Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
બે રિક્ષા, રોકડ સહિતનો મુદ્દામાલ કબજે કરાયોઃ
જામનગર તા. ૨૦: જામનગરથી ફલ્લા વચ્ચે રિક્ષાની રેસ લગાવી જુગાર રમતા તત્ત્વો પર પોલીસે લાલઆંખ કરી છે. ગઈકાલે પોલીસે રેસ લગાવતી બે રિક્ષા પકડી પાડી છે. નગરના ત્રણ શખ્સની રૂ.૧,૯૫,૨૫૦ના મુદ્દામાલ સાથે ધરપકડ કરવામાં આવી છે. આ કાર્યવાહી યથાવત રાખવાની જરૂરિયાત જણાઈ રહી છે.
જામનગર-રાજકોટ માર્ગ પર આવેલા ખીજડિયા બાય પાસથી ફલ્લા વચ્ચે કેટલાક શખ્સો રાત્રિના સમયે ઓટો રિક્ષાની રેસ લગાવી જુગાર રમતા હોવાની બાતમી પંચકોશી એ ડિવિઝન પોલીસ સ્ટેશનના પીઆઈ એમ.એન. શેખ, પીએસઆઈ એ.આર. પરમારને મળતા ગઈકાલે વોચ રાખવામાં આવી હતી.
તે દરમિયાન ખીજડિયા બાયપાસ પાસેથી પુરપાટ ઝડપે બે રિક્ષા પસાર થતાં પોલીસે તેને રોકાવી હતી. આ રિક્ષામાં રહેલા ગુલાબનગર નજીકના રહેવાસી અમિત કિશોરભાઈ સોલંકી, સાત રસ્તા નજીક વસવાટ કરતા કરણ મનોજભાઈ મકવાણા, ધુંવાવના નાકા પાસે રહેતા રાહુલ વિજયભાઈ રાઠોડ નામના ત્રણ શખ્સની અટકાયત કરાઈ છે. આ શખ્સો બે રિક્ષામાં ખીજડિયા બાયપાસથી ફલ્લા ગામની ગોળાઈ સુધી રિક્ષાને રેસ લગાવતા હતા. પોલીસે રૂ.૧ લાખ ૮૦ હજારની બે રિક્ષા, રૂ.૧૫,૨૫૦ રોકડા કબજે કરી જુગારધારા તથા એમ.વી. એક્ટની કલમ હેઠળ ગુન્હો નોંધી બંનેની ધરપકડ કરી છે.
ઉલ્લેખનીય છે કે, આ રોડ પર મોટાભાગે રોજેરોજ રાત્રિના સમયે કેટલાક શખ્સો અન્ય વાહનચાલકોની જિંદગી જોખમમાં મુકાય તે રીતે રિક્ષા ભગાડી રેસ લગાવતા હોય છે જેના કારણે અકસ્માતનો સતત ભય તોળાતો રહે છે. થોડા દિવસો સુધી પોલીસ જો આ રીતે પેટ્રોલિંગ યથાવત રાખે તો રિક્ષાની રેસ પર અંકુશ લાવી શકાશે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial