Advertisement
Author: નોબત સમાચાર

બરડા ડુંગરમાં વૃક્ષ છેદન અંગે વન વિભાગ સામે કોર્ટમાં દાવો

વન વિભાગનું કામ વૃક્ષ વાવેતરનું છે કે કાપવાનું?

                                                                                                                                                                                                      

જામનગર તા. ૨૦: બરડા ડુંગરમાં પેશ કદમી દૂર કરવાના બહાના હેઠળ આંબાના અસંખ્ય વૃક્ષનું છેદન કરી નાખવામાં આવ્યું હતું. આથી બરડા ડુંગરના માલધારીઓ રજુઆત માટે ઉપલેટામાં સાંસદ કાર્યાલયમાં રૂબરૂ રજૂઆત માટે પહોંચ્યા હતાં. બીજી તરફ એક અરજદારે સિવિલ કોર્ટમાં દાદ માંગી હતી. જેની તા. ૨૭ના સુનવણી થનાર છે.

બરડા આદિવાસી ચેરીટેબલ ટ્રસ્ટના ઉપપ્રમુખ પુંજાભાઈ પાલાભાઈ ગુરાગુટીયા સહિતના અનેક માલધારીઓ ઉપલેટામાં સાંસદ કાર્યાલય પહોંચ્યા હતાં અને સાંસદ મનસુખભાઈ માંડવીયાને રૂબરૂ મળી રજૂઆત કરી હતી અને જણાવ્યુ હતું કે, વન વિભાગ પેશ કદમી ગણાવીને આંબાના વૃક્ષનું છેદન કરી રહ્યું હતું. આ પ્રવૃત્તિ પર્યાવરણ માટે અતિ ગંભીર છે. અમો ૩ થી ૪ પેઢીથી અહિં વસવાટ કરીએ છીએ અને વૃક્ષોનું જતન કર્યું છે. મહિલાઓએ ખંભે પાણીના ડબ્બા ઉચકીને આંબાનો ઉછેર કર્યો છે. જો પેશ કદમી હોય તો પણ વૃક્ષ કાપવા જોઈએ નહીં સાંસદે આ મુદે વન વિભાગનાં અધિકારીને જરૂરી ઉકેલ લાવવા સૂચના આપી હતી. વૃક્ષ વાવેતર માટે સરકાર ખાસ ઝુંબેશ ચલાવી છે. લોકોને વૃક્ષોના વાવેતર માટે પ્રેરણા આપે છે. પરંતુ વન વિભાગ સરકારની નીતિ વિરૂદ્ધ કામ કરે છે.

વન, વિભાગ દ્વારા વૃક્ષો કાપી નાખવામાં આવતા પોરબંદરના એડવોકેટ ભરતભાઈ લાખાણીએ કોર્ટમાં દાવો દાખલ કર્યા છે.

તો બરડા ડુંગરમાં સાજણવાળા નેશમાં વસવાટ કરતા કાનાભાઈ પોલાભાઈ રાડાએ પણ બરડા ડુંગરમાં ૧૫૦ જેટલા આંબાના અને ૧૦૦ જેટલા નાળિયેરીના અને ૫૦ અન્ય વૃક્ષનું વાવેતર કરેલ હોય તે બાબતે વન વિભાગે પેશ કદમીની નોટીસ પાઠવતા તેમણે પોરબંદરની કોર્ટમાં દાવો દાખલ કર્યો છે અને સિનિ. સિવિલ જજ શ્રી શાહ દ્વારા તા. ૨૭-૫-૨૫ના વન વિભાગના અધિકારીને કોર્ટમાં હાજર થવા આદેશ કર્યો છે.

વન વિભાગ સામે ગંભીર આક્ષેપો કરીને કાનાભાઈ પોલાભાઈની જમીન બચાવવા અને વૃક્ષો બચાવવા માટે એડવોકેટ ભરતભાઈ લાખાણીએ કોર્ટમાં દાવો કર્યો છે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh