Advertisement
Author: નોબત સમાચાર

બેંગ્લુરૂ જળબંબાકારઃ મહારાષ્ટ્ર-ઝારખંડ-કર્ણાટકમાં દસના મૃત્યુ : દિલ્હી-રાજસ્થાનમાં હીટવેવનું એલર્ટ

ગુજરાતમાં ૨૨મી મે થી પ્રિ-મોન્સુન એકિટવિટીનું અનુમાન

                                                                                                                                                                                                      

નવી દિલ્હી તા. ૨૦: બેંગ્લુરૂમાં ભારે વરસાદ થતા ૫૦૦ ઘર ડૂબ્યા અને ત્રણના મૃત્યુ થયા છે, તો મહારાષ્ટ્ર અને ઝારખંડમાં વીજળી પડતા ૭ ના મૃત્યુ થયા હતાં. ગુજરાતમાં ૨૨મી મેથી પ્રિ-મોન્સુન એકિટીટીની આગાહી થઈ છે.

ગુજરાતમાં નૈઋત્યનું ચોમાસું પહોંચે તે પહેલાં પ્રી મોન્સૂન એક્ટિવિટી શરૂ થવાની પૂરી સંભાવનાઓ છે. આગામી ૨૨ થી ૨૬ મે દરમિયાન રાજ્યના મોટાભાગના જિલ્લામાં હળવાથી ભારે વરસાદ પડી શકે છે. એરબ સાગરમાં એક વરસાદી સિસ્ટમ બની રહી છે. આ સિસ્ટમ વધુ મજબૂત પણ બની શકે છે. આ સિસ્ટમ ડિપ્રેશન, ડીપ ડિપ્રેશન અથવા સાયક્લોન એટલે કે વાવાઝોડા સુધી પણ પહોંચે તેવી શક્યતાઓ છે. જેના પગલે ૨૨ તારીખ સુધીમાં ગુજરાતની અંદર વરસાદી એક્ટિવિટી થાય અને એક સપ્તાહ સુધી ગુજરાતમાં કેટલાક જિલ્લામાં મધ્યમ તો કેટલાકમાં ભારે અને અમુકમાં અતિ ભારે વરસાદની સંભાવનાઓ દર્શાવાઈ રહી છે.

હવામાન વિભાગની આગાહી અનુસાર ૨૩મીએ છોટા ઉદેપુર-નર્મદા, ૨૪-૨૫મીએ નવસારી-વલસાડ-દમણ-દાદરા નગર હવેલી-અમરેલી-ભાવનગરમાં ભારે જ્યારે અન્યત્ર હળવાથી મધ્યમ વરસાદની સંભાવના છે. હાલના અનુમાન અનુસાર ગુજરાતમાં ૮ જૂન સુધીમાં ચોમાસાનો પ્રારંભ થઇ શકે છે.

બીજી તરફ આજે હવામાન વિભાગે મધ્યપ્રદેશ અને ઉત્તરપ્રદેશ સહિત ૧૧ રાજ્યોમાં આંધી-વરસાદ સાથે વાવાઝોડાનું એલર્ટ જારી કર્યું છે. ઝારખંડમાં વીજળી પડવાથી ૫ અને મહારાષ્ટ્રમાં ૨ લોકોના મોત થયા છે.

ઝારખંડ અને બિહાર સહિત ૧૩ રાજ્યોમાં આજે ભારે વરસાદની ચેતવણી આપવામાં આવી છે. બેંગલુરુમાં સોમવારે પણ ભારે વરસાદ ચાલુ રહ્યો હતો. શહેરના મોટાભાગના રસ્તાઓ પાણીમાં ડૂબી ગયા હતા. ૫૦૦થી વધુ ઘરોમાં પાણી ભરાઈ ગયા હતાં. બીટીએમ લેઆઉટમાં પાણી ભરાયેલા એપાર્ટમેન્ટમાં કરંટ લાગવાથી ૧૨ વર્ષનો છોકરો અને ૬૩ વર્ષીય વૃદ્ધનું મૃત્યુ થયું. વ્હાઇટફિલ્ડમાં દિવાલ ધરાશાયી થતાં ૩૫ વર્ષીય મહિલાનું મોત થયું હતું. હવામાન વિભાગે આજે પણ ભારે વરસાદ માટે યલો એલર્ટ જારી કર્યું છે. રાજસ્થાન, દિલ્હી અને હરિયાણામાં ગરમીનો પ્રકોપ રહેશે. હવામાન વિભાગે રાજસ્થાન, દિલ્હી, હરિયાણા અને ચંડીગઢમાં હીટવેવની ચેતવણી જારી કરી છે.

મેદાની વિસ્તારોમાં, મધ્યપ્રદેશના ખજુરાહોમાં પારો ૪૬ ડિગ્રી નોંધાયો હતો. ઉત્તર પ્રદેશનું બાંદા ૪૬.૬ ડિગ્રી સાથે દેશનું સૌથી ગરમ સ્થળ હતું.

હવામાન વિભાગે ૧૯ મેના રોજ જણાવ્યું હતું કે આગામી ૨-૩ દિવસમાં મધ્ય બંગાળની ખાડી અને ઉત્તર-પૂર્વ બંગાળની ખાડીના કેટલાક ભાગોમાં ભારે વરસાદ પડી શકે છે.

તામિલનાડુ, પુડુચેરી અને કરાઈકલમાં એક કે બે જગ્યાએ ૪૦-૫૦ કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાશે. કેટલાંક સ્થળે ગાજવીજ અને વીજળી સાથે હળવોથી મધ્યમ વરસાદ પડશે.

હવામાન ખાતા દ્વારા તા. ૨૧ મેના કર્ણાટક, ગોવા, મહારાષ્ટ્ર, આસામ, મેઘાલય, બિહાર, કેરળ, પશ્ચિમ બંગાળ, સિક્કિમમાં ભારે વરસાદ પડી શકે છે. છત્તીસગઢ, ગોવા, ઝારખંડ, મધ્યપ્રદેશ, ઓડિશા, રાજસ્થાન, ઉત્તરપ્રદેશમાં વાવાઝોડા અને વરસાદની ચેતવણી આપવામાં આવી છે. એ જ સમયે પશ્ચિમ રાજસ્થાનમાં ગરમીની ચેતવણી આપવામાં આવી છે, જયારે ૨૨મી મેના મહારાષ્ટ્રમાં વરસાદ માટે ઓરેન્જ એલર્ટ અપાયું છે. આસામ, મેઘાલય, સિક્કિમ, ઝારખંડ, બિહાર, કોંકણ, ગોવા, તેલંગાણા, મરાઠવાડા, મધ્ય મહારાષ્ટ્ર, તામિલનાડુ, પુડુચેરી, કેરળ, અરુણાચલ પ્રદેશ, આંધ્રપ્રદેશ સહિત ૨૩ રાજ્યમાં વરસાદ પડશે. રાજસ્થાનમાં ગરમીનું મોજું અને ધૂળનું વાવાઝોડું આવી શકે છે, તેવી આગાહી કરવામાં આવી છે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh