Advertisement
Author: નોબત સમાચાર

ઓપરેશન ડિમોલિશન ચંડોળા-ફેઈઝ-૨ હેઠળ પાડતોડ શરૂ: હજારો દબાણો હટાવાશે

એસઆરપીની ૨૫ કંપનીઃ ૩૦૦૦ પોલીસકર્મીના ચૂસ્ત બંદોબસ્ત સાથે

                                                                                                                                                                                                      

અમદાવાદ તા. ૨૦: અમદાવાદમાં ચંડોળા ડિમોલિશન ફેઈઝ-૨નો પ્રારંભ થઈ ગયો છે, બાંગ્લાદેશીઓનો અડ્ડો બનેલા ચંડોળા તળાવમાં ૮૦૦૦ થી ૧૦,૦૦૦ ગેરકાયદે બાંધકામોનો આજે ખુરદો બોલી જશે. આજે સવારે ૭ થી ઓપરેશન શરૂ થયું છે, જેમાં ૩૦૦૦ પોલીસ કર્મચારી તથા એસઆરપીની ૨૫ કંપની તૈનાત છે. અંદાજે ૨.૫૦ લાખ ચો.મીટર જમીન પરનું દબાણ હટાવાશે.

અમદાવાદના ચંડોળા તળાવમાં ડિમોલિશન ફેઝ-૨ શરૂ થયું છે, અંદાજિત ૧૦ હજારથી વધુ મકાનો તોડવામાં આવશે. ચુસ્ત પોલીસ બંદોબસ્ત સાથે કામગીરી હાથ ધરાઈ છે. અંદાજિત ૨ હજારથી વધુ પોલીસ જવાનો ખડેપગે છે. તેમજ ડિમોલિશન કાર્યવાહી સમયે ૨૫ એસઆરપીની કંપની તૈનાત છે. પહેલા ફેઝમાં દોઢ લાખ સ્ક્વેર મીટર જગ્યા ક્લિયર કરાઈ છે.આ મેગા ડિમોલિશનમાં ૩,૦૦૦ પોલીસકર્મીઓનો બંદોબસ્ત તૈનાત કરવામાં આવ્યા છે. આજે સવારે ૭:૦૦ વાગ્યાથી ડિમોલિશન પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે. બીજા ફેઝમાં અઢી લાખ સ્ક્વેર મીટર જગ્યા ક્લીયર કરાશે.

થોડા દિવસ પહેલા અંદાજે ૫ હજાર મકાનો તોડી પડાયા છે. ૨૦૧૦ પછી રહેતા લોકોને મકાન આપવામાં આવશે. તથા ખ્પ્ઘ્ દ્વારા ફોર્મ ભરવાની પણ શરૂઆત કરાઇ છે. આવાસ મેળવવા માટે પુરાવા પણ રજૂ કરવા પડશે. ચંડોળા તળાવમાંથી ૨૦૭ જેટલા બાંગ્લાદેશી પકડાયા છે. તથા અમદાવાદમાંથી કુલ ૨૫૦ જેટલા બાંગ્લાદેશી પકડાયા છે. ૨ જેસીપી, ૬ ડીસીપી સહિતનો સ્ટાફ બંદોબસ્તમાં જોડાયો છે. ગેરકાયદે દબાણ હટાવવાના પહેલા તબક્કામાં આશરે દોઢ લાખ ચોરસ મીટર જમીન ખાલી કરાવવામાં આવી હતી. આજથી ડિમોલિશનનો બીજો તબક્કો શરૂ થયો છે. જેના માટે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન અને પોલીસ દ્વારા વિશેષ તૈયારીઓ કરવામાં આવી હતી. ચાર દિવસમાં ડિમોલિશન પૂર્ણ કરી બાઉન્ડ્રી વોલ બનાવવામાં આવશે.

ડિમોલિશનની કાર્યવાહી સવારે સાતથી શરૂ થઈ છે, જે બપોરના એક તથા બપોરે ત્રણથી સાંજના છ વાગ્યા સુધી ચાલશે. જેના માટે ૩૫થી વધુ જેસીબીનો ખડકલો કરી દેવાયો છે. અસરગ્રસ્તોને ખસેડવા માટે એએમટીએસની બસો તથા મેડિકલ ટીમો પણ તૈનાત કરવામાં આવી છે. બીજા તબક્કાનું ડિમોલિશન ચાર દિવસ સુધી ચાલશે.

પોલીસ કમિશનર જી.એસ. મલિકે જણાવ્યું હતું કે આ ગેરકાયદેસર બાંધકામો ગેરકાયદેસર બાંગ્લાદેશી નાગરિકોનું અડ્ડો બની ગયા હતા. ગયા મહિને શહેરમાં ૨૫૦ ગેરકાયદેસર બાંગ્લાદેશી નાગરિકો પકડાયા હતા, જેમાંથી ૨૦૭ ચંડોળા તળાવના ગેરકાયદેસર બાંધકામોમાં રહેતા હતા અને ગેરકાયદેસર પ્રવૃત્તિઓમાં સંડોવાયેલા હતા. વર્ષ ૨૦૦૯ ની શરૂઆતમાં, ૯૫ ગેરકાયદેસર બાંગ્લાદેશીઓ પકડાયા હતા, ત્યારે પણ અહીં ડિમોલિશન કરવામાં આવ્યું હતું. ડિમોલિશનના બીજા તબક્કા દરમિયાન, એક જેસીપી, એક એડીસીપી, ૬ ડીસીપી, એસીપી અને પીઆઈ સહિત કુલ ૩ હજારથી વધુ પોલીસ કર્મચારીઓ તૈનાત કરવામાં આવ્યા છે, અને ૨૫ એસઆરપી કંપનીઓ પણ હાજર છે.

પ્રથમ તબક્કા દરમિયાન, સ્થાનિક લોકો ગુજરાત હાઇકોર્ટમાં ગયા હતા અને ડિમોલિશન રોકવાની માંગ કરી હતી, પરંતુ કોર્ટે ડિમોલિશન અટકાવ્યું ન હતું, તળાવ પર બનેલા તમામ બાંધકામોને ગેરકાયદેસર ગણાવ્યા હતા. આ પછી, વહીવટીતંત્રે ૪ હજાર ગેરકાયદેસર બાંધકામો તોડી પાડ્યા હતા. હવે બાકીના ગેરકાયદેસર બાંધકામો તોડી પાડવામાં આવશે અને તળાવનો ભાગ ખાલી કરવામાં આવશે. એવો દાવો પણ કરાયો છે કે, વહીવટીતંત્ર એ પણ સુનિશ્ચિત કરશે કે આ ખાલી જગ્યા પર ફરીથી કોઈ ગેરકાયદેસર બાંધકામ ન થાય.

ડિમોલિશનના  પ્રથમ તબક્કા બાદ અમદાવાદ મહાનગરપાલિકાએ બીજા તબક્કા માટે સર્વે હાથ ધર્યો હતો જેમાં ૮,૦૦૦ ગેરકાયદેસર બાંધકામો મળી આવ્યા હતા અને તેમને ખાલી કરવા માટે નોટિસ ફટકારવામાં આવી હતી. આજે મંગળવારથી ૩ દિવસ માટે આ ગેરકાયદે બાંધકામો દૂર કરવાની કામગીરી હાથ ધરવામાં આવી રહી છે. આ પહેલા ૨૯-૩૦ એપ્રિલના ડિમોલિશનના  પ્રથમ તબક્કાની કાર્યવાહીમાં ૪ હજાર ગેરકાયદેસર બાંધકામો તોડી પાડવામાં આવ્યા હતા.

રહીશોએ પોલીસને કહ્યું, ''હવે જોવા જેવી થશે''

દબાણ હટાવતી વખતે સ્થાનિકો અને પોલીસ વચ્ચે બોલાચાલીઃ ધક્કામૂક્કી

અમદાવાદના ચંડોળામાં વહેલી સવારથી જ ગેરકાયદે દબાણો તોડવાની કાર્યવાહી શરૂ કરાઈ છે. અહીં નાના-મોટા દબાણો તોડવામાં આવ્યા છે. તંત્રએ ત્યાં રહેતા લોકોને મકાનો ખાલી કરવાની નોટીસો આપતા સોમવારે મોડીરાત સુધી લોકોએ મકાનો ખાલી કર્યા હતાંં. મોડી રાતથી જ દબાણો હટાવવા માટે જેસીબી સહિતના મશીનો પહોંચી ગયા હતાંં. આજે વહેલી સવારથી છોટા તળાવ વિસ્તારમાં દબાણો તોડાયા હતાંં. આ ઉપરાંત લલ્લા બિહારીના ફાર્મ હાઉસની બાજુના દબાણો તોડી પડાયા હતાંં. પોલીસે અહીં ફૂટ પેટ્રોલિંગ પણ શરૂ કર્યું હતું. આ દરમિયાન મસ્જિદ તોડવા મુદ્દે પોલીસ અને સ્થાનિકો વચ્ચે ઘર્ષણ થયું હતું. સ્થાનિકોએ ઉગ્ર બોલાચાલી કરી હતી. સ્થાનિકોએ કહ્યું હતું કે અત્યાર સુધી દબાણો ના તોડ્યા તો હવે કેમ તોડો છો. પોલીસને અહીંયાથી જતા રહો નહીં તો જોવા જેવી થશે તેવી ધમકી આપી હતી. પોલીસને ધક્કા મારીને ભગાડવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh