Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
જામનગરની પ્રતિષ્ઠિત શ્રીજી શિપીંગ કંપની
જામનગર તા. ૨૦: જામનગરની શિપીંગ કંપનીએ રૂ. સાડા આઠ કરોડના લ્હેણાંની વસુલાત માટે કચ્છના ભાજપ અગ્રણીના પુત્રની કંપની સામે નેશનલ લો કંપની ટ્રીબ્યુનલમાં ધા નાંખી છે.
જામનગરની પ્રતિષ્ઠિત પેઢી શ્રીજી શિપીંગ કંપનીએ રૂ. સાડા આઠ કરોડની લ્હેણી રકમ વસુલવા કચ્છની એક કંપની સામે એન.સી.એલ.ટી.માં ધા નાંખી છે.
પ્રાપ્ત થતી માહિતી મુજબ આ કંપનીના એક ડાયરેકટર કચ્છ ભાજપના મહિલા અગ્રણીના પુત્ર પણ છે. જામનગરની પ્રતિષ્ઠીત શ્રીજી શિપીંગ કંપની દ્વારા ગાંધીધામના આર.સી.સી. લિમિટેડ (રીગલ શીપીંગ પ્રા.લી.) તરીકે ઓળખાતી કંપની સામે રૂ. ૮,૫૧,૨૫,૮૭૭ (અંકે રેપિયા આઠ કરોડ અકાવન લાખ પચીસ હજાર આઠસો સીતોતેર પુરા)નો લેણી રકમ વસુલવા અંગે એન.સી.એલ.ટી.માં કેસ દાખલ કરેલ છે. આ આર.સી.સી. લિમિટેડ (રીગલ શીપીંગ પ્રા.લિ.)ના ડાયરેકટર તરીકે કચ્છ ભાજપના મહિલા અગ્રણી નીમાબેન આચાર્યના પુત્ર મીલન ભાવેશભાઈ આચાર્ય તેમજ નરેન્દ્રસિંહ દલપતસિંહ રાણા, દિલીપ નાનુભાઈ શાહ, સંદિષ મોતીલાલ શાહ, અને પારસ ચૌધરી છે.
આ શીપીંગ કંપની દ્વારા આર.સી.સી. લિમિટેડ (રીગલ શીપીંગ પ્રા. લી.) કંપનીને બાર્જ-ટગ અને ક્રેઈનની સર્વિસ પૂરી પાડી હોય, જે સર્વિસ અંગેનાં બીલની લેણી રકમ આર.સી.સી. લિમિટેડ (રીગલ શીપીંગ પ્રા.લિ.) દ્વારા શ્રીજી શીપીંગ કંપનીને ચુકવી નથી. તેમજ શ્રીજી શીપીંગ કંપનીએ આપેલ સર્વિસ અંગેના બીલોનો આર.સી.સી. લિમિટેડ (રીગલ શીપીંગ પ્રા.લિ) કંપની દ્વારા ટી.ડી.એસ. પણ કપાત કરાયો છે. જેથી સ્પષ્ટ રીતે ફલીત થાય કે, આર.સી.સી.લિમિટેડ (રીગલ શીપીંગ પ્રા.લી.) કંપની પાસેથી શ્રીજી શીપીંગ કંપનીના લેણી રકમ કેટલી વસુલવાની બાકી છે. તેમ છતાં આર.સી.સી. લિમિટેડ (રીગલ શીપીંગ પ્રા.લી) કંપની દ્વારા આ લેણી રકમ ન ચુકવતા શ્રીજી શીપીંગ કંપની દ્વારા એન.સી.એલ.ટી. કંપની ટ્રીબ્યુનલ (નેશનલ કંપની લો ટ્રીબ્યુનલ)માં લેણી રકમ વસુલવા માટે કેશ દાખલ કર્યો છે. આ કેસમાં શ્રીજી શીપીંગ કંપનીના વકીલો તરીકે રાજેશ સવજાણી તથા હિતેન ભટ્ટ રોકાયા છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial