Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
તા.૨૬.૧૨.૨૦૨૫ ના રોજ સવારે ૧૦ કલાકે....
સપ્તાહના અંતિમ કારોબારી દિવસે ઇન્ડેક્સ બેઝડ ભારતીય શેરબજારની શરૂઆત ઘટાડા સાથે થઇ હતી. નવેમ્બર માસના ઈન્ફ્રાસ્ટ્રકચર ઉદ્યોગના સારા આંકડા, ભારત-ઓમાન ટ્રેડ ડિલ બાદ હવે ન્યુઝિલેન્ડ સાથે એફટીએ વાટાઘાટ પૂર્ણ થયાની પોઝિટીવ અસર છતા ફંડો દ્વારા ઉછાળે નફારૂપી વેચવાલી નોંધાતા ભારતીય શેરબજારમાં ઘટાડાનો માહોલ જોવા મળ્યો હતો.
અમેરિકાના વેનેઝુએલામાં તખ્તા પલટાની કવાયત અને રશિયાના યુક્રેન પર ફરી હુમલાને લઈ એક તરફ જીઓપોલિટીકલ ટેન્શન યથાવત્ રહેતાં અને બીજી તરફ કેલેન્ડર વર્ષ ૨૦૨૫ના અંત પૂર્વે વૈશ્વિક ફંડો હોલી-ડે મૂડમાં આવી જતાં વૈશ્વિક બજારોમાં અથડાતી ચાલ સાથે ભારતીય શેરબજાર પણ આજે કોન્સોલિડેશનના તબક્કામાં સરકતું જોવાયું હતું.
વૈશ્વિક શેરબજારની વાત કરીએ તો ગઈકાલે અમેરિકન માર્કેટમાં ડાઉ જોન્સ ૦.૦૫%ના ઉછાળા સાથે બંધ રહ્યો હતો. જ્યારે એસશ્પી ૫૦૦ ૦.૪૧% અને નેસ્ડેક ૦.૨૨% વધીને સેટલ થયા હતા. બીએસઇ પર મીડકેપ ઈન્ડેક્સ ૦.૪૨% અને સ્મોલકેપ ઈન્ડેક્સ ૦.૧૬% વધીને ટ્રેડ થઇ રહ્યા હતા.
બીએસઈમાં સવારે ૧૦ કલાકે કુલ ટ્રેડીંગ થયેલી ૩૩૦૫ સ્ક્રિપોમાંથી ઘટનારની સંખ્યા ૧૩૩૩ અને વધનારની સંખ્યા ૧૭૭૪ રહી હતી, ૧૯૮ શેરના ભાવમાં કોઈ ફેરબદલ જોવાયો ન હતો. જ્યારે ૪૪ શેરોમાં ઓનલી સેલરની મંદીની નીચલી સર્કિટ સામે ૯૬ શેરોમાં ઓનલી બાયરની તેજીની ઉપલી સર્કિટ રહી હતી.
ભારતીય શેરબજારમાં આજે બીએસઈ પર એફએમસીજી, ફાઈનાન્શિયલ સર્વિસ, હેલ્થકેર, પ્રાઇવેટ બેન્ક ઇન્ડેક્સ, આઈટી અને બેન્કેકસ સેક્ટરમાં ઘટાડો જોવા મળ્યો હતો, જયારે અન્ય બીજા તમામ સેક્ટરલ ઈન્ડાયસીસ ઉછાળા સાથે કારોબાર કરી રહ્યા હતા.
કોમોડિટી...
એમસીએક્સ ગોલ્ડ : ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે ફેબ્રુઆરી ગોલ્ડ રૂ।.૧,૩૮,૫૭૪ પોઈન્ટના મથાળેથી ખુલીને રૂ।.૧,૩૮,૯૯૪ પોઈન્ટના ઊંચા મથાળેથી ઘટાડો નોંધાવી રૂ।.૧,૩૮,૫૭૪ પોઈન્ટના નીચા મથાળે નોંધાવી ૮૦૩ પોઈન્ટના ઉછાળા સાથે રૂ।.૧,૩૮,૯૦૦ આસપાસ ટ્રેન્ડ નોંધાયેલ..!!
એમસીએક્સ સિલ્વર : ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે માર્ચ સિલ્વર રૂ।.૨,૨૪,૩૭૪ પોઈન્ટના મથાળેથી ખુલીને રૂ।.૨,૩૨,૭૪૧ પોઈન્ટના ઊંચા મથાળેથી ઘટાડો નોંધાવી રૂ।.૨,૨૪,૩૭૪ પોઈન્ટના નીચા મથાળે નોંધાવી ૮૦૬૦ પોઈન્ટના ઉછાળા સાથે રૂ।.૨,૩૧,૮૫૦ આસપાસ ટ્રેન્ડ નોંધાયેલ..!!
સ્ટોક સ્પેસિફિક રેન્જ મુવમેન્ટ....
ગોદરેજ કન્ઝ્યુમર (૧૧૯૦) : પર્સનલ કેર સેક્ટરની આ કંપનીના શેરનો ભાવ હાલમાં રૂ।.૧૧૮૩ આસપાસ પ્રવર્તી રહ્યો છે. રૂ।.૧૧૭૭ ના સ્ટ્રોંગ સપોર્ટથી આ સ્ટોક ટૂંકા સમયગાળે રૂ।.૧૧૯૮ થી રૂ।.૧૨૦૪ આસપાસ ભાવ સપાટી નોંધાવે તેવી શક્યતા છે...!! રૂ।.૧૨૧૪ ઉપર તેજી તરફી ધ્યાન...!!
લોઢા ડેવલપર્સ (૧૦૭૭) : એ/ટી+૧ ગ્રુપનો આ સ્ટોક રૂ।.૧૦૬૩ આસપાસ પોઝીટીવ બ્રેકઆઉટ!! રૂ।.૧૦૫૦ ના સપોર્ટથી આ સ્ટોક ૧૦૮૯ થી રૂ।.૧૦૯૪ આસપાસ ભાવ સપાટી નોંધાવે તેવી સંભાવના છે...!!
અદાણી એનર્જી (૯૮૨) : રૂ।.૯૬૪ નો પ્રથમ તેમજ રૂ।.૯૫૮ બીજા પાવર ડિસ્ટ્રીબ્યુશન સેક્ટરનો રોકાણલક્ષી આ સ્ટોક રૂ।.૯૯૦ થી રૂ।.૯૯૮ આસપાસ ભાવ સપાટી નોંધાવે તેવી શક્યતા છે...!!
ઇન્ડસઇન્ડ બેન્ક (૮૪૦) : પ્રાઇવેટ બેન્ક સેક્ટરનો આ સ્ટોક ટ્રેડીંગલક્ષી રૂ।.૮૫૩ થી રૂ।.૮૬૦ ના ભાવ સપાટીની રેન્જ મુવમેન્ટ ધરાવે છે!! અંદાજીત રૂ।.૮૨૮ નો સ્ટ્રોંગ સપોર્ટ ધ્યાને લેવો...!!!
બજારની ભાવિ દિશા.... મિત્રો, ભારતીય શેરબજારની ભાવિ દિશા જોવામાં આવે તો લાંબા ગાળે રૂઝાન સકારાત્મક રહેવાની સંભાવના છે. ભારતની વિશાળ યુવા લોકસંખ્યા, ઝડપી શહેરીકરણ, ઈન્ફ્રાસ્ટ્રક્ચર પર વધતું રોકાણ અને નીતિગત સુધારા ભારતીય અર્થતંત્ર માટે મજબૂત આધાર પૂરો પાડે છે. ખાસ કરીને આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સની ક્રાંતિ ભારતમાં ટેક્નોલોજી, સોફ્ટવેર, મેન્યુફેક્ચરિંગ અને સર્વિસ સેક્ટરમાં નવી તકો ઊભી કરી શકે છે. જો કે એઆઈ ક્ષેત્રમાં હાલ થોડી અતિઉત્સાહ જેવી સ્થિતિ છે, છતાં જે કંપનીઓ વાસ્તવિક અને વ્યવહારુ એઆઈ સોલ્યુશન્સ પર કામ કરી રહી છે તે લાંબા ગાળે રોકાણકારોને સારું વળતર આપી શકે છે. ચિપ્સ, હાર્ડવેર, પાવર અને ડેટ ા ઈન્ફ્રાસ્ટ્રક્ચર સાથે જોડાયેલી કંપનીઓ ભારતીય બજારમાં આગામી વર્ષોમાં મુખ્ય ગતિશીલ પરિબળ બની શકે છે.
બીજી તરફ, ટૂંકા ગાળામાં બજારમાં અસ્થિરતા રહેવાની શક્યતા પણ નકારી શકાય નહીં. વૈશ્વિક સ્તરે વ્યાજદર, ભૂરાજકીય તણાવ, ક્રૂડ ઓઈલના ભાવ અને વિદેશી મૂડી પ્રવાહ જેવા પરિબળો ભારતીય શેરબજાર પર અસર કરી શકે છે. તેમ છતાં, ચીનની વૈશ્વિક અસર ધીમે ધીમે ઘટતી જતાં ભારત માટે વૈકલ્પિક મેન્યુફેક્ચરિંગ અને સપ્લાય ચેઇન હબ બનવાની તક વધી રહી છે, જે બજાર માટે હકારાત્મક સંકેત છે. સોનાની તેજી અને ક્રિપ્ટોકરન્સીની હાજરી પણ સૂચવે છે કે રોકાણકારો વૈકલ્પિક એસેટ્સ તરફ ધ્યાન આપી રહ્યા છે, પરંતુ ઇક્વિટી ખાસ કરીને ફંડામેન્ટલ અને વિકાસલક્ષી કંપનીઓ લાંબા ગાળે મુખ્ય પસંદગી બની રહેશે. કુલ મળીને, સુધારા અને સાવચેતી સાથે ભારતીય શેરબ જાર મજબૂત વૃદ્ધિ તરફ આગળ વધે તેવી સંભાવના છે.