Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
ભાજપની ટીકાપાત્ર નીતિ..!
જામનગર તા. ૨૦: ઓપરેશન સિંદૂરની સફળતાનો અને ભારતીય સેનાનો ચારે તરફ જયજયકાર થઈ રહ્યો છે તેવા સંજોગોમાં મધ્યપ્રદેશના એક મંત્રીએ ભારતીય સેનાના બહાદુર મહિલા અધિકારી વિરૂદ્ધ તદ્ન અભદ્ર ટિપ્પણીઓ કરી હતી..દેશભરમાં આ મંત્રી વિરૂદ્ધ રોષ પ્રગટ થયો, તેના રાજીનામાની માંગણી થઈ રહી છે.. સર્વોચ્ચ અદાલત સુધી મામલો પહાચ્યો, અને સર્વોચ્ચ અદાલતે કડકમાં કડક શબ્દોમાં આ મંત્રીને રીતસર ઝાટકી નાંખ્યા...આમ છતાં...ભાજપના નેતાગીરી આ મંત્રીનું રાજીનામું લઈને તેના સામે કાર્યવાહી કરતાં નથી.
આવી જ હાલત ગુજરાત રાજ્યમાં પણ બની છે. એક મંત્રીના બબ્બે દીકરાઓના કરોડો રૂપિયાના ભ્રષ્ટાચારના મામલે ધરપકડ થઈ, સરકારી યોજનામાં જ મોટાપાયે કૌભાંડો થયા છે. તેમ છતાં ગુજરાતના મુખ્યમંત્રી કે ભાજપનું મોવડીમંડળ આ મંત્રી મહાશયનું રાજીનામું લેતા અચકાય છે... શા માટે તેમની મંત્રીપદેથી હકાલપટ્ટી કરવામાં આવતી નથી ! સીધી વાત છે કે દીકરાઓ સામે આરોપ હોય અને પિતા મંત્રી હોય ત્યારે તપાસમાં ચોક્કસપણે મંત્રીપદની વગનો ઉપયોગ થવાની શક્યતા રહે છે, આ સંજોગોમાં નૈતિક રીતે પણ મંત્રીપદેથી રાજીનામું આપી દેવું જોઈએ...
પણ આ તો ભાજપ છે...જો કોંગ્રેસ કે વિપક્ષના કોઈપણ મંત્રી કે નેતા આવી કોઈ બાબતમાં વિવાદાસ્પદ બને કે તરત જ ભાજપના બોલકણાં અને બોલવામાં પાવધરાં પ્રવક્તાઓ-નેતાઓ જે તે મંત્રી કે નેતા તો ઠીક સીધા સોનીયા, રાહુલ, ખડગે રાજીનામું આપે તેવી માંગણીઓ કરતા થઈ જાય...અગાઉ મનમોહનસિંહ સરકાર સમયે "મનમોહનસિંહ રાજીનામું આપો" જેવા નિવેદનો વારંવાર કરનારા વિપક્ષના નેતાઓ પોતાના મંત્રીઓ સામે પગલા લેવામાં શા માટે વિલંબ કરી રહ્યાં છે...?
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial