Advertisement
Author: નોબત સમાચાર

ગુજરાતમાં ૭ સહિત દેશમાં ૨૫૭ કોરોનાના કેસ નોંધાયાઃ ચિંતા વધી

દેશમાં કેરળમાં સૌથી વધુ કેસ નોંધાયાઃ ગુજરાત ૬ઠ્ઠા ક્રમે

                                                                                                                                                                                                      

 નવી દિલ્હી તા. ૨૦: ભારતમાં કોરોનાએ ફરી દસ્તક દીધી છે, અને દેશમાં ૨૫૭ કેસ નોંધાયા છે. રાજયમાં કોવિડના ૭ કેસ એકિટવ છે. કેરળમાં સૌથી વધુ કેસ નોંધાયા છે, તેવી ચિંતા વધી છે.ટ્ઠ

ભારતમાં પણ કોરોના વાયરસે ફરી એકવાર દસ્તક આપી છે. સિંગાપોર અને હોંગકોંગમાં કોવિડ-૧૯ના કેસોમાં વધારાને કારણે ભારતમાં લોકો ડરી ગયા છે. કોરોનાનો જેએન.૧ વેરિયન્ટના અનેક દેશોમાં કેસ નોંધાયા છે. કોરોનાના દેશમાં ૨૫૭ કેસ નોંધાયા છે. જ્યારે ગુજરાતમાં હાલ એક્ટિવ ૭ કેસ છે. કોરોનાના નવા વેરિયન્ટ જેએન.૧એ ફરી એકવાર ચિંતા વધારી છે. આ નવા વેરિયન્ટના ૨૫૭ કેશ દેશમાં નોંધાયા છે તો ગુજરાતમાં હાલ ૭ કેસ નોંધાયા છે. એક સપ્તાહમાં રાજ્યમાં છ નવા કેસ નોંધાયા છે.

છેલ્લા એક સપ્તાહમાં ગુજરાતમાં કોરોનાથી એક દર્દી સ્વસ્થ થયું છે. ઉલ્લેખનિય છે કે, ૨૦૨૦થી અત્યાર સુધી ગુજરાતમાં કોરોનાના ૧૨.૮૧ લાખ કેસ નોંધાયા છે. ૨૦૨૦થી અત્યાર સુધીમાં રાજ્યમાં કોરોનાથી ૧૧ હજારથી વધુના મોત થયા છે. કોરોનાના એક્ટિવ કેસની સંખ્યામાં ગુજરાત છઠ્ઠા ક્રમે છે.

કેરળમાં કોરોનાના  સૌથી વધુ ૯૫ એક્ટિવ કેસ નોંધાયા છે. તો તમિલનાડુ બીજા ક્રમે છે, જ્યાં કોરોનાના ૬૬ એક્ટિવ કેસ છે. કેરળ, તમિલનાડુ અને મહારાષ્ટ્રમાં કોરોનાના દર્દીઓ ઝડપથી વધવા લાગ્યા છે. મુંબઈની દ્ભઈસ્ હોસ્પિટલમાં બે કોરોના પોઝિટિવ દર્દીઓના મોત બાદ શહેરમાં તકેદારી વધારી દેવામાં આવી છે. આરોગ્ય વિભાગ એલર્ટ મોડ પર છે. પ્રશ્ન એ છે કે શું કોરોનાનો આ વેરિયન્ટ ૨૦૨૦ જેવો કહેર વર્તાવશે.

સિંગાપોર અને હોંગકોંગ જેવા એશિયન દેશોમાં કોરોના વાયરસના નવા પ્રકારના કેસ સૌથી વધુ વધી રહૃાા છે. એલએફ.૭ અને એનબી.૧.૮ વેરિયન્ટ્સને કારણે કેસોમાં વધારો જોવા મળી રહૃાો છે. બંને કોરોના વાયરસના જેએન.૧ પ્રકારમાંથી ઉદ્ભવ્યા છે. ૧ મે થી ૧૯ મે દરમિયાન, સિંગાપોરમાં કોરોનાના ૩૦૦૦ કેસ નોંધાયા હતા.

હોંગકોંગમાં કોરોનાને કારણે અત્યાર સુધીમાં ૩૦ દર્દીઓના મોત થયા છે. સિંગાપોર અને હોંગકોંગ જેવા એશિયન દેશોમાં કોરોના વાયરસના નવા પ્રકારના કેસ સૌથી વધુ વધી રહૃાા છે. એલએફ.૭ અને એનબી.૧.૮ વેરિઅન્ટ્સને કારણે કેસોમાં વધારો જોવા મળી રહૃાો છે. બંને કોરોના વાયરસના જેએન.૧ પ્રકારમાંથી ઉદ્ભવ્યા છે. ૧ મે થી ૧૯ મે દરમિયાન, સિંગાપોરમાં કોરોનાના ૩૦૦૦ કેસ નોંધાયા હતા. હોંગકોંગમાં કોરોનાને કારણે અત્યાર સુધીમાં ૩૦ દર્દીઓના મોત થયા છે.

આરોગ્ય મંત્રાલયે સોમવારે કોરોના વાયરસ પર ઉચ્ચ સ્તરીય સમીક્ષા બેઠક બોલાવી હતી. બેઠકમાં દેશમાં કોવિડ-૧૯ ની વર્તમાન પરિસ્થિતિની વિગતવાર સમીક્ષા કરવામાં આવી હતી. આરોગ્ય મંત્રાલયના જણાવ્યા અનુસાર, દેશમાં કોરોનાની સ્થિતિ નિયંત્રણમાં છે. ૧૯ મે સુધીમાં ભારતમાં કોરોનાના ૨૫૭ સક્રિય કેસ મળી આવ્યા હતા. દેશની મોટી વસ્તીને ધ્યાનમાં લેતા આ આંકડો ખૂબ જ ઓછો છે. મુંબઈમાં પણ બે દર્દીઓએ ચેપને કારણે જીવ ગુમાવ્યા છે. ભારતમાં કોરોનાના મોટાભાગના કેસ કેરળ, મહારાષ્ટ્ર અને તમિલનાડુમાં જોવા મળ્યા છે.

જોકે, ભારતમાં ફરતા જેએન.૧ કોરોના વેરિયન્ટ વિશે હજુ સુધી કોઈ સત્તાવાર પુષ્ટિ થઈ નથી. પીટીઆઈએ એક સત્તાવાર સૂત્રને ટાંકીને જણાવ્યું હતું કે, *દેશમાં જોવા મળતા લગભગ તમામ કોરોના કેસ હળવા છે અને તેમને હોસ્પિટલમાં દાખલ કરવાની જરૂર નથી.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh