હો નોંધાયો છે.

જામનગરના રામેશ્વરનગર વિસ્તાર પાસે આવેલી માતૃ આશિષ સોસાયટીની શેરી નં.૩માં ગઈકાલે બપોરે કેટલાક મહિલા એકઠા થઈ જુગાર રમતા હોવાની બાતમી પરથી એલસીબી સ્ટાફે દરોડો પાડ્યો હતો. ત્યાં તીનપત્તી રમતા પટેલ પાર્કમાં રહેતા નયનાબેન રાજેશભાઈ બુદ્ધ, વિનાયક પાર્કમાં રહેતા ચેતનાબેન વીજયભાઈ ગુર્જર આહિર, સિક્કામાં હાઉસીંગ બોર્ડ નજીક વસવાટ કરતા પ્રવીણાબેન ભરતભાઈ ચંદારાણા, વસંત વાટીકામાં રહેતા નલીનીબેન બાબુભાઈ કોરડીયા, મોમાઈનગરમાં રહેતા મીનાબા રામદેવસિંહ જાડેજા તથા માતૃઆશિષ સોસાયટીની શેરી નં.૩માં રહેતા બેબલબા હરેન્દ્રસિંહ સોઢા નામના છ મહિલા મળી આવ્યા હતા. પટમાંથી રૂ.૩૦૨૧૦ કબજે કરાયા છે. સિટી બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં જુગારધારા કલમ ૧૨ હેઠળ ગુન્હો રજીસ્ટર કરાવાયો છે.

જામનગરના ખોજાના નાકા પાસે હાજીપીર ચોકમાં ગઈકાલે સાંજે જાહેરમાં ચલણી નોટના નંબર પર એકીબેકી બોલી જુગાર રમતા ઈમરાન હાસમ ખીરા, કાસમ આમદ ખફી, રીયાઝઅલી રઝબઅલી દામાણી નામના ત્રણ શખ્સને સિટી એ ડિવિઝનના સર્વેલન્સ સ્ટાફે પકડી પાડી પટમાંથી રૂ.૧૦૦૧૦ કબજે લીધા છે.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh